ઝારખંડમાં ‘સંમેત શિખરજી’ને પર્યટન સ્થળ જાહેર કરવાનો નિર્ણય અને ‘પાલિતાણા’માં જૈન મંદિરોને થતાં નુકસાનના વિરોધમાં દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં દેખાવો કરી રહેલા જૈન સમુદાયના લોકો. અગાઉ પણ મુંબઈ, સુરત, અમદાવાદ અને દિલ્હી, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં જૈનોએ આ મુદ્દે રેલી કાઢી હતી. જૈનોએ આ સંબંધમાં રાષ્ટ્રપતિને પણ આવેદનપત્ર સુપરત કર્યું હતું. (તસવીર: પીટીઆઈ)