તમારું સંતાન તમારાં સપનાં પૂર્ણ કરવાનું કે તમારી નિષ્ફળતાને સફળતામાં બદલવાની ચાવી નથી

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી-શ્ર્વેતા જોષી-અંતાણી

વહેલી સવારનો પાંચેક વાગ્યાનો સમય. શિયાળાની ઋતુના આગમનને બહુ વાર નહોતી એટલે વાતાવરણમાં પણ ગુલાબી ઠંડક વર્તાઈ રહી હતી, એમાં પણ વૃક્ષોથી આચ્છાદિત એ જોગિંગ ટ્રેક પર થોડી વધુ જ ઠંડી લાગી રહી હતી, પરંતુ સામેના ટ્રેક પર પુરજોશથી દોડી રહેલા નાના-મોટા એથ્લેટ્સ ટૂંક સમયમાં આવનારી ચેમ્પિયનશિપની પુરજોશથી તૈયારી કરી રહ્યા હતા જેનો ગરમાવો બાળકોને એક્ટિવ રાખવા મથતાં માતા-પિતા સુધી પહોંચવા અક્ષમ હોઈ ચુસ્ત બાળકોના સુસ્ત પેરેન્ટ્સ તરીકે અન્ય જોગર્સમાં પ્રચલિત હતાં. ક્યારેક જોગર્સ પાર્કમાં આવતા-જતા વડીલોમાંથી કોઈ ટકોર પણ કરી બેસતું કે તમે પણ અહીં બેસી રહેવા કરતાં થોડું ચાલી લો, પરંતુ એકાદ-બેને બાદ કરતાં મોટા ભાગના વાલીઓ પર તેની કોઈ જ અસર થતી નહીં. તેઓ પોતપોતાના મોબાઈલમાં કે આસપાસ ગુસપુસ કરવામાં સમય પસાર કરી દેતાં.
રોજની માફક આજે પણ દરેક પેરેન્ટ્સ એ જ રીતે વ્યસ્ત હતા ત્યાં સામે દોડી રહેલાં બાળકોના ઝુંડમાંથી એક લાંબો, તીણો ભેંકડો સંભળાયો. લગભગ બધા જ સમજી ગયા કે એ કોણ હતું. એ હતી… લહેર. એનું આ રોજનું હતું. તેરેક વર્ષની લહેર શરૂઆતના બે-ત્રણ રાઉન્ડમાં જ થાકી જતી અને પછીનો આખો કલાક રોવામાં વિતાવતી. તેની મમ્મી પણ ભદ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરતી એટલે બધા સામે લહેર પર ગુસ્સો કર્યા વગર મગજને ઠંડું રાખી દીકરીને સમજાવવા પ્રયત્નશીલ બની, પરંતુ સામા પક્ષે લહેરની ‘મારે દોડવું નથી’ની કરાઈ રહેલી જીદ સામે ન ઝૂકવાનો દૃઢ નિશ્ર્ચય પણ તેના ચહેરા પર વર્તાતો. આજે પણ રોતી-કકળતી લહેરે દોડવાનું બંધ કર્યું એટલે કોચ ગિન્નાયા. થોડો ડારો દઈ તેઓએ બીજાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ તરફ ફરી પાછું મા-દીકરી વચ્ચે શીતયુદ્ધ શરૂ થયું. લહેરનું રોવાનું અને મમ્મીનું તેને ગમે તે ભોગે પાછી દોડાવવાનું. એક… બે… પાંચ… દસ… પંદર મિનિટે આસપાસના અન્ય વાલીઓ સવાર સવારમાં ચાલી રહેલા આ કકળાટથી કંટાળ્યા. અંતે અમુક આઘા ખસ્યા, અમુકે ફરી ગુસપુસ ચાલુ કરી, કોઈકે મોં મચકોડ્યું તો અમુક મનોમન સમસમી રહ્યા. એમાંથી એક વિહાની મમ્મીએ એવું કહેવાની હિંમત કરી કે ‘એને નથી ગમતું તો શા માટે કરાવો છો?’ ત્યારે લહેરની મમ્મીનો જવાબ હતો, ‘એવું થોડું ચાલે? ફિઝિકલ એક્ટિવિટી તો જીવનમાં જરૂરી છે.’ આવું બોલતાં કદાચ તેમની નજર પોતાના શરીર પર ચડેલા ચરબીના થર પર નહીં પડી હોય. ‘જુઓ, આ બીજી બધી છોકરીઓ કેવી ફિટ છે, તાકાતવાળી છે, કોઈને કંઈ તકલીફ નથી. અમારે આને બસ કંઈ જ કરવું નથી. બધામાં વાંધા ઊભા કરતાં જ આને આવડે, એની પાછળ ગમે તેટલા હેરાન થાઓ, એનું વળતર શૂન્ય જ મળે.’ આમ પણ સાવ ઓછું બોલવાનું પસંદ કરનારી લહેર ચૂપચાપ મમ્મીનો આવો પોતાની નબળાઈઓનો જાહેરમાં કરાતો ફજેતો સાંભળી મનોમન સમસમી રહી હતી. કોઈ પણ જગ્યાએ કરી લેવામાં આવતી પોતાની નાનીમોટી સરખામણીથી તે ખૂબ નાસીપાસ થઈ જતી. ક્યારેક ઘેરથી ભાગી જવાના તો ક્યારેક મરી જવાના વિચારો આવવા લાગ્યા હતા. ધીમે ધીમે સરખામણી થઈ જવાના ડરે ખૂલીને કંઈ જ ન બોલી કે કરી શકતી લહેરની મન:સ્થિતિથી દરેક વ્યક્તિ અજાણ હતી. એટલે સુધી કે એ ક્યાંય પણ જાય હવે એકલી જ રહેવાનું પસંદ કરતી. મિત્રો બનાવતાં પણ એને ડર લાગવા લાગ્યો હતો કે વળી પાછી એની કોઈ આવડત જોઈ પોતાની અણઆવડત ઉજાગર કરતાં મમ્મી વાર નહીં લગાડે.
ખેર, આવા અનેક કિસ્સાઓ નજર ફેરવતાં આપણી સમક્ષ તરવરી ઊઠે જે આપણી જ આસપાસમાં ટીનેજર્સ અને તેઓના પેરેન્ટ્સ વચ્ચે બનતા હોય છે. જેમાં મુખ્ય તકલીફ છે – ‘સત્યના સ્વીકારની’.
અંગ્રેજી આલ્ફાબેટ્સમાંનો પ્રથમ અક્ષર એટલે – ‘અ’. બાળક માટે ‘અ રજ્ઞિ આાહય’ ભલે હોય, પરંતુ પેરેન્ટ્સ માટે ‘અ રજ્ઞિ અભભયાફિંક્ષભય’ છે. જી હા, તમારું સંતાન જેવું છે તેવું સ્વીકારવાની આવડત કે પછી તમે ખુદ જેવા છો એવા જ લોકો સમક્ષ રજૂ થઈ શકવાની તૈયારી એટલે ‘અભભયાફિંક્ષભય’. તમને એમ થશે કે એમાં શું? અમે અમારા સંતાનને સ્વીકારીએ જ છીએને! પરંતુ નહીં, સ્વીકાર એટલે એવો સ્વીકાર કે જેમાં તેઓનાં ગમા-અણગમા, મરજી-નામરજી, કુદરતી શક્તિઓ અને નબળાઈઓ દરેકનો સ્વીકાર થતો હોય. જેમાં એ વાતનો સ્વીકાર થતો હોય કે તેઓની વારંવાર સરખામણી ન કરાતી હોય. એક વાત યાદ રાખો કે તમારું સંતાન તમારાં સપનાંઓને પૂર્ણ કરવાનું કે તમારી નિષ્ફળતાઓને સફળતામાં બદલવાની ચાવી નથી. તમે જે જીવનમાં કરવા માગતા હતા તે સંતાન દ્વારા કરાવવાની ઘેલછા એ ‘ફભભયાફિંક્ષભય’ કે સ્વીકાર નથી.
ભણવામાં અતિ હોશિયાર એવા માહીરે એક દિવસ મમ્મીને કહ્યું, ‘હું લિટરેચર લઉં? મને લાગે છે કે મારો ઈમેજિનેશન પાવર બહુ સારો છે, હું એક સારો રાઈટર બની…’ માહીરનું વાક્ય પૂરું થાય એ પહેલાં તો તેના ગાલ પર જોરથી થપ્પડ પડી, ‘ભાન પડે છે કંઈ? જોઈ આવ બીજા બધા કેવા ભણીગણીને હોશિયાર થવા માગે છે.’ …આવું બોલી બિચારાનાં સપનાંઓ ઊગતાં પહેલાં જ ડામી દેવાયાં. આ પ્રકારની તરુણોની સરખામણી કરવી ખોટી છે. હા, તેઓને શાંતિથી તેનાં સારાં-નરસાં પાસાંઓ સમજાવી ચોક્કસ શકાય, પરંતુ તેઓની વાતનો સંપૂર્ણ અસ્વીકાર કરવો એ ખૂબ જ ખરાબ વાત છે.
આપણને સહુને સ્વસ્થ સમાજ જોઈએ છે, પરંતુ તે તરફની પહેલ આપણામાંથી કોઈએ કરવી નથી. જાગ્યા ત્યારથી સવાર એમ માની જો સંતાનની યિફહ તયહરનો આપણે સ્વીકાર કરતા થઈએ અને તેઓને પણ શીખવાડીએ તો કદાચ ભવિષ્યમાં એક દિવસ એવો આવે કે જેમાં સમાજ બદલાવાની શક્યતાનો સૂરજ ઊગે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.