ભારતમાં ભગવાન ગણેશના અનેક મંદિર સ્થિત છે. દરેક મંદિર પોતાના ચમત્કારોને કારણે દુનિયામાં પ્રસિદ્ધ છે. પ્રથમ પૂજ્ય ગણપતિનું એક એવું પણ મંદિર છે જ્યાં તે પોતાની પાંચ પત્નીની સાથે બન્ને પુત્ર અને પૌત્રો સાથે વિરાજમાન છે. માનવામાં આવે છે કે આ ગણપતિનું એક માત્ર મંદિર છે જ્યાં તેઓ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે વિરાજમાન છે. જાણો આ મંદિર વિશે ખાસ.
પરિવાર સાથે વિરાજમાન છે ગણપતિ બાપ્પા
ઈન્દોર શહેરના પશ્ર્ચિમ ક્ષેત્રમાં વિદ્યાધામ ગણેશ મંદિર સુપ્રસિદ્ધ છે. આ મંદિરમાં ભગવાન ગણેશ પોતાની પાંચ પત્ની ઋદ્ધિ, સિદ્ધિ, તુષ્ટિ,પુષ્ટિ અને શ્રી તેમ જ બે પુત્ર શુભ અને લાભ અને બે પૌત્ર આમોદ અને પ્રમોદ સાથે વિરાજમાન છે.
ક્યારે થયું હતું નિર્માણ
માનવામાં આવે છે કે વર્ષ ૧૯૯૫માં વિદ્યાધામ જ્યારે બન્યું હતું ત્યારે તે જગ્યાએ સ્થિત ૧૪ મંદિરમાં ગણેશનું મંદિર પણ બનાવવામાં આવ્યું હતું. આ સ્થાનની સ્થાપના સ્વર્ગીય મહામંડલેશ્ર્વર ગિરજાનંદ સરસ્વતીએ કરાવી હતી.
ગણેશ ઉત્સવ ઉજવાય છે ખાસ
ગણેશ ઉત્સવ દરમિયાન આ મંદિરમાં રોજ કોઈને કોઈ અનુષ્ઠાન થાય છે. જેમાં ૧૦૮ ગણપતિ અથર્વશીર્ષના પાઠ ઉપરાંત ૧૧૦૦ લાડુનો ભોગ લગાડવામાં આવે છે.
આ વિદ્યાધામ મંદિર ક્યા આવ્યું છે
વિદ્યાધામ મંદિરના પંડીત કહે છે કે ભગવાન ગણેશની પાંચ પત્નીવાળું આ એક જ મંદિર છે. અન્ય મંદિરોમાં માત્ર રિદ્ધિ-સિદ્ધિ સાથે જ વક્રતુંડના દર્શન થાય છે. ભક્તોને પણ તેમના ત્રણ પત્ની વિશે જાણકારી ઓછી છે. આનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે છે. આ સ્થાન મુખ્યત: શ્રી વિદ્યા રાજરાજેશ્ર્વરી માં પરામ્બા લલિતા મહાત્રિપુરસુંદરીને સમર્પિત છે. અહીં દેવી મહાત્રિપુરસુંદરીની આઠ ફૂટ ઊંચી મૂર્તિ છે. આ મૂર્તિમાં દેવી સિંહ પર નહીં, પરંતુ મહાદેવની નાભિમાંથી નીકળી કમળ પર વિરાજમાન છે.
દરેક પ્રહરમાં લાગે છે ભોગ
અહીં સ્થિત તમામ મંદિરમાં સૂર્યોદયમાં રાત્રે વિશ્રામ આરતી સુધી દરેક પ્રહરનો ભોગ લગાવવામાં આવે છે. અહીં દિવસે બે વાર શ્રીંગાર થાય છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવેલા આ મંદિરમાં શિવ પરિવાર અને ગણેશ પરિવારના દર્શન થાય છે.
વિદ્યાધામ પર સ્થિત છે આ મંદિર
ભગવાન પરશુરામ, હનુમાન, શાલિગ્રામ, નવગ્રહ, શીતલા માતા અને ભૈરવજીના મંદિર પણ છે. વર્ષ દરમિયાન મંદિરમાં વિવિધ આયોજન પણ થાય છે.