પાટણ/ઘોઘારી જૈન
ખેતરવસી પાડાના વતની હાલ વાલકેશ્ર્વરના ભાવિન (ઉં.વ. ૪૦) તે બાબુ ધનેશકુમાર જયરાજ જવેરી તથા દિનાબેનના પુત્ર. બીજલના પતિ. માહિરના પિતાશ્રી. પૂજાબેન પરિનભાઈ શાહના ભાઈ. જસપરા હાલ મુંબઈ ગીરધરલાલ જીવણલાલ શાહ, શ્રીમતી દિવ્યાબેન કુમારભાઈ શાહના જમાઈ. પાયલ કરણ સંઘવી, વીધી પાર્થ મહેતાના બનેવી તા. ૨૫-૫-૨૨, બુધવારે સ્વગર્ર્વાસ થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૬-૫-૨૨, ગુરુવારના ૪ થી ૬. સ્થળ: ભારતીય વિદ્યાભવન, ચોપાટી, મુંબઈ.
માંગરોલ દશા શ્રીમાળી જૈન
માંગરોલ હાલ સાયન (મુંબઈ) સ્વ. નવલબેન ચત્રભુજ કામદારના પુત્ર અજીતકુમાર કામદાર (ઉં.વ. ૯૫) તા. ૨૪-૫-૨૨, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે જયાબેનના પતિ. સુનીલ, પૂર્ણિમાના પિતા. ફાલ્ગુની, સંજીવ પ્રતાપના સસરાજી. સલોની જય મહેતા, હેતાંશી અક્ષીત તલવારના દાદા. રાગિની વરૂન વકીલ, કૌશલ, એશાના નાના. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૨૭-૫-૨૨ના ૫ થી ૭. સ્થળ: રામવાડી, પ્લોટ નં. ૩૦૯, બૅંક ઓફ બરોડાની બાજુમાં, ચંદાવરકર માર્ગ, માટુંગા, મુંબઈ-૧૯.
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણ હાલ કાંદિવલી શ્રીમતી પ્રફુલાબેન દિનેશચંદ્ર વોરાની પૌત્રી. શ્રીમતી શ્ર્વેતા પ્રતીક વોરાની પુત્રી ટિના (ઉં.વ. ૭) તે વિજય વોરાની ભત્રીજી તા. ૨૨-૫-૨૨ના અરિહંતશરણ પામેલ છે. સાદડી પ્રથા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
શ્રી કચ્છી વિશા ઓશવાળ જૈન
પત્રીના રોહીત હરીલાલ વિસનજી સૈયા (ઉં.વ. ૪૦), તા. ૨૪-૫-૨૨ના દેહ પરીવર્તન કરેલ છે. મધુબેન હરીલાલના પુત્ર. રેણુના પતિ. ધ્યાનીના પિતા. અવની, પાયલના ભાઇ. જૌનપુરના ગીતા રાજેન્દ્રના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. મધુબેન સૈયા, બી૨/૧૩૦૧, કચ્છી સર્વોદયનગર, પી.એલ. લોખંડે માર્ગ, ચેંબુર (વે.), મુંબઇ-૭૧.
નાની ખાખરના દિલીપ વસનજી વીરા (ઉં.વ. ૬૭), તા. ૨૦-૫-૨૨ના કચ્છમાં અકસ્માતથી અવસાન પામ્યા છે. દેવકાંબેન વસનજી વીરાના પુત્ર. અ.સૌ. તરલાબેનના પતિ. વિશાલ, રિધ્ધીના પિતા. હરખચંદ, ગુણવંતી, પ્રભા, ચંદનના ભાઇ. નર્મદાબેન નારણભાઇ જાદવજીના જમાઇ. મુંબઇમાં પ્રાર્થના રાખેલ નથી.
બેરાજા હાલે દૌંડના પ્રવિણ ભવાનજી મામણીયા (ઉં.વ. ૭૧) તા. ૨૩-૫-૨૨ના અવસાન પામેલ છે. હીરબાઇ ભવાનજીના સુપુત્ર. રસીલાના પતિ. જય, સોનલના પિતા. મધુ, તરલા ભુપેન્દ્રના ભાઇ. શાંતાબેન લક્ષ્મીચંદના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. ભવાનજી શાહ, પ્રવિણ કિરાણા, શિવાજી ચૌક, દૌંડ, જી. પુને-૪૧૩૮૦૧.
ભોજાયના કાનજી મેઘજી ગડા (ઉં.વ. ૮૨), તા. ૨૪-૫-૨૨ના દેહ ત્યાગ કરેલ છે. મેઘબાઈ મેઘજીના સુપુત્ર. કલાવતીબેનના પતિ. રમેશ, રમીલા, રૂપલના પિતાશ્રી. જેઠા મેઘજીના ભાઈ. સાભરાઈના વીરજી લધાના જમાઈ. પ્રા. શ્રી સી. વી. ઓ. ડી. જૈન મહાજન સંચાલિત જિરાવલ્લા પાર્શ્ર્વનાથ દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર ઈ. ટા. ૨ થી ૩.૩૦. (ચક્ષુ અને ત્વચા દાન કરેલ છે.)
છસરાના મણિલાલ હરશી હભુ ગાલા (ઉં.વ. ૮૪) તા. ૨૨/૫/૨૨ના અવસાન પામેલ છે. જીવીબેન/લક્ષ્મીબેન હરશી હભુના પુત્ર. ઝવેરબેનના પતિ. સાડાઉના ખેતબાઈ રવજી રતનશીના જમાઈ. વર્ષા, જીતુ, જયા, પ્રિતી, કેતના, અલ્કાના પિતા. શામજી, કેશર, માવજી, સાકર, મણી, રૂક્ષ્મણી, શાંતા, રાજેશના ભાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જીતેન્દ્ર ગાલા, સી/૩૩૬, પાનબાઈ નગર, નાલાસોપારા (વે).
ભુજપુરના કસ્તુરબેન દેવશી વિજપાર ગોગરી (ઉં.વ. ૯૨) તા. ૨૩-૫-૨૨ના અવસાન પામેલ છે. ભાણબાઈ વિજપાર ખેરાજના પુત્રવધૂ. દેવશીના ધર્મપત્ની. હંસા, મહેન્દ્ર, નરેશ, ચંદ્રકાંત, હર્ષા, વર્ષાના માતુશ્રી. કારાઘોઘા ભાણબાઈ ખીમજી કાનજીના પુત્રી. લક્ષ્મીબેન હરશી, ગાંગજી, વસનજી, ઉમરશી (બચુ), ઝવેરના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. નરેશ દેવશી, બી-૧૦૬, હેમનગર, કેસરી પાર્ક, આંબાવાડી, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂ.).
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
મૂળી હાલ રાજકોટ નટવરલાલ જેઠાલાલ પારેખ (ઉં. વ. ૮૭) તે કોકીલાબેનના પતિ. તે સ્વ. ઈશ્ર્વરલાલ, સ્વ. રમણીકલાલ. સ્વ. હિંમતલાલ, સ્વ. મનહરલાલના નાનાભાઈ તથા કાંતિલાલના મોટાભાઈ. તે સ્વ. અમૃતલાલ ચત્રભુજ ગોસલીયાના જમાઈ તથા કિશોરભાઈના બનેવી. તે છાયાબેન અને ઈલેશના પપ્પા તથા હિમાંશુભાઈ અને મીતાબેનના સસરા ૨૪-૫-૨૨ ને મંગળવારે અરિહંતશરણ પામેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું ૨૬-૫-૨૨ ને ગુરુવારે ૪.૩૦ તથા પ્રાર્થનાસભા ૫.૦૦ વાગ્યે રાજકોટ ખાતે રાખેલ છે. સદ્ગતનું ચક્ષુદાન કરેલ છે.