સાંપ્રત – એન. કે. અરોરા
૨૦૧૮માં અધિનિયમ પસાર થયો ત્યારથી લઈને અત્યાર સુધી પાકિસ્તાનમાં ૨૩,૦૦૦ પુરુષો સેક્સચેન્જ કરીને મહિલા બની ચૂક્યા છે
વર્ષ ૨૦૧૮માં પહેલી વખત પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર માટે સમુદાય બનાવવામાં આવ્યા, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારના સંરક્ષણ માટે અધિનિયમ ૨૦૧૮એ સોશિયલ મીડિયા પર બબાલ મચાવી દીધી છે, કારણ કે એવું કહેવાઈ રહ્યું છે કે આ બિલના આવી જવાને કારણે અત્યાર સુધી પાકિસ્તાનમાં આશરે ૨૩ હજાર પુરુષો મહિલા બની ચૂક્યા છે, આને કારણે કટ્ટરપંથી સંગઠનો ખૂબ જ ખફા છે અને જેમ બને તેમ જલદી આ અધિનિયમને રદ કરવાની માગણી કરી રહ્યા છે.
જોકે, પાકિસ્તાનના એક મીડિયા હાઉસ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં પણ આ દાવાને કોઈ પ્રકારનું સમર્થન નથી મળ્યું. પણ સોશિયલ મીડિયા પર પ્રકારના પોસ્ટનો ઘોડાપુર જોવા મળી રહ્યું છે, જેને કારણે પૂરા પાકિસ્તાનમાં આ કાયદાને લઈને સામાન્ય નાગરિકો વચ્ચે જોરદાર ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર, ૨૦૨૨માં પાકિસ્તાનની સંસદના ઉચ્ચ સદનમાં આ અધિનિયમને લઈને જોરદાર બહેસ ચાલી રહી છે અને હજી પણ ચાલી જ રહી છે. એક પક્ષ છે જે આ કાયદાને લોકતાંત્રિક માને છે અને ટ્રાન્સજેન્ડર સમુદાયના માનવઅધિકારની વાત કરી રહ્યો છે. જ્યારે બીજો પક્ષ છે જે આને સામાજિક વિકૃતિનું નામ આપી રહ્યો છે.
પાકિસ્તાનમાં એવા લોકો પણ છે જે ટ્રાન્સજેન્ડર સમુદાયના અધિકારોને ત્રીજા લિંગના રૂપમાં માન્યતા આપવાની તરફેણ કરી રહ્યા છે. પણ સોશિયલ મીડિયા પર આ વિવાદ ઓલમોસ્ટ નિયંત્રણ બહાર જતો રહ્યો છે.
ત્યાં લોકો મોટા પ્રમાણમાં આનો વિરોધ કરી રહ્યા છે. અહીંના લોકોનું એવું માનવું છે કે હજી તો આ અધિનિયમ છે ત્યાં જ જો લોકો આટલા મોટા પ્રમાણમાં સેક્સચેન્જ કરાવતા હોય તો જ્યારે એને સ્થાયી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે ત્યારે શું થશે?
ઈસ્લામિક વિચારધારા પરિષદ (સીઆઈઆઈ)ને ઘોષણા કરી છે કે આ અધિનિયમના તમામ પ્રાવધાન ઈસ્લામી શરિયાને અનુરૂપ નથી. એટલે તરત જ તેને રદ કરવામાં આવે. જો, આવું નહીં કરવામાં આવે તો આ કાયદો અનેક પ્રકારની નવી નવી સમસ્યાઓને જન્મ આપશે, જ્યારે વાસ્તવિક ઈન્ટરસેક્સ લોકોના અધિકારોની રક્ષા કરવાની આવશ્યકતા ઊભી થશે.
સીઆઈઆઈએ પોતાની માગણી સરકારો સમક્ષ રજૂ કરી દીધી છે અને આ માટે એક સમીક્ષા સમિતિનું ગઠન કરવાની માગણી પણ કરવામાં આવી છે, જેમાં ધાર્મિક મૌલવીઓની સાથે સાથે ચિકિત્સા વિશેષજ્ઞોની હાજરી પણ હોવી જ જોઈએ જેથી આવી બાબતોની બધા જ પાસાંઓનો વિસ્તારપૂર્વક વિચાર કરી શકાય. છેલ્લાં કેટલાક દિવસની પાકિસ્તાનના ઉચ્ચ સદનમાં કાયદાની બહેસ દરમિયાન અધ્યક્ષ સાદિક સંજરાનીએ પણ કહ્યું છે કે અધિનિયમ હાલમાં રજૂ કરવામાં આવેલા સંશોધન પર વિચાર કરવા માટે ગઠિત કરવામાં આવેલી સમિતિ, ધાર્મિક વિદ્વાનોની સમીક્ષા બનાવવામાં આવશે.
વાત જાણે એમ છે કે ૨૦૧૮નો આ અધિનિયમ નાગરિકોને પુરુષ, મહિલા કે ટ્રાન્સજેન્ડરના રૂપમાં પોતાની સ્વતંત્ર ઓળખ અપાવવાની ખાતરી આપે છે. આ ટ્રાન્સજેન્ડર સમુદાયને પાસપોર્ટ, રાષ્ટ્રીય ઓળખ પત્ર, ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત તમામ સત્તાવારના દસ્તવેજો પર પોતાની ઓળખ રજિસ્ટર કરાવવાની છૂટ આપે છે. પણ કેટલાક કટ્ટરપંથી રાજનૈતિક દળો અને સંગઠનોને આ વાત જરા પણ પસંદ નથી આવી. જમાત- એ- ઈસ્લામીના સિનેટર મુશ્તાક અહેમદ ખાને પણ આ વિષયમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી યાચિકામાં દાવો કર્યો છે કે સમલૈંગિક વિવાહ અને સમલૈંગિક્તાને કાયદેસર માન્યતા આપે છે. પણ પાકિસ્તાની સંસદના અધ્યક્ષ સાદિક સંજરાની આનો ઈનકાર કરે છે.
સંજરાનીએ સ્પષ્ટ શબ્દોમાં એવું કહ્યું છે કે ઈસ્લામિક કાયદાઓની વિરુદ્ધ કંઈ પણ નહીં કરવામાં આવે. હકીકતમાં આ કાયદો સ્કૂલ, ઓફિસ અને જાહેર સ્થળો પર ટ્રાન્સજેન્ડર લોકો સાથે થઈ રહેલાં ભેદભાવ પર પ્રતિબંધ મૂકવાનું કામ કરે છે.
એટલું જ નહીં પણ તેમના વોટ આપવાનો અને વારસાગત મિલકતના અધિકારને સુરક્ષિત કરવાનું કામ કરે છે, જે મોટાભાગના લોકોને રાસ નથી આવી રહ્યું. ઉ