ત્રણ દિવસની પીછેહઠને બ્રેક: એફએન્ડઓમાં મજબૂત શોર્ટ કવરિંગ વચ્ચે સેન્સેક્સમાં ૫૦૦ની આગેકૂચ

શેરબજાર

મુંબઇ: વિશ્ર્વબજારના પોઝિટીવ સંકેત સાથે સ્થાનિક ધોરણે એચડીએફસી ટવીન્સ અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા બ્લુચીપ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ત્રણ દિવસની પીછેહઠને બ્રેક લાગી હતી અને સેન્સેક્સે સત્ર દરમિયાન ભારે અફડાતફડી વચ્ચે પસાર થયા બાદ અંતે ૫૦૦ પોઇન્ટના સુધારા સાથે પોઝિટીવ ઝોનમ ાં બંધ આપ્યો હતો. સત્ર દરમિયાન ૫૯૬.૯૬ પોઇન્ટ અથવા તો ૧.૧૧ ટકાના ઉછાળા સાથે ૫૪,૩૪૬.૨૨ પોઇન્ટની ઊંચી સપાટીને અથડાઇને અંતે ૫૦૩.૨૭ પોઇન્ટ અથવા તો ૦.૯૪ ટકાના ઘટાડા સાથે ૫૪,૨૫૨.૫૩ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો નિફ્ટી ઇન્ડેક્સ ૧૪૪.૩૫ પોઇન્ટ અથવા તો ૦.૯૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૧૭૦.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે સ્થાનિક બજારમાં આગેકૂચ માટે કોઇપણ ટ્રીગર રહ્યું નથી. જો નિફ્ટી ૧૬,૦૦૦ની સપાટી તોડશે તો તે વધુ ઝડપથી નીચી સપાટીએ સરકશે. એશિયાઇ બજારોમાં શાંઘાઇમાં સુધારો હતો. જ્યારે હોંગકોંગ, સિઓલ અને ટોકિયોમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો.યુરોપના બજારોમાં બપોરના સત્ર સુધી સુધારો રહ્યો હતો. બુધવારે અમેરિકન બજારોમાં એકંદર સુધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના શેરોમાં ટાટા સ્ટીલ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી, નેસ્લે, વિપ્રો, ટીસીએસ અને ટેક મહિન્દ્રા ટોપ ગેઇનર્સ બન્યા હતા. જ્યારે સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિંદુસ્તાન યુનિલીવર, લાર્સન એન્ડ ટૂબ્રો અને ડો.રેડ્ડીઝ લેબ ટોપ લૂઝર બન્યા હતા. ગુડયર ઈન્ડિયા લિ.ની બોર્ડ મીટિંગ ૨૬ મે, ૨૦૨૨ના રોજ યોજાઈ હતી, જેમાં રૂ.૧૦ની મૂળ કિંમતના ઈક્વિટી શેર્સ પર શેરદીઠ રૂ.૨૦ના અંતિમ ડિવિડંડની ભલામણ કરવામાં આવી હતી. બેન્ક ઓફ મહારાષ્ટ્રની બોર્ડ મીટિંગ ૨૫ મે, ૨૦૨૨ના રોજ યોજાઈ હતી, જેમાં રૂ.૧૦ની મૂળ કિંમતના ઈક્વિટી શેર્સ પર શેરદીઠ રૂ. ૦.૫૦ના ડિવિડંડની ભલામણ કરવામાં આવી હતી. ભારતની શોર્ટ વિડિયો એપ મોજ દ્વારા વિસ્તરણ યોજના હેઠળ મુંબઇમાં ૩૦૦૦ સ્કેવર ફૂટની જગ્યામાં મોજ સ્ટુડિયો સ્થાપવાની જાહેરાત થઇ છે, જેમાં હાઇ સ્પીડ વર્ક સ્ટેશન, પાવડર રૂમ, પેન્ટ્રી વગેેર સહિત ૧૮ લેઆઉટ છે. પ્રથમ દિલ્હી બાદ આ બીજો ક્રિએટર સ્ટુડિયો છે અને ૨૦૨૨માં કંપની ૧૫ શહેરોમાં સ્ટુડિયો સ્થાપવાની યોજના ધરાવે છે. આજે બી ગ્રુપની ૧ કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની ૧૫ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ૫ાંચ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી. ઇન્ટરનેશનલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૪ ટકાના ઉછાળા સાથે બેરલદીઠ ૧૧૪.૭ ડોલર બોલાયો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી ચાલુ જ રહી હતી. એક્સચેન્જ પાસેથી મળેલી પ્રારંભિક માહિતી અનુસાર પાછલા સત્રમાં એફઆઇઆઇએ રૂ. ૧૮૦૩.૦૬ કરોડની વેચવાલી નોંધાવી હતી. અમેરિકાની ફેડરલ રિઝર્વ વધુ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો નહીં કરે એવું તેની મિનિટ્સ પરથી સ્પષ્ટ થઇ ગયું હોવાથી સત્રના પાછલા ભાગમાં સારું શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું.
ફેડરલે જૂન અને જુલાઇ મહિનામાં અનુક્રમે ૫૦ બેસિસ પોઇન્ટનો લ્યાજ વધારો કરીને તેની અર્થતંત્ર પર પડનારી અસરનું વિશ્ર્લેષણ કરવાની તૈયારી જાહેર કરી હોવાથી બજારને રાહત થઇ છે અને પરિણામે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન સેગમેન્ટની એક્સપાઇનરીના દિવસે મજબૂત લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં ૨૪ કંપનીઓ વધી હતી, જ્યારે ૬ કંપનીઓ ઘટી હતી. બીએસઈમાં સેન્સેક્સ ગુરૂવારે ગઈ કાલના ૫૩,૭૪૯.૨૬ના બંધથી ૫૦૩.૨૭ પોઈન્ટ્સ (૦.૯૪ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૫૩,૯૫૦.૮૪ ખૂલી, ઉપરમાં ૫૪,૩૪૬.૨૨ સુધી, નીચામાં ૫૩,૪૨૫.૨૫ સુધી જઈ અંતે ૫૪,૨૫૨.૫૩ બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ ૨૫૦.૫૦ કરોડ રહ્યું હતું, જે પાછલા સત્રમાં ૨૪૮.૨૭ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં ૨.૨૩ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. નિષ્ણાતો માને છે કે રીલીફ રેલીથી હરખાઇ જવાની જરૂર નથી, કારણ કે હજુ અનેક નકારાત્મક પરિબળો મોજૂદ છે. આ પરિબળોમાં ઇન્ફ્લેશનનું સતત વધતું દબાણ, રશિયા અને યુક્રેન વચ્ચે જારી રહેલી લશ્કરી અથડામણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી મુખ્ય છે. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૦.૯૩ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૧.૦૧ ટકા, બીએસઈ મીડ કેપ ૧.૪૪ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૭૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૧.૦૫ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૧.૦૨ ટકા, બીએસઈ ઓલ કેપ ૧.૦૦ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૯૭ ટકા વધ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.