જૈન મરણ

મરણ નોંધ

જૈન મરણ

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન
ચોટીલા હાલ ચેમ્બુર (મુંબઇ) સ્વ. દલીચંદ સાકરચંદ શાહના ધર્મપત્ની ચંદનબેન (ઉં. વ. ૯૦) તે જયેન્દ્રભાઇ, પ્રદીપભાઇ, ગીતાબેન હરેશકુમાર ગાંધી, જયશ્રીબેન રસિકકુમાર દેઢિયાના માતુશ્રી. તે સોનલબેન તથા ઇલાબેનના સાસુ. તે પૂજા દેવાંગકુમાર કોઠારી, તેજલ જય મહેતા, એકતા અનલ ગાંધી, મિહિર તથા કરણના દાદીમા. તે નિશીત, નિકિતા કુણાલ ગાંધી, વિધિ, દિશાના નાનીમા. તે પિયર પક્ષે નવાગામ નિવાસી જગજીવનદાસ મોતીલાલ કોઠારીના દીકરી ગુરુવાર, તા. ૧૬-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઝા. દ. શ્રીમાળી સ્થા. જૈન
મૂળ વિછીયા નિવાસી રમેશચંદ્ર નંદલાલ શાહ (અજમેરા)ના પૌત્ર નિહાર સંજયભાઇ શાહ (ઉં. વ. ૨૫) તે પારુલબેન સંજયભાઇ શાહના સુપુત્ર. સોહમ સંજયભાઇ શાહના ભાઇ. પ્રજ્ઞેશભાઇ રમેશચંદ્ર શાહના ભત્રીજા તા. ૧૯-૬-૨૨ના રવિવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી માંગરોળ સ્થાનકવાસી જૈન
માંગરોળ હાલ કાંદિવલી સ્વ. મણીબેન મણીલાલ કામદારના સુપુત્ર તથા પદ્માબેનના પતિ પ્રવીણભાઇ કામદાર (ઉં. વ. ૮૧) તા. ૨૦-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે કેતુલ, ભાવિતાના પિતા. સ્વ. રસીકભાઇ, સ્વ. ચંદુભાઇ, હેમંતભાઇ, નીતીનભાઇના ભાઇ. તે પિયર પક્ષે સ્વ. ગુલાબચંદ તારાચંદના જમાઇ. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
નરેડીના મેહુલ કાંતીલાલ નાગડા (ઉં. વ. ૪૭) તા. ૧૭/૬/૨૨ના અવસાન પામેલ છે. પુષ્પાબેન કાંતીલાલ જેઠુભાઇના સુપુત્ર. લીનાના પતિ. મહિનના પિતા. વર્ષાના ભાઇ. રતનબેન કલ્યાણજી હીરજી વિસરીયાના જમાઇ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નિસર હોલ (દાદર), ટા. ૪ થી ૫.૩૦ નિ. કે.જે. નાગડા, એ-૩૩, મહેશ્ર્વર કુંજ, સરસ્વતી રોડ, સાંતાક્રુઝ-વે., મું. ૫૪.
વિશા શ્રીમાળી (ઝાલાવાડી) જૈન
માલવણ-પાટડી હાલ મુંબઈ સ્વ. નટવરલાલ ખેતશીભાઈ ગાંધીના ધર્મપત્ની જશવંતીબેન તે જયવંતભાઈ, રીટાબેન, રાજુલબેન, હીમાંશુભાઈના માતુશ્રી. તે મહેશભાઈ જયંતીલાલ, મુકેશભાઈ કનૈયાલાલ, મીનાબેન, મિતાબેનના સાસુ. તે પ્રેમલ, મિહિર-શગુન, ઉર્વી સાગરકુમારના દાદી. તે સ્વ. વિમળાબેન, સ્વ.સવિતાબેન, સુભદ્રાબેનના ભાભી. તે જામનગર નિવાસી છગનલાલ લક્ષ્મીચંદ ઝવેરીના સુપુત્રી, રવિવાર, તા. ૧૯/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
શ્રી દશા શ્રીમાળી સ્થા. જૈન
ભુતડી (વિસાવદર) હાલ વસઈ, સ્વ. ગીતાબેન મોહનલાલ દામાણીના સુપુત્ર સ્વ. નરેન્દ્રભાઈના ધર્મપત્ની આશાબેન (ઉં. વ. ૬૮) તા. ૧૯-૬-૨૨ને શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે મિતેષ, હીના તથા જસ્મીતા જીગ્નેશ દેસાઈના માતુશ્રી. તે સ્વાતિના સાસુ. તે સ્વ. શાંતાબેન શંકરલાલ અગ્રવાલના દિકરી. તે સ્વ. તારાબેન મનસુખલાલ રૂપાણી, સ્વ. મંછાબેન હિરાલાલ પંચમીયા, ગં.સ્વ. ઉષાબેન છોટાલાલ રૂપાણી, વિલાસબેન વિનોદભાઈ ગાંધીના ભાભી. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ધોરાજી નિવાસી, હાલ મલાડ (પશ્ર્ચિમ) સ્વ. ચંપાબેન ધિરેન્દ્ર દોશીના સુપુત્ર કિરીટભાઈ (ઉં. વ. ૬૭) તા. ૧૮/૦૬/૨૦૨૨ (શનિવાર)ના અરિહંત શરણ પામેલ છે. તેઓ શ્રીકાંતભાઈ, વિમલભાઈ, ગીતાબેન રમેશકુમાર શાહ, હેમાંગીનીબેન ભદ્રેશકુમાર શાહના ભાઈ, નિરૂપમાબેન વિમલભાઈ દોશીના દેર તથા નેહલ, વિરલના કાકા તેમજ વૈભવ, રિદ્ધિના મામા. લૌકિક વ્યવહાર તેમજ પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સુલતાનપુર (ગોંડલ) હાલ બોરીવલી સ્વ. રમાબેન મનસુખલાલ ઉદાણીના સુપુત્ર હિરેન ઉદાણી (ઉં. વ. ૫૮) તા. ૧૯/૦૬/૨૦૨૨ (રવિવાર)ના શ્રી ચરણ પામેલ છે. તે દીપાબેનના પતિ. માનવના પિતા. સ્વ. કનકબેન અને દેવેન્દ્રભાઈના ભાઈ. કોકિલાબેન પુરુષોત્તમદાસ પારેખના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.