જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મોટા ખુંટવડા હાલ વોર્ડન રોડ (મુંબઇ) સ્વ. વૃજલાલ ગીરધરલાલ દોશીના ધર્મપત્ની દમયંતીબેન દોશી (ઉં. વ. ૯૦) તે સ્વ. કાંતિલાલ દોશી તથા સ્વ.દલીચંદભાઇ દોશીના નાનાભાઇના પત્ની. તે મીનાબેન નીખીલેશભાઇ ચૌધરી, અમીતાબેન પંકજભાઇ દોશી તથા જીતેન્દ્ર વૃજલાલ દોશીના માતુશ્રી. અ.સૌ. દિપાલીના સાસુ. શિવાની, સોનુ, અનેરી, આરતી, રાજવી, મિતુલ, સોનાક્ષી તથા રૂશાંકના દાદી. તે સ્વ. કપૂરબેન ફૂલચંદ શેઠ (સાવરકુંડલા)ના દીકરી તા ૨૧-૧૧-૨૨ના સ્વર્ગવાસ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી જૈન
જેતપુર હાલ વડાલા મધુબેન દેસાઇ (ઉં. વ. ૮૪) તે સ્વ. ચંદ્રકાન્ત ધીરજલાલ દેસાઇના પત્ની. બીપીન સંજયના માતુશ્રી. મીના, શર્મિલાના સાસુ. ચિરાગ કેતા વિરાંશ, નિહાર સરગમ, રોહન શરવરી આર્યનના દાદી. સુરેખાબેન, પંકજભાઇના કાકી. સ્વ. ચંપાબેન જયંતિલાલ કામદારના સુપુત્રી બુધવાર, તા. ૨૩-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સાવરકુંડલા નિવાસી હાલ મલાડ ભૂપતરાય ગુલાબચંદ ઠોસાણીના ધર્મપત્ની અ.સૌ. કલ્પનાબેન (ઉં.વ. ૬૮) તે ૨૧/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. પ્રિયવંદાબેન છોટાલાલ વાઘાણીના પુત્રી. મિતુલ, દીપ્તિ (સોની) પાર્થ સંતોકીના માતુશ્રી. સ્વ. હીનાબેન હરીશ કામદારના મોટાબેન. ચંદ્રિકાબેન અશોકકુમાર દેસાઈ, રમીલાબેન રાજેન્દ્રકુમાર શાહ, નીતિનભાઈ, પરેશભાઈના ભાભી. પ્રાર્થનાસભા ૨૭/૧૧/૨૨ના ૪ થી ૬ કલાકે વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય) ચોથે માળે, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન
અમલનેર બોરીવલી નિવાસી હાલ રાજકોટ સ્વ. રસિકલાલ ન્યાલચંદ ગોસલિયાના પુત્ર ચેતનભાઈ (ઉં.વ. ૬૩) તે ૨૦/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે લતિકાબેનના પતિ. પરેશભાઈ, રક્ષાબેન રાજેશભાઈ દફતરી, મીતાબેન હિમાંશુ ગાંધીના ભાઈ. ચિંતન (રાજ), ધ્રુવિલ, જાનવીના મોટાપપ્પા. મનહરલાલ જગજીવન શેઠના ભાણેજ. ચંદનભાઈ પાલના બનેવી. પ્રાર્થનાસભા ૨૬/૧૧/૨૨ના ૩ થી ૫ કલાકે સર્વોદય હોલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
કુંથારીયા પચ્છેગામ નિવાસી હાલ મલાડ સ્વ. દલીચંદ અંદરજી સલોતના ધર્મપત્ની હંસાબેન (ઉં.વ. ૭૯) તે ૨૨/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રકાશભાઈ, સ્વ. દીપકભાઈ, પ્રવીણા, સરોજ, માલતીના માતા. મયુરી, હસમુખરાય, મુકેશકુમાર, રમેશકુમારના સાસુ. પિયરપક્ષે તણસા નિવાસી હાલ મલાડ શાહ તલકચંદ લલ્લુભાઇના દીકરી. પ્રાર્થનાસભા ૨૬/૧૧/૨૨ના સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ કલાકે વર્ધમાન સ્થા. જૈન, એસ.વી. રોડ, કાંદિવલી વેસ્ટ.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
હાથસણી નિવાસી સ્વ. પૂનમચંદ શામજીભાઈના પુત્ર, હાલ બોરીવલી સ્વ. પ્રવીણચંદ્ર શાહના ધર્મપત્ની સરોજબેન (ઉં.વ. ૬૨) તા. ૨૧/૧૧/૨૨ને સોમવારના અરિહંતશરણ પામેલ છે. મીનાબેન શૈલેષભાઈ, સુનિતાબેન સ્વ. કીર્તિભાઈ, કનકબેન માસુખરાય, નીલાબેન જગતકુમારના ભાભી. હેમાંગી તથા નિધીના માતુશ્રી. સંદિપકુમાર તથા નીકેતકુમારના સાસુ. પિયર પક્ષે સ્વ. કાળીદાસ અમીચંદ શાહ કુંભણવાળાની દીકરી. રમેશભાઈ, પ્રકાશભાઈ અને સંજય તથા સ્વ. કિરણબેન અને શીલાબેન, કોમલબેનના બેન. માતૃવંદના રવિવાર, તા. ૨૭/૧૧/૨૨ સમય સવારે ૧૦થી ૧૨ પાવનધામ, સત્ય નગર, કાંદીવલી (વેસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ખંભા હાલ દહિસર સ્વ. રતિલાલ હેમચંદ મહેતાના પુત્ર હિંમતભાઇ (ઉં.વ. ૭૬) તે ૨૨/૧૧/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ઉષાબેનના પતિ. પરીતા પ્રશાંત ધરમશી, બેલા રાજેશ શર્મા, તોરલ સૌરભ દરિયાપુરકર, પીના શ્રીપાલ શાહના પિતા. જયસુખભાઇ, રમણીકભાઇ, શશીકાંતભાઈ, ઉષાબેન મનસુખલાલ વરૈયા, લતાબેન કિરીટકુમાર શાહના ભાઈ. મોહનલાલ વનમાળીદાસ દોશીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
માંગરોળ દશા શ્રીમાળી જૈન
માંગરોળ હાલ ઘાટકોપર કીર્તિકુમાર તારાચંદ ખીમજી શાહ તા. ૨૪-૧૧-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કમલેશબેનના પતિ. મેહુલ તથા ફાલ્ગુનના પિતા. સૌ. મૈત્રી તથા સૌ. મીનાના સસરાજી. ચી. હિતાંશ, ધ્વનિશ, વિહાનના દાદાજી. પોરબંદર નિવાસી સ્વ. ત્રિભોવનદાસ ઓધવજી શાહના જમાઇ. પ્રાર્થનાસભા તા. ૨૭-૧૧-૨૨ના પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર (ઇસ્ટ), બપોરના ૩થી ૪.૩૦.