તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો નટૂ કાકાને ખૂબ યાદ કરી રહ્યા હતા. હવે મેકર્સે નવા નટૂ કાકા શોધી કાઢ્યા છે. શોના ઓફિશિયલ ઇનસ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને નવા નટૂ કાકાની ઝલક દેખાડવામાં આવી છે. આ તસવીરમાં અસિત મોદી સાથે જે ભાઇ ઊભા છે એ જ હવે શોમાં નટૂ કાકાનો રોલ ભજવતા નજરે ચડશે.
એટલે હવે ફરી એકવાર શોમાં કાકા-ભત્રીજાની જોડી એટલે કે નટૂ કાકા અને બાઘા મળીને લોકોને પેટ પકડીને હસાવશે. નોંધનીય છે કે છેલ્લા 13 વર્ષથી ઘનશ્યામ નાયક નટૂ કાકાની ભૂમિકા ભજવી રહ્યા હતા, પરંતુ ગયા વર્ષે તેમનુ નિધન થયુ હતું. તેઓ કેન્સરથી પીડાઇ રહ્યા હતા. હવે શોમાં કિરણ ભટ્ટ નટૂ કાકાનું પાત્ર ભજવશે.
