Homeવીકએન્ડદરિયાઈ ગાય મનાતી ‘મેનાટી’નું પાણીમાં બોયન્સીનું વિચિત્ર રહસ્ય

દરિયાઈ ગાય મનાતી ‘મેનાટી’નું પાણીમાં બોયન્સીનું વિચિત્ર રહસ્ય

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

અંગ્રેજી ભાષા સાથે થોડો ઊંડો નાતો અથવા મરીન બાયોલોજી અથવા તો દરિયાઈ જીવવિજ્ઞાનના જાણકાર હોય તેમને અંગ્રેજી શબ્દ બોયન્સીનો દેખીતો અર્થ ખબર જ હોય. સાદી ભાષામાં કહું તો દરિયાઈ જીવોને પાણીની અંદરની તેમની જિંદગી ગુજારવા માટે પાણીની અંદર ઉપર જવા અથવા ડૂબકી મારવા માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય છે તેને બોયન્સી કહેવાય છે. જરૂર પડે ત્યારે પાણીમાં ડૂબકી મારવી અથવા તો પાણીના તળિયે જે જીવ હોય તેને સપાટી પર આવવા માટે કરવાના કરતબ માટે મોટાભાગના દરિયાઈ જીવો પાસે ખાસ કરીને માછલી પાસે સ્વિમ બ્લેડર નામનું એક આંતરિક અંગ હોય છે જે માછલીઓને પાણીમાં ઉપર નીચે જવા અથવા તો કોઈ ચોક્કસ ઊંડાઈ પર ટકી રહેવામાં મદદ કરે છે. હવે આ સ્વિમ બ્લેડર એટલે શું એ પ્રશ્ર્ન સ્વાભાવિક રીતે થવાનો. જે લોકાએે માછલીઘર રાખ્યા છે તે લોકોને વારંવાર માછલી મરી જતી હોય છે અને મોટે ભાગે માછલી પાણીમાં ઊંડે જવાની ક્ષમતા ગુમાવી બેસે અને માછલીઘરના પાણીની સપાટી પર ઊંધી તરવા માંડે છે. તો આ રોગ સ્વિમ બ્લેડરમાં ગોટાળો દર્શાવે છે.
આ સ્વિમ બ્લેડરની રચના સમજીએ તો સ્વિમ બ્લેડર એ એક એવું અંગ હોય છે જેમાં રહેલા ગેસને કંટ્રોલ કરીને માછલી પાણીમાં પોતાને કેટલી ઊંડાઈએ રહેવું છે તે નક્કી કરતી હોય છે. માછલીના આ અંગની રચનાનો અભ્યાસ કરીને માનવને પાણીની અંદર પ્રવાસ કરતી સબમરીન બનાવવામાં સફળતા મળી છે. સબમરીન વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ કે સબમરીન માછલીની જેમ સાગરના પેટાળમાં છૂપી રહીને પ્રવાસ કરે છે. પરંતુ આ સબમરીન પાણીની અંદર ડૂબકી મારે છે કેવી રીતે ? સબમરીનની બોડીમાં તેના બહારના ભાગ સાથે જોડાયેલી હોય તેવી થોડી ઍર ચેમ્બર્સ હોય છે. તેમાં જરૂરિયાત અનુસાર કમ્પ્રેસન પંપોની મદદથી હવા ભરવામાં અથવા કાઢવામાં આવે છે અને એ રીતે સબમરીન પાણીમાં ડૂબકી માંરે છે અથવા તો દરિયાના ઊંડાણમાંથી ઉપર આવે છે અથવા તો નક્કી કરેલી ચોક્કસ ઊંડાઈ પર સ્થિર રહી શકે છે. કોઈ પણ નક્કર બોડીમાં હવા ભરેલી હોય તો તે બોડી પાણીમાં સપાટી પર તરે, જેમ જેમ એ હવા ઓછી કરવામાં આવે તેમ તેમ તે બોડી પાણીની સપાટીથી નીચે તરફ ઊંડાણમાં જતું જાય. બસ આ જ સિદ્ધાંતથી સબમરીન પાણીમાં પોતાની સપાટી નક્કી કરી શકે છે તેને બોયન્સી કહેવાય.
આજે વાત કરવી છે એક એવા દરિયાઈ જીવની જે દરિયામાં જ વસે છે પરંતુ માછલી નથી. દરિયામાં થોડા જીવો એવા વસે છે જેઓ દરિયાઈ જીવો નથી, પરંતુ સસ્તન પ્રાણીઓ અથવા તો સરીસૃપ છે. હાજી આશ્ર્ચર્ય થયું ને ? દરિયામાં સસ્તન પ્રાણી ? જીવવિજ્ઞાન ભણેલા અને ઘણા બધા પ્રકૃતિપ્રેમીઓ જાણે જ છે કે દરિયામાં વસતી વ્હેલ અને ડોલ્ફિન જેને મોટે ભાગે આપણે માછલી માની લઈએ છીએ તે માછલી નથી. એ જ રીતે દરિયામાં વસતા સર્પોની જાતિઓ પણ પૃથ્વી પરના સરીસૃપ જ છે. આ પ્રાણીઓએ ઉત્ક્રાંતિના પોતપોતાનાં સમયકાળમાં પાણીની અંદર જીવવાનો કસબ કેળવી લીધો છે. ફરક એ ક જ છે કે તેઓ બીજા દરિયાઈ જીવોની માફક પાણીમાંથી ઓક્સિજન મેળવી શકતાં ન હોવાથી તેમણે દરિયાની સપાટી પર શ્ર્વાસ લેવા આવવું પડે છે. આવું જ એક ઓછું જાણીતું એક દરિયાઈ સસ્તન પ્રાણી છે મેનાટી. આ પ્રાણીને પોતાના આહારની પદ્ધતિના કારણે દરિયાની ગાય તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ મેનાટી અથવા તો દરિયાની ગાય દેખાવે થોડા ફેરફારો સિવાય મોટી ડોલ્ફિન જેવી જ હોય છે, પરંતુ તે અન્ય દરિયાઈ જીવોની માફક માંસાહારી નથી, પરંતુ શુદ્ધ શાકાહારી જીવ છે અને દરિયાના છીછરા પાણીમાં ઊગતા દરિયાઈ ઘાસને ચરીને પોતાનું પેટ ભરે છે. આ મેનાટી સસ્તન પ્રાણી હોવાથી પોતાના બચ્ચાંને દૂધ પીવડાવીને મોટા કરે છે, દરિયાના ઘાસ પર નભે છે અને તેને પણ શ્ર્વાસ લેવા માટે દરિયાની સપાટી પર આવવું પડે છે. હવે વાત આવે છે દરિયામાં ડૂબકી મારવા માટે અથવા પોતે જ્યાં વસે છે ત્યાં ચરવા, આરામ કરવા દરિયાના તળિયે જવા માટે તેની પાસે સ્વિમ બ્લેડર જેવી કોઈ અંગ રચના નથી. તો શું તે માત્ર પોતાના અંગબળથી જ દરિયાની અંદર ડૂબકી માંરે છે, તળિયે ટકી રહે છે ? ના. હવે તેની એક અનોખી ખાસિયત અંગે જાણીએ. આ મેનાટી થાકે ત્યારે આરામ કરવા અથવા ઊંઘ આવે ત્યારે પાણીને તળિયે જઈને આરામ ફરમાવે છે અથવા તો નિની કરી લે છે ! આટલો લાંબો સમય પાણીના તળિયે રહેવા માટે સ્વીમ બ્લેડર નામનું માછલીઓમાં જે અંગ છે તે ન હોવા છતાં પોતાની શરીર રચનાની ખામીઓને અવગણીને જીવવાનું અનુકૂલન સાધી લીધું છે.
મેનાટીએ માછલીના સ્વીમ બ્લેડરની નકલ થઈ શકે તેવા થોડા ઉપાયો શોધી કાઢ્યા છે. આવા ઉપાયોમાં મેનાટીએ પોતાના હાડકાની ઘનતા વધારી દીધી છે. પૃથ્વી પર એકમાત્ર હાથી એવો જીવ છે જેના હાડકાં પોલા નથી અને નક્કર હોય છે અને એ જ રીતે મેનાટીના નક્કર અને વજનદાર હાડકાં તેને પાણીમાં ડૂબકી લગાવવામાં મદદરૂપ થાય છે. મેનાટીએ વર્ષોપરાંતની ઉત્ક્રાંતિની પ્રક્રિયા દરમિયાન પોતાના દરિયાઈજીવનને અનુકૂળ થવા માટે પોતાના ફેસફસા ચપટા અને લગભગ આખા શરીરની લંબાઈ જેટલા લાંબા બનાવી લીધા છે. મેનાટી જ્યારે સપાટી પર આવીને ઊંડા ઊંડા શ્ર્વાસો લે છે ત્યારે દરેક શ્ર્વાસ લેતી વખતે તેના ફેફસાં હવામાંનો ૯૦% ઑક્સિજન એકત્રિત કરી લે છે અને તેના કારણે મેનાટી એકવાર શ્ર્વાસ લીધા બાદ પાણીની અંદર વિસ મિનિટ સુધી રહી શકે છે. અને તેના ફેફસાં તેના શરીરમાં ફેલાયેલા હોવાથી તે પોતાના શરીરની રચના મુજબ પાણીમાં આડી રહી શકે છે. આ ઉપરાંત તેના પેટના પોલાણમાં આવેલું ડાયાફ્રામ નામનું અંગ પણ તેને બોયન્સી જાળવી રાખવામાં મદદ કરે છે.
આ સિવાય એક બે વિચિત્ર પ્રકારની બાબતો તેને બોયન્સીમાં મદદરૂપ થાય છે. એક તો તેનો ખોરાક. તે જે દરિયાનું ઘાસ ખાય છે તે પોતાના શરીરના વજનના પંદર ટકા જેટલું ઘાસ ખાય છે, પરંતુ આ ઘાસને પેટમાં પચાવતા તેને ત્રણ ચાર દિવસ લાગે છે. પાંચનમાં લાગતાં આ સમય દરમિયાન દરિયાઈ ઘાસ પેટમાં ઘણો ગેસ ઉત્પન્ન કરે છે જે મેનાટીને બોયન્સી જાળવવામાં મદદ કરે છે. હવે આવે છે છેક છેલ્લી અને વિચિત્ર ખાસિયત. મેનાટીના ખોરાકના કારણે તેના આંતરડામાં જમા થતાં ગેસની મદદથી પણ તેઓ પાણીમાં ઉપર જઈ શકે છે અથવા નીચે જઈ શકે છે. પોતાના આંતરડામાં જમા થયેલા ગેસને સંઘરી રાખીને તે પાણીમાં સપાટી પર જાય છે, અને મજા હવે આવે છે કે તેને જ્યારે પાણીમાં ડૂબકી મારવી હોય ત્યારે તે આ ગેસને વાછૂટ દ્વારા છોડે છે અને બોયન્સી ઓછી થવાથી હાડકાં અને શરીરના વજનથી તે પાણીમાં આસાનીથી ડૂબકી લગાવી શકે છે !
શરીરના ગેસથી છુટકારો મેળવવા માનવ વાછૂટ કરે છે અને જાહેરમાં વાછૂટ કરવી પડે અથવા થઈ જાય તો આપણે સૌ શરમનો અહેસાસ કરીએ છીએ, જ્યારે મેનાટી આ જ વાછૂટની પ્રક્રિયા દ્વારા પોતાના જીવનને સરળ બનાવે છે. ઉ

RELATED ARTICLES

Most Popular