Homeટોપ ન્યૂઝડૉલરમાં મજબૂતાઈ અને વિદેશી ફંડોની ઈક્વિટીમાં વેચવાલી રહેતાં રૂપિયો ૧૪ પૈસા નરમ

ડૉલરમાં મજબૂતાઈ અને વિદેશી ફંડોની ઈક્વિટીમાં વેચવાલી રહેતાં રૂપિયો ૧૪ પૈસા નરમ

[ad_1]

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ગઈકાલે પણ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૪૬૧૨.૬૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસા નબળો પડીને ૮૨.૩૫ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૨૧ના બંધ સામે નરમાઈના ટોને ૮૨.૩૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૩૫ અને ઉપરમાં ૮૨.૧૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી વધુ ૧૪ પૈસાના ઘટાડા સાથે ૮૨.૩૫ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળેથી સાધારણ ૦.૦૧ ટકા ઘટીને ૧૧૩.૨૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩૯ ટકા વધીને બેરલદીઠ ૯૪.૬૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૨.૧૦થી ૮૨.૮૦ આસપાસની રેન્જમાં અથડાતો રહે તેવી શક્યતા નકારી ન શકાય.

[ad_2]

RELATED ARTICLES

Most Popular