જૈન મરણ

મરણ નોંધ

મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન
વાંકાનેરના હાલ બોરીવલી સ્વ. શાંતાબેન મનસુખલાલ અંદરજી સંઘવીના પુત્રવધૂ મોહિનીબેન જગદીશ સંઘવી (ઉં. વ. ૬૪) અંકિત તથા કેતકીના માતુશ્રી. સ્વ. હસમુખભાઈ, રમેશભાઈ, સ્વ. હીરાબેન પ્રાણલાલભાઈ પટેલના ભાભી. સ્વ. મણીલાલ રાયચંદ મહેતાની પુત્રી. વર્ષાબેન વિજયભાઈ, પ્રીતિ અશોકભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. કુસુમબેન, ભારતીબેન, સ્વ. ભગીનીબેન, ભાવનાની બેન ૭-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે.
હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જામનગરના હાલ મુલુંડ ચંદ્રકાંતભાઈ ગિરધરલાલ શેઠ (ઉં. વ. ૮૭) ૭-૬-૨૨, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. પ્રીતી રાજેશ ગાંધી, રૂપલ દેવેન શાહ તથા રાજેશના પિતાશ્રી. હેતલના સસરા. ભવ્યના દાદા. સ્વ. શણગારબેન, સ્વ. મુકતાબેન, સ્વ. જયાબેન, સ્વ. ચંદનબેન, સ્વ. વસંતબેન તથા સુરેશભાઈના ભાઈ. સ્વ. મનસુખલાલ પિતામ્બર સંઘવીના જમાઈ. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
ઝાલાવાડ વિશા શ્રીમાળી જૈન
બોટાદ હાલ વાલકેશ્ર્વર સ્વ. હિંમતલાલ શીવલાલ શાહના સુપુત્ર ચિ. રમેશના ધર્મપત્ની કવિતા (ઉં.વ. ૫૧) તે તા. ૭-૬-૨૨ને મંગળવારના અરિહંતશરણ પામેલ છે. રાજ-રિષિના માતુશ્રી. નીતા – જીતેન્દ્રભાઈ, રૂપા – લલીત, ગીતા – પ્રકાશભાઈ, છાયા – પંકજભાઈ, વૈશાલી જયેશભાઈ, ગીતાબેન દિવ્યકાંત સલોતના ભાભી તથા પિયર પક્ષે સાયલા નિવાસી હાલ કાંદિવલી સ્વ. હિંમતલાલ મલુકચંદ શાહ, હિરાબેનની સુપુત્રી. પ્રાર્થનાસભા તા. ૧૧-૬-૨૨ને શનિવારે સાંજે ૪.૩૦થી ૬. અરિહંત વંદનાવાલી રાખેલ છે. સ્થળ: ભારતીય વિદ્યાભવન, ગામદેવી, ચોપાટી, મુંબઈ.
દશા શ્રીમાળી વણિક જૈન
કચ્છ માંડવી નિવાસી હાલ મુલુંડ સ્વ. વાડીલાલ નાનાલાલ શાહના ધર્મપત્ની રંજનબહેન (ઉં.વ. ૭૮) ૭-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે જીતેશભાઈના માતા. તે કલ્પનાબહેનના સાસુ. તે પલક, ઈશીકાના દાદી. તે કચ્છ અંજારના સ્વ. જેઠાલાલ વચ્છરાજ શાહના પુત્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
નવાવાસના વલ્લભજી ગાલા (ઉં.વ. ૮૬), તા. ૭-૬-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી દેવકાંબેન દેવજી (કચરાબાપા) કરમશીના પુત્ર. વિમળાબેનના પતિ. તુષાર, ભાવના, જયેશના પિતા. ખેતશી, ટોકરશી, દામજી, લક્ષ્મીચંદ, બાડાના ખેતબાઇ લાલજી, નવાવાસના જેતબાઇ શીવજી, રાયણના પુતળીબાઇ મગનલાલ, મણીબેન રવજીના ભાઇ. બાડાના લક્ષ્મીબેન રતનશી ઉમરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ ગાલા, નવનીતનગર, એચ/૩૦૨, દેશલેપાડા, ડોંબીવલી (ઇ.).
મોટા આસંબીયાના તલકશી ખેતશી છેડા (ઉં.વ. ૭૯) તા. ૬-૬-૨૨ના અવસાન પામેલ છે. માતુશ્રી માકબાઈ ખેતશી પ્રેમજીના સુપુત્ર. કોડાયના માતુશ્રી પાનબાઈ ખીમજી ઊમરશી ગોગરીના જમાઈ. ઈંદુબેનના પતિ. તૃપ્તી, હેતલના પિતાશ્રી. મોટા આસંબીયાના જીવરાજ ખેતશી, નાગજી ખેતશી, કાંડાગરાના મઠાબેન મેઘજી, મોટા આસંબીયાના મમીબાઈ નેણશી, બિદડાના વેજબાઈ દેવજીના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. તલકશી કે. છેડા: ૨૨૩, નવરત્ન બિલ્ડીંગ, બ્લોક નં. ૧૩, સાયન (ઈ), મુંબઈ-૨૨.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.