ટેકઓફ બાદ અચાનક એન્જિન બંધ પડતાં એરઈન્ડિયાના વિમાનનું મુંબઈ એરપોર્ટ પર થયું ઈમરજન્સી લેન્ડિંગ

દેશ વિદેશ

ટાટા ગ્રુપ સંચાલિત એર ઈન્ડિયાના A30neo એરક્રાફ્ટના એન્જિનમાં ખામી સર્જાતા મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર મુંબઈથી બેંગ્લોર માટે જઈ રહેલા વિમાનમાં ટેકઓફ બાદ ટેક્નિકલ ખામી સર્જાતા એન્જિન હવામાં બંધ થઈ ગયું હતું.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર પ્રવાસીઓ માટે બીજા વિમાનની વ્યસ્થા કરીને બેંગ્લોર મોકલવામાં આવ્યા હતાં. મુંબઈ એરપોર્ટથી 9.43 વાગ્યે ઉડાન ભર્યા બાદ પાયલટને ટેક્નિકલ ખામીની જાણ થયા બાદ સવારે 10.10 વાગ્યે પાછું મુંબઈ લેન્ડ કરવામાં આવ્યું હતું.

 

 

આ ઘટનાની તપાસ એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે આ પહેલા ગુરુવારે દિલ્હીથી શિરડી જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ ખરાબ હવામાનને કારણે શિરડીમાં લેન્ડ થઈ શકી નહોતી તેથી ફ્લાઈટને મુંબઈમાં લેન્ડ કરવામાં આવી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.