જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

કચ્છી વિશા ઓશવાળ જૈન
તલવાણાના રાજેશ (રાજા) મગનલાલ દેઢીયા (ઉં.વ. ૪૮), તા. ૧૩-૬-૨૨ના દેશમાં અવસાન પામ્યા છે. સ્વ. લીલબાઇ લખમશી મેઘજીના પૌત્ર. સ્વ. લક્ષ્મીબેન મગનલાલના પુત્ર. સ્વ. જયશ્રી, નીતીન, સ્વ. દિનેશના ભાઇ. બિદડાના કુંવરબાઇ ગાંગજી દેશરના દોહીત્ર. પ્રાર્થના રાખેલ નથી. નીતીન મગનલાલ, તલવાણા, માંડવી (કચ્છ).
ગુંદાલા હાલે વાશી, નવી મુંબઇના જયાબેન મણીલાલ શાહ (દેઢીયા) (ઉં.વ. ૬૩), તા. ૧૪-૬-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. ગુંદાલાના ઝવેરબેન લખમશી શાહના પુત્રવધૂ. મણીલાલ લખમશી શાહના ધર્મપત્ની. હેમંત (લકી)ના માતુશ્રી. મોટી ઉનડોઠના મણીબેન કલ્યાણજી મુલજી છેડાના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ: હેમંત મણીલાલ શાહ, બી-૨૧૬, વેલફેર ચેમ્બર, સેક્ટર-૧૭, વાશી, નવી મુંબઇ-૪૦૦૭૦૩.
ભારાપરના લક્ષ્મીચંદ વીરજી વીરા (ઉં.વ. ૮૧) ૧૪-૬-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાંબાઇ વીરજીના પુત્ર. કસ્તુરના પતિ. ગૌરી (પજ્ઞા) કોમલ, હરમેશના પિતા. તલવાણા રતનબાઇ મોરારજી, મુલચંદ, વિનોદના ભાઇ. બાડા હાંસબાઇ વેરશી લખમશી હરીયાના જમાઇ. એડ્રસ: લક્ષ્મીચંદ વીરા, બી/૨, વર્ધમાન કુટીર, શંકર ગલી, દેરાસરની સામે, કાંદીવલી (વે.) ૬૭. પ્રાર્થના રાખેલ નથી.
ભોરારા હાલે (ચેન્નઇ)ના જશવંતી દેઢીયા (ઉં.વ. ૬૬) તા. ૧૪-૬-૨૨ના દેવલોક પામ્યા છે. સ્વ. દિનેશના ધર્મપત્ની. મણીબેન મોરારજીના પુત્રવધૂ. ફીયોના, ટવીંકલના મમ્મી. હીરબાઇ વશનજીના પુત્રી. રમેશ, કાંતી, સુલોચનાના બેન. ત્વચાદાન, ચક્ષુદાન કરેલ છે. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી. સરનામુ: જયંતીલાલ દેઢીયા, બીન્ની નોર્થ ટાઉન, પેરમ્બુર, ચેન્નઇ.
શ્રી ઝાલાવાડ સ્થાનકવાસી જૈન
સુરેન્દ્રનગર હાલ વિલે પારલા, સ્વ. હંસાબેન શાંતિલાલ મહેતાની પુત્રવધૂ, શ્રીમતી બિનાબેન (ટીનુ) કેતનભાઈ મહેતા (ઉં.વ. ૫૭), તે શારદાબેન ચંદુલાલ શાહની દિકરી. તે સીમા કલ્પેશભાઈ, પ્રિતી વિપુલકુમાર દોશીના ભાભીશ્રી. તે કરીશ્મા અભિષેક અને દ્રિષ્ટી અંકીતકુમાર ગુડકાના માતુશ્રી. તે સ્વ. મનીષભાઈ અને મેહુલભાઈના બહેન શુક્રવાર, તા. ૧૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુંટવડા હાલ મુલુંડ સ્વ. ધનસુખરાય રતનશી ગાંધીના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં.વ. ૯૦), તે અરૂણભાઈ, રાજેશભાઈ, રાજેન્દ્રભાઈ, હંસાબેન, મૃદુલાબેન, સુરેખાબેન, મીનાબેનના માતુશ્રી. નરેન્દ્રકુમાર, વિરેન્દ્રકુમાર, પંકજકુમારના સાસુજી. તે પિયરપક્ષે જેકોરબેન પ્રભુદાસ વિઠ્ઠલદાસ શાહ, ટાણાવાળાની સુપુત્રી. સચીન, કેયુર, શિરીન, તૃપ્તી, કૌશલ અને મીનલના નાનીમા, મંગળવાર, તા. ૧૪-૬-૨૨ના અવસાન પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુર નિવાસી હાલ મુંબઈ અ.સૌ. દક્ષાબેન (ઉં.વ. ૭૧) તે હસમુખભાઈ સુમિતલાલ મણિયારના ધર્મપત્ની. સ્વ. વિમળાબેન પનાલાલ પારેખના દીકરી. નિશિતા શાંતિલાલ શાહ, અંજના અંજુ સૌમિલકુમાર શાહ, નેહા નલિનકુમાર પારેખના માતુશ્રી. હેતના નાની. મીનાક્ષીબેન દિલીપકુમાર દસાડિયાના ભાભી. ૧૪/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. સી ૧, સી ૪૪, મહાવીર નગર, શંકર લેન, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ભાવનગરના હાલ મુલુંડ સ્વ. જયાબેન અને સ્વ. અમૃતલાલ ગુલાબચંદ શાહના પુત્ર ધીરજલાલ (ઉં. વ. ૭૩) ૧૩-૬-૨૨ના સોમવારના શ્રી અરિહંતશરણ પામેલ છે. તે બળવંતભાઈ, સ્વ. અરુણભાઈ, નવિનભાઈ અને હંસાબેનના મોટાભાઈ. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધારીના હાલ રાજકોટ રમણીકલાલ જીવરાજ રૂપાણી (ઉં. વ. ૯૪) તે ૧૨-૬-૨૨ના પૂના મુકામે અરિહંતશરણ પામેલ છે. તે ભાનુબેનના પતિ તથા સ્વ. ઈલાબેન કિરીટભાઈ શાહ, માયાબેન રાજુભાઈ સંઘવી તથા શિલ્પાબેન તુષારભાઈ કામદાર અને સ્વ. નિમેષભાઈના પિતાશ્રી. સ્વ. પ્રેમચંદભાઈ, સ્વ. કાન્તિભાઈ, સ્વ. ધીરૂભાઈ અને સ્વ. અચરતબેન શાંતિલાલ દોશી, હીરાબેન અમૃતલાલ મોદીના ભાઈ તથા સ્વ. ભોગીભાઈ, શશીકાંતભાઈ, મહેન્દ્રભાઈ રામજીભાઈ મહેતાના બનેવી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.