જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

વાંકાનેર હાલ અંબરનાથ દમંયતિબેન હરિલાલ વોરા (ઉં.વ. ૮૯) બુધવાર, તા. ૨૭-૭-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. હરિલાલ વનેચંદ વોરાના ધર્મપત્ની. તે સ્વ. મયાબેન ભોગીલાલ મેહતાના ભાભી. તે અરૂણભાઇ, ચંદ્રિકાબેન પ્રદિપ ગાંધી, રમાબેન (ક્રિના) કમલેશ સંઘવી, સંગીતા (સોનલ) રાજેશ મેહતાના માતુશ્રી. તે કલ્પનાબેનના સાસુ. તે સ્વ. જયંતિલાલ ભીમજી મેહતા, સ્વ. સવિતાબેન, તારાબેન, પુષ્પાબેનના બેન. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોખાના નાનજી નથુ રામા સૈયા (ઉં.વ. ૮૧) સંથારા સહિત ૯માં ઉપવાસે ૨૭/૭/૨૨ના કાળધર્મ પામ્યા છે. માતુશ્રી જેઠીબાઇ નથુના પુત્ર. નિર્મળાના પતિ. ચેતના, કિર્તી, નીતા, સંજયના પિતા. વેલજી, દામજી, પોપટ, કાંતી, શાંતી, કંકુબાઇ, પાનબાઇ, મણીબાઇ ઝવેરબાઇના ભાઇ. સાડાઉ મોંઘીબાઇ મગન કાનજીના જમાઇ. ગુણાનુવાદ સભા શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરશન લધુ નિસર, દાદર, ટા. ૨થી ૩.૩૦. ઠે. નિર્મળા નાનજી, એ-૧૦૧, ઓમ ચિરાગ, છેડા પાર્ક, આચોલે રોડ, નાલાસોપારા (પૂ.).
બેરાજાના પ્રભાબેન (પુત્રીબાઇ) સાવલા (ઉં.વ. ૮૫), ૨૬-૭-૨૨ના અવસાન પામેલ છે. ધનજી આસમલના પુત્રવધૂ. શીવજીના ધર્મપત્ની. સ્વ. લક્ષ્મીચંદ, પુષ્પા, વલભજી, રાજેશ, ભાવનાના માતુશ્રી. પાંચીબાઇ ભારૂ મોનાના સુપુત્રી. વિશનજી, માવજી, ફતેચંદ, ભોગીલાલ (પાનબાઇ) રાણબાઇ ગાંગજી, બીદડા પુરબાઇ વેલજી, સાડાઉ મણીબેન વિશનજી, સાકરબેન, ગજોડ સુંદરબેન દામજી, ગુંદાલા જયા નવીનના બેન. (પ્રાર્થના રાખેલ નથી.) નિ. રાજેશ સાવલા, ઓમ ગણેશ એપાર્ટમેન્ટ, બી-૨૭, દિન દયાલ, ડોંબીવલી (વે.).
ડોણના માતુશ્રી જેઠીબેન કલ્યાણજી છેડા (ઉં.વ. ૮૫) તા. ૨૬-૭-૨૨ના અવસાન પામેલ છે. પાનબાઇ માલશીના પુત્રવધૂ. કલ્યાણજીના ધર્મપત્ની. કાંતિલાલ, પંકજ, કેતન, રાજેશના માતુશ્રી. બાડાના મેઘબાઇ ધારશી કાનજી ગડાના સુપુત્રી. તલકશી, જમનાબેન, રતનશી, કસ્તુર, લક્ષ્મીચંદના બેન. પ્રાર્થના રાખેલ નથી. ફોન-મેસેજ આવકાર્ય. ઠે. રાજેશ છેડા, દેવ આશિષ, આર. એન. નારકર માર્ગ, ઘાટકોપર (ઇ.).
વડાલાના અમીત મણીલાલ વીરા (ઉં.વ. ૪૨) મહેસાણા મુકામે તા. ૨૫/૭/૨૨ના અવસાન પામ્યા છે. માતુશ્રી તેજબાઇ વેલજી દેવજી વીરાના પૌત્ર. માતુશ્રી મંજુલા મણીલાલ વીરાના સુપુત્ર. નીમેષ, મીતેષ રૂપલ, હીરલના ભાઇ. મોખાના મણીબેન રવજી પાસુ છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન: નીમેષ મણીલાલ વીરા, વિદ્યા નગર (૭) ટવીન બંગ્લોજ સ્ટાર લાઇન કારની પાછળ, મહેસાણા-૩૮૪૦૦૨.
કુંદરોડીના રાજુ/ભરત હરીલાલ છેડા (ઉં.વ. ૬૩) ૨૫-૭-૨૨ના અરિહંતશરણ પામ્યા છે. હેમકુંવર હરીલાલના પુત્ર. સુમનના પતિ. સોનું, જયના પિતા. આગ્રાના સામૃતી ઇન્દ્રપ્રસાદ ઠાકુરના જમાઇ. કલ્પના, (સ્વ. બીના) ચક્ષુ, ગીતા, મનિષાના ભાઇ. પ્રાર્થના રાખેલ નથી. ફોન મેસેજ રૂબરૂ તુલ્ય. ઠે. સુમન છેડા, ધીરજ કીર્તી, એવર સાઇન નગર, મલાડ (વેસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ચણાકા હાલ મદ્રાસ (સ્વ.) કેશવલાલ જીવરાજ રૂપાણીના પુત્ર વિનોદભાઈ (ઉં. વ. ૯૦) તે મદ્રાસ મુકામે ૨૫-૭-૨૨ના સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે સરોજબેનના પતિ. તે હીરલ તથા નિશાના પિતા. તે (સ્વ.) શીવલાલભાઈ, (સ્વ.) દૌલતભાઈ રમેશભાઈ, (સ્વ.) ભાનુમતી દલીચંદ શાહ, ચંદનબેન રમેશભાઈ રૈયાણી, કનકબેન વિનોદભાઈ રૈયાણી, અરૂણાબેન અનંતભાઈ મિયાણીના ભાઈ. અમદાવાદ નિવાસી (સ્વ.) નરોત્તમદાસ વિઠ્ઠલદાસ ભાયાણીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
મારવાડના વિશા પોરવાલ જૈન
શિવગંજ (રાજ.) હાલ ડુંગરીવાલા સ્વ. પંકીબેન સેસમલજી પ્રતાપજી અંબાવતના પુત્ર રણજીતકુમાર કંચનબેન મંજુબેન કમલાબેન ચન્દ્રાબેનના ભાઈ. રસીલાબેનના દેવર. સ્વ. દિનેશકુમાર મહાવીર યોગેશ અનીશ અતુલ પીન્કી ભરજાના પિતાશ્રી. ચન્દાબેનના પતિ શા. દિલીપકુમાર સેસમલજી અંબાવત (ઉં. વ. ૬૩)નું મંગળવાર, ૨૬-૭-૨૨ના ડુંગરી મુંબઈમાં થયું છે. ઉઠમણું શુક્રવાર, ૨૯-૭-૨૨ના ૧૧ થી ૧. ઠે. શા. લુણાવા ભવન, રાણીબાગ પાસે, ભાયખલા, મુંબઈ. સાસરા પક્ષ તખતગઢ (રાજ.) નિવાસી સ્વ. કુન્દનમલજી વીસાજીના જમાઈ.
કોસેલાવ (રાજ.) કાલાચૌકીવાળા સ્વ. મીશ્રીમલજી સરદારમલજીના પુત્ર કેશરીમલ કુન્દનમલ સ્વ. ઘીસુલાલ સુરેશ કમલેશ અશોક દિનેશ સ્વ. ઉત્તમ સ્વ. મહેન્દ્ર ભરત હસમુખ નરેશ દિવાલીબેન દારમિબેન સજજનબેન કલાબેન, ઉષાબેન જિકિતાબેનના ભાઈ. ભરત ટીના તરૂણા પુનમ દિશાના પિતાશ્રી. પ્રિયા નરેશજી અમીતજી અકુશજી ચિરાગજીના સસુરજી. રતનબેનના પતિ કિશોરકુમાર મીશ્રીમલજી (ઉં. વ. ૬૪)નું અવસાન સોમવાર, ૨૫-૭-૨૨ના મુંબઈમાં થયું છે. ઉઠમણું શુક્રવાર, ૨૯-૭-૨૨ના ૨ થી ૪. ઠે. લુણાવા ભવન, ભાયખલા, મુંબઈ. સાસરા પક્ષ શિવગંજ (રાજ) હાલ અમદાવાદ નિવાસી શા દેવીચંદજી ચુનીલાલજી (રોહીડાવાલા) સરદાર મલજી ક્ધહૈયાલાલજી.
દશા શ્રીમાળી સ્થા. જૈન
બગસરા હાલ મલાડ ભરત રતિલાલ ગાંધીના ધર્મપત્ની અ.સૌ. ઇલાબેન (ઉં.વ. ૬૦) તે ૨૭/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે દેવાંગ, કરણના માતુશ્રી. પ્રાચીના સાસુ. સ્મિતા અશોક ગાંધીના દેરાણી. સાવરકુંડલા નિવાસી સ્વ. ગંભીરભાઈ હરખચંદ દોશીના દીકરી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝાલાવાડી સ્થા. વિ. જૈન
ખારવા હાલ દહિસર રસિકલાલ કુંવરજી દોશી (ઉં.વ. ૮૬) તે ઇન્દીરાબેનના પતિ. અલકા મુકેશ, નિમીષા સંજય, શીતલ ઉપેશના પિતા. લીંબડી નિવાસી પોપટલાલ મણિલાલ નાનચંદ શાહના જમાઈ. સ્વ. સવિતા ચમનલાલ દોશી, મુગટલાલના ભાઈ. જીગર પાયલ, મનન વિશ્ર્વા, દિશા, ધ્વનિ, ખુશી, સેતુ તથા રીઆનના દાદા. ૨૭/૭/૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી અમદાવાદ વીશા ઓશવાલ જૈન
હાલ મલાડ મુંબઈ શ્રી શ્રેણીકભાઇ ચંપક્લાલ સોદાગરના ધર્મપત્ની આરતીબેન (ઉં.વ. ૫૮) અરિહંતશરણ પામેલ છે. તે નિયતી પ્રતીક શાહ અને રાજવી ક્રીમેશ શાહના માતુશ્રી. વીષના નાની. પુષ્પાબેન એંવતીલાલ મસાલિયાના સુપુત્રી. ભાવનાબેન હેમંતભાઈ ઝવેરીના ભાભી. ભાવનાબેન નરેશભાઈ શાહ અને પરમ પૂજ્ય આ. શ્રી જિતરક્ષિત સુરીશ્ર્વરજી મહારાજસાહેબના બેન. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.