Homeસ્પેશિયલ ફિચર્સથાણે શહેરમાં પાવો વાગ્યો હાલોને થાણે રાસ રંગ ૨૦૨૨માં રમવાને

થાણે શહેરમાં પાવો વાગ્યો હાલોને થાણે રાસ રંગ ૨૦૨૨માં રમવાને

[ad_1]

૧૦૮ આરતીનાં જજ ડિમ્પલ પંડ્યા, ડૉ. ચારૂલ શાહ અને કુસુમ શર્મા હતાં. આરતી ડેકોરેશનના પ્રથમ વિજેતા લતા ઠક્કર, બીજાં વિજેતા સુહાની શાહ અને ત્રીજાં જિજ્ઞા રાઠોડ.

ક્રેડાઇ ખ.ઈ.ઇં.ઈં. થાણે યોજિત રાસ રંગ ૨૦૨૨ નૈતિક નાગડા સંગનું આયોજન જીતુભાઇ મહેતા, મનીષ ખંડેલવાલના નેજા હેઠળ આશર ગ્રુપના અજયભાઇ આશરના તથા માનનીય મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદેસાહેબના સહકારથી થયેલ છે.
દાંડિયા કિંગ નૈતિક નાગડા જે રોક સ્ટાર પણ છે અને ઢોલ વગાડવાના કિંગ છે એવા લોકપ્રિય નૈતિક નાગડા સંગ સોરઠિયો સાવજ ઉમેશ બારોટ, કચ્છી કોયલ કોશા પંડ્યા, ચુલબુલી દિવ્યા જોષી, અલકનો અલબેલો અંબર દેસાઇ સ્ટેજ પરથી નીતનવા પરંપરાગત ગીતો લલકારે અને કોરસમાં લલકારે કે “થાણે શહરમાં પાવો વાગ્યો હાલોને થાણે રાસ રંગ ૨૦૨૨માં રમવાને ત્યારે આયોજકો નવરાત્રિની સફળતાના સાક્ષી બનવા આવેલ મહાનુભાવોને આવકારવામાં વ્યસ્ત રહે છે. રવિવારના ઇશાન મુંબઇના લોકપ્રિય યુવા સાંસદ કાર્ય સમ્રાટ મનોજભાઇ કોટક તેમના યુવા સાથી ઘાટકોપરના જાણીતા ડેવલોપર અલગ ગ્રૂપના જિજ્ઞેશ ખિલાણી-રાહુલ ખિલાણી, જાણીતા એડવોકેટ વિનોદ સંપત, સમાજસેવક રાહુલ દેસાઇ, બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના હેમરાજભાઇ શાહ, ઈં.અ.જ. પરાગ જૈન, ચંદ્રકાન્ત ડાંગે, સુદામ પરદેશી તથા અમોલ યાદવ મા અંબેમાના આશીર્વાદ લેવા અને નવરાત્રિ માણવા પધારેલ અને જાણીતા ફિલ્મનિર્માતા મધુર ભંડારકર, તમન્ના ભાટિયા તેમના પિક્ચર પ્રમોશન અર્થે પધારેલ.
—-
ડોંબિવલી રાસ રંગ ૨૦૨૨ની લોકપ્રિયતા પહોંચી સાત સમંદર પાર
કલ્યાણ-ડોંબિવલીના યુવા સાંસદ ડૉ. શ્રીકાન્ત શિંદેસાહેબની સૂઝબૂઝથી ડોંબિવલી નવરાત્રિમાં ન્યુ બોમ્બે-કલ્યાણ-ડોંબિવલીથી દરરોજ ખૈલેયાઓ સાંજના ૭ વાગ્યે ગ્રાઉન્ડ પર હાજર થઇ જાય છે. ડોંબિવલીની સ્થાનિક રહેવાસી ક્રીના ફોફરીયા, મોકશીત દોશી તેમના ઑફિસ સ્ટાફ સાથે ભાવપૂર્વક આરતી કરી બીટસ ૧૬ના તાલે રમવામાં ઓતપ્રોત થઇ જાય છે ત્યારે ઓન લાઇન ભારતીય નવરાત્રિની મોજ માણવા અને છેલ્લાં ૪૦ વર્ષથી ઞ.ઊં. લંડનમાં સ્થિર થયેલા કાઠિયાવાડી લોહાણા સમાજનાં નયના ચુડગર, દિલીપ ચુડગર, શ્રીકાંત શિંદેસાહેબના આયોજન અને બીટસ ૧૬ના સાજિંદાઓને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આ રીતે ડોંબિવલી રાસ રંગની સુવાસ વિદેશમાં ઞ.ઊં.- ઞ.જ.અ, ઑસ્ટ્રેલિયામાં પણ પહોંચી છે.

આસો સુદ આઠમ-કોમ્પિટિશનનાં જજ:
(૧) રાજેશ જોશી,
(૨) મેઘના નંદુ, (૩) દીપિકા દવે જજ-કો ઓર્ડિનેટર * જય ઠક્કર * દીપ્તિ વોરા

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Most Popular