જૈન મરણ

મરણ નોંધ

શ્રી સોરઠ વિશા શ્રીમાળી જૈન
જૂનાગઢ હાલ ઘાટકોપર (વર્ધાવાળા) સ્વ. ભાઈ પ્રમોદભાઈ ચુનીલાલ મહેતાના ધર્મપત્ની હર્ષદાબેન (ઉં. વ. ૭૦), રવિવાર તા. ૧૯-૬-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. તે ચિ. ધવલ, પિનાલી મયુરભાઈ વસા, ભાવિષા હાર્દિકભાઈ ધ્રુવના માતુશ્રી. ચિ. ઋતુના સાસુ. ચિ. માયરાના દાદી. ભાઈ જયસુખભાઈ, નવીનચંદ્રભાઈ, ભાનુમતીબેન હિંમતલાલ ભાયાણી, સરલાબેન ચંદુલાલ મહેતાના ભાઈના પત્ની. પિયરપક્ષે પ્રભાવતીબેન રસિકલાલ સંઘવીના દિકરી. લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન
સુરેન્દ્રનગર હાલ અંધેરી સ્વ. મંજુલાબેન કેશવલાલ શાહના પુત્ર તથા સ્વ. સુરેશભાઈના ધર્મપત્ની ઉર્મિલાબેન (ઉં. વ. ૮૨) તે ૧૮/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભોગીલાલ જગજીવનદાસ શાહના દીકરી. કેતન, દેવલ, રિપલ મનીષા તથા સ્મિતા જતીનકુમાર શાહના માતુશ્રી. રીટાબેન રોહિતકુમાર, મીનાબેન પીયૂષકુમાર, રાજુભાઈ મમતાબેન, નિલેશભાઈ ભાવનાબેનના ભાભી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
ચિતલ નિવાસી હાલ નાલાસોપારા સ્વ. હિંમતલાલ વલ્લભદાસ મહેતાના ધર્મપત્ની હીરાબેન (ઉં. વ. ૮૩) તે ૧૮/૬/૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે મનોજ, પંકજ તથા રશ્મિ હસમુખરાય દોશાના માતુશ્રી. નયના તથા ગીતાના સાસુ. ભોગીલાલ, જીતુભાઇ, પ્રફુલભાઇ, સ્વ. ઇન્દુબેન, સ્વ. શોભનાબેન, રેખાબેન, સ્વ. ઉષાબેન, ચારૂબેન, નીતાબેન, મીનાબેનના ભાભી. સ્વ. જયંતીલાલ, નવીનભાઈ મોહનલાલ દોશી, સ્વ. સવિતાબેન દોશી, સ્વ. લલીતાબેન મહેતા, ગં. સ્વ. વિમળાબેન કામદારના બહેન. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોડાયના માતુશ્રી હર્ષાબેન (કલાબેન) હિતેન સાવલા (ઉં. વ. ૭૦) તા. ૧૭-૦૬-૨૦૨૨ના દેવલોક પામેલ છે. સ્વ. હિતેનના પત્ની. માતુશ્રી ઉર્મિલાબેન લક્ષ્મીચંદ જેઠાના પુત્રવધૂ. માતુશ્રી લક્ષ્મીબેન મેઘજી પુનશી વિસરીયાના પુત્રી. મલ્લિકા, સાહિલના માતાજી. રાયણના કંચનબેન પોપટલાલ છેડા, કોડાયના સ્વ. ચંદ્રકાંત, નિર્મળાના બેન. ગુણાનુવાદ સભા રાખેલ નથી. ઠે. હર્ષાબેન સાવલા, એફ/૬૦૨, સાંઇધામ કોમ્પ્લેક્ષ, પી.કે. રોડ, મુલુંડ (વે.), મુંબઇ.
નાગલપુરના અ.સૌ. દિવાળીબેન પોપટલાલ વીરા (ઉં. વ. ૮૨) તા. ૧૭-૬-૨૨ના અવસાન પામેલ છે. વિમળાબેન કુંવરજીના પુત્રવધુ. પોપટલાલના પત્ની. વિપુલ, ભાવનાના માતુશ્રી. બિદડાના નાનબાઇ (સાકરબાઇ) ધનજીના પુત્રી. દિનેશના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ.: પોપટલાલ વીરા, એ-૫/૬, શિવઓમ, એસ.વી. રોડ, દહીંસર (ઇ.) મુંબઇ.
વડાલાના મણીલાલ દેવશી ધરોડ (ઉં. વ. ૯૦) તા. ૧૨/૬/૨૨ના અવસાન પામ્યા છે. ભચીબાઇ/વેલબાઇ દેવશી હીરજીના સુપુત્ર. મંજુલા (સુંદરબાઇ)ના પતિ. જયેશના પિતા. રમેશ, ગુંદાલાના હીરબાઇ મગનલાલ છેડા, પત્રીના કેશરબેન હીરજી ગોગરી, લુણીના કસ્તુરબેન શાંતીલાલ માલદે ઝવેરબેન મગનલાલ છેડા, બારોઇના ભાનુબેન કાંતીલાલ મોતાના ભાઇ. સાડાઉના વેલબાઇ રામજી જીવરાજ ગાલાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. જયેશ એમ. ધરોડ, ૫ ગુરૂનાનક નિવાસ, ઇરાનીવાડી રોડ નં. ૩, કાંદીવલી (વે.), મુંબઇ.
ઝાલાવાડી દશા શ્રીમાળી શ્ર્વે. મૂ. જૈન
ચોટીલા હાલ ચેમ્બુર (મુંબઇ) સ્વ. દલીચંદ સાકરચંદ શાહના ધર્મપત્ની ચંદનબેન (ઉં. વ. ૯૦) તે જયેન્દ્રભાઇ, પ્રદીપભાઇ, ગીતાબેન હરેશકુમાર ગાંધી, જયશ્રીબેન રસિકકુમાર દેઢિયાના માતુશ્રી. તે સોનલબેન તથા ઇલાબેનના સાસુ. તે પૂજા દેવાંગકુમાર કોઠારી, તેજલ જય મહેતા, એકતા અનલ ગાંધી, મિહિર તથા કરણના દાદીમા. તે નિશીત, નિકિતા કુણાલ ગાંધી, વિધિ, દિશાના નાનીમા. તે પિયર પક્ષે નવાગામ નિવાસી જગજીવનદાસ મોતીલાલ કોઠારીના દિકરી. ગુરુવાર તા. ૧૬-૬-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલિતાણા હાલ ડોમ્બિવલી સ્વ. પ્રતાપરાય જયંતીલાલ શેઠના ધર્મપત્ની પુષ્પાબેન (ઉં. વ. ૮૦) ગુરુવાર, તા. ૧૬-૬-૨૨ના અવસાન પામેલ છે. તે ચેતનભાઇ, મનિષભાઇ, સોનલબેનના માતુશ્રી. તે રાજુલબેન, દક્ષાબેન, નિલેશકુમારના સાસુ. તે યુગમના દાદી. યશવી અને ધ્રુવના નાની. તે સ્વ. મહાસુખભાઇ, પ્રવીણભાઇ, ચંદ્રકાન્તભાઇ, રંજનબેન જીતેન્દ્રકુમાર, હંસાબેન દિલીપકુમારના ભાભી. તે પિયર પક્ષે તારાચંદભાઇ ગોરધનભાઇ શાહ (બુઢણાવાળા)ની દીકરી. સાદડી અને લોકિક વ્યવહાર બંધ છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.