દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023 વિજેતા: દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ સોમવારે મુંબઇમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ શોમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ યાદી દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023’ના રેડ કાર્પેટ પર બોલિવૂડના સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ એવોર્ડ શોમાં રેખાથી લઈને આલિયા ભટ્ટ સુધી સિનેમા જગતની હસ્તીઓએ ભાગ લીધો હતો. દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુપમ ખેર, વરુણ ધવન અને દક્ષિણના પ્રખ્યાત અભિનેતા ઋષભ શેટ્ટી સહિત ઘણા કલાકારોએ ભાગ લીધો હતો. ફેસ્ટિવલમાં દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ જીતી બાજી મારી લીધી હતી. તો આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસ અને રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એવોર્ડની યાદી આ મુજબ છે. શ્રેષ્ઠ નિર્દેશક: આર બાલ્કી (‘ચુપ’) શ્રેષ્ઠ અભિનેતા: રણબીર કપૂર (બ્રહ્માસ્ત્ર) શ્રેષ્ઠ અભિનેત્રી: આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી) સૌથી આશાસ્પદ અભિનેતા: ઋષભ શેટ્ટી (કંટારા) સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા – મનીષ પોલ (જુગ જુગ જિયો) ફિલ્મોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એવોર્ડ: રેખા શ્રેષ્ઠ વેબ સિરીઝ: રૂદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ ક્રિટિક્સ શ્રેષ્ઠ અભિનેતા: વરુણ ધવન (ભેડિયા) ફિલ્મ ઑફ ધ યર: RRR ટેલિવિઝન સિરીઝ ઑફ ધ યર: અનુપમા મોસ્ટ વર્સેટાઈલ ઍક્ટર ઑફ ધ યર ટેલિવિઝન શ્રેણીમાં વર્ષનો શ્રેષ્ઠ અભિનેતા: અનુપમ ખેર (ધ કાશ્મીર ફાઇલ્સ) ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેતા: ઝૈન ઇમામ (ફના-ઇશ્ક મેં મરજાવાન) ટેલિવિઝન શ્રેણીમાં શ્રેષ્ઠ અભિનેત્રી: તેજસ્વી પ્રકાશ (નાગિન) શ્રેષ્ઠ પુરુષ ગાયક- સચેત ટંડન ( મૈયા મૈનુ) શ્રેષ્ઠ મહિલા ગાયિકા- નીતિ મોહન (મેરી જાન) શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર: પીએસ વિનોદ (વિક્રમ વેધા) સંગીતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે પુરસ્કાર: હરિહરન