જૈન મરણ

મરણ નોંધ

રાજકોટ હાલ ઘાટકોપર, શારદાબહેન ભૂપતરાય સંઘરાજકા (ઉં. વ. ૯૧) તે સ્વ. દેવચંદ દામોદર સંઘવીનાં દિકરી. સ્વ. સુરેખા, અરુણ, વર્ષા અને જુગ્નુનાં માતુશ્રી. કમલ-વીરેશ વોરા અને રાજુલનાં સાસુ. ભારતીબેન વિરાણી – મૃદુલાબેન શેઠનાં બહેન. પૂજા, કરિશ્માનાં દાદી ૧.૦૯.૨૦૨૨ના મુંબઈમાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ભારાપુર હાલે ડોણના મા. ઝવેરબેન તલકશી સાવલા (ઉં. વ. ૮૦) તા. ૧-૯-૨૨ના નાલાસોપારા મધ્યે અરિહંતશરણ પામ્યા છે. સ્વ. તલકશીના ધર્મપત્ની. મા. નેણબાઇ જેઠા નરસીના પુત્રવધૂ. ખુશાલ, હિતેન, સ્વ. અતુલ, સ્વ. મનીષાના માતુશ્રી. ડોણના મા. મઠાબાઇ નાનજી મુરજીના પુત્રી. દામજી, પ્રવિણ, મેરાવા લધીબાઇ વીરજી, મણીબેન આણંદજી, ગોધરા કેસરબેન ઉમરશી, નાગલપુર ભાનુબેન કાંતીલાલના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. હીતેન સાવલા, બી-૩૦૭, રીયલ હોમ, મહેશ પાર્ક, નાલાસોપારા (ઇ.).
વિઢ (હાલે વડોદરા)ના વલભજી નરશી નાગડા (ઉં. વ. ૮૦) તા. ૨-૦૯-૨૨ના અરિહંતશરણ પામેલ છે. માતુશ્રી રાણબાઇ નરશીના સુપુત્ર. સ્વ. મણીબેનના પતિ. રાજેશ, ચેતના, કલ્પના, ફેમીનાના પિતા. સ્વ. કુંવરબાઇ, પાનબાઇ, સ્વ. ચનાભાઇ, સ્વ. ધનજી, ખુશાલના ભાઇ. બાડાના માતુશ્રી ગંગાબાઇ સુંદરજીના જમાઇ. ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ : રાજેશ નાગડા, ૪૦૧-૪૦૨, વાઇસ રોય, ભક્તિનગર, વડોદરા ૩૯૦૦૧૫.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
આંબા નિવાસી હાલ ભાયંદર સ્વ. હીરાલક્ષ્મી ત્રમ્બકલાલ દામજી મહેતાના પુત્ર અશ્વિનભાઈ (ઉં. વ. ૫૮) તે જાગૃતિબેનના પતિ. વિરલ તથા નીરવના પિતા. સ્વ. અશોકભાઈ, કિશોરભાઈ, જીતેન્દ્રભાઈના નાનાભાઈ. સાસરાપક્ષે સ્વરૂપચંદભાઈ જીવરાજભાઈ શાહ વલ્લભપુરવાળા ના જમાઈ ૨/૯/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
ઈટાલીયા નિવાસી હાલ મુલુંડ મંજુલાબેન ગંભીરદાસ ખીમચંદ શાહના પુત્ર શૈલેષભાઈ (ઉં.વ. ૫૫) તે પ્રફુલાબેનના પતિ. કમલેશભાઈ તથા તળાજા નિવાસી આશાબેન પંકજકુમાર સંગીતાબેન નિલયકુમાર ભાઈ. મોસાળ પક્ષે કોળીયાક નિવાસી રતિલાલ હરજીવનદાસ શાહના ભાણેજ. શ્ર્વસુરપક્ષે મહુવા નિવાસી તલકચંદ જાદવજીભાઈ દરબારના જમાઈ. ભરતભાઈ, કિર્તીભાઈ, નરેશભાઈ, ચેતનાબેનના બનેવી. શુક્રવાર તા. ૨-૯-૨૨ના અવસાન પામેલ છે. તેમની સાદડી – રવિવાર, તા. ૪-૯-૨૨ના રાખેલ છે. સમય ૪થી ૭. એડ્રેસ: ગોપુરમ હોલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરીતા સ્કુલની બાજુમાં, મુલુન્ડ (વેસ્ટ).
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
કાજાવદર નિવાસી હાલ વિરાર સ્વ. અશોકભાઈ અમરચંદ લાખાણીના ધર્મપત્ની રમાબેન (ઉં.વ. ૮૩) બિંદુ હીમાંશુ ફાગુનનાં માતુશ્રી. હેતલના સાસુ. પૂજા, માનવ, ભવ્યનાં દાદી. પિયર પક્ષે જયંતિલાલ નરોત્તમદાસ શાહ ભાવનગરના દીકરી. તા. ૩-૯-૨૨ના શનિવારે સ્વર્ગવાસી થયેલ છે. સાદડી તથા લૌકીક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. સુમન કોમ્પલેક્સ ૩બી/બી, ૧૩૦, વિરાર (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ મનફરા શાંતિનિકેતનના ખીમજી પાલણ સત્રા (ઉં.વ. ૮૦) તા. ૨-૯-૨૨ના અવસાન પામેલ છે. સ્વ. ચાપુબેન પાલણ સત્રાના પુત્ર. મણીબેનના પતિ. વિનોદ, દિલીપ, કીર્તિ, ઉર્મિલાના પિતા. ચંદ્રિકા, શાંતિ, અલ્પાના સસરા. સ્વ. વાલજી, પ્રેમજી, સ્વ. લક્ષ્મીના ભાઈ. ગામ મનફરાના ગં.સ્વ. જીવાબેન કરશન વિરજી રાંભિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ૧૨, રાણે વાજી, નટવરનગર-૫, જોગેશ્ર્વરી-ઈસ્ટ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.