જે વાતમાં થ્રિલિંગ ફીલિંગ આવતી હોય એ તરફ તરુણો તરત દોડી જાય છે

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

“હેં મમ્મી..તું આજે જ વાત કરી લઈશને પપ્પા સાથે?
“શું વાત કરવાની છે??..
“અરે ફરી પાછી ભૂલી ગઈને?
“તારી તો કેટલીયે વાતો હોય છે એમાં તું શેનું પૂછ પૂછ કરે છે એ ખ્યાલ નહીં આવતો. આમ, પણ તારે ક્યાં બીજું કંઈ કામ હોય છે?? – વિહાની મમ્મીએ છણકો કરતાં જવાબ આપ્યો.
વાત તો જાણે એમ હતી કે, વિહાને હવે સ્કૂલ બસ કે રિક્ષાને બદલે જાતે જ વાહન ચલાવવું હતું અને આ માટે સાઈકલને
બદલે વિહાબેને સીધી સ્કૂટી પર પસંદગી ઉતારી હતી. કારણ??..કારણ એટલું જ કે કલાસમાં એના ઘણાખરા
ફ્રેન્ડ્સ હવે સ્કૂટર લઈને આવે છે અને એમાં સ્પીડની મજા, સ્વતંત્રતાનો આનંદ, સ્ટેટસ સિમ્બોલ આવા ઘણા બધાં કારણો સંતોષાય જતાં હોઈ વિહાના મગજમાં સ્કૂટર લેવાની વાત જડબેસલાક બેસી ગઈ.
વિહાની મમ્મી આટલી નાની ઉંમરે વાહન ચલાવવાની ગંભીરતાઓ વિશે જાણતી હતી અને એ પણ લાઈસન્સ વગર! એ તો નરી મૂર્ખતા કહેવાય એટલે વિહાની વાતને ધ્યાને લીધાં વગર પોતાનું કામ કરતી રહી. પણ, એમ લીધી લપ મૂકે તો એ
વિહા શાની? એટલે વિહાએ મૂક પડતી મમ્મીને અને ઘરમાં
દાદાને પક્ડયા, લાડ કરવામાં કંઈ બાકી ના રાખનાર દાદા, દાદી, પપ્પા બધાંએ વિહાની માંગણીનો સામૂહિક નકાર કર્યો પણ
વિહાની લપ લગભગ રોજ ચાલુ રહી એટલે એક દિવસ એની મમ્મીએ થાકી-હારીને તોડ કાઢ્યો, “વિહા, સ્કૂટર લેતાં પહેલાં એને ચલાવતાં પણ આવડવું જોઈએને? તને ક્યાં હજુ એ બાબતે કંઈ ખબર પડે છે? એક કામ કર તું પહેલાં શીખી લેજે
પછી જોઈશુ.
મમ્મીને એમ કે આવું કહેવાથી ટાઢા પાણીએ ખસ જશે પણ વિહાને તો મજા પડી ગઈ. આમ પણ આજકાલ એને દરેક વાત ચેલેન્જ લાગતી અને એ પૂરું કરવા તેણી ગમે તેટલું મોટું જોખમ ઉઠાવવામાં ડરતી નહીં.
વિહાનો આ વખતનો તોડ હતો રીવા. ભલે એ નવીસવી કોઈ હોસ્ટેલમાંથી આ સ્કૂલમાં અધવચ્ચે એડમીશન લઈને આવી હોય, થોડી દેખાવ અને ફેશન પરત્વે વધુ ભવજ્ઞજ્ઞતુ હોય પણ વિહાના મિત્રવર્તુળમાં સારી એવી ભળી ગઈ હતી. વિહાએ બીજીજ ક્ષણે રીવાનો ફોન લગાડ્યો.
મને સ્કૂટર શીખવું છે, ઠશહહ ુજ્ઞી વયહા ળય!? રીવા તો રેડી પણ અહીં મમ્મીના પેટમાં ફાળ પડી. રીવા શા માટે માઉન્ટ
આબુની સારામાં સારી કોન્વેન્ટ સ્કુલમાંથી બરતરફ થયેલી એ વાત ભલે સ્ટુડન્ટસ જાણતા ના હોય પણ એ બધાની
‘ગોસિપ ગર્લ્સ’ મમ્મીઓની ગેગથી એ વાત અજાણી નહોતી કે, હોસ્ટેલની દીવાલ કૂદી બહાર પાર્ટી કરવા જતાં બે-ત્રણ વાર પકડાઈ ગયેલ રીવાને અંતે બોર્ડિંગ સ્કુલમાંથી રવાના કરી દેવામાં આવી હતી.
“વિહાઆઆઆ… એ છોકરી સાથે આપણે બહુ નથી બોલવાનું, તને કેટલીવાર કહેવાનું??? હવે રીવા કે એક્ટિવા બેમાંથી એકપણનું નામ લેવાનું નથી. મમ્મીએ વાપરેલા વિટો પાવર સામે વિહા સમસમી રહી પણ બે જ દિવસ પછી ઘરમાં જ પડી રહેતા સ્કૂટરની ચાવી અને ઘરની સામે રહેતા વિવાનને લઈને નીકળી પડી. ના એને પડી જવાનો ડર હતો કે ના એને ઘરમાં પોતાના પેરેન્ટ્સ ઠપકો આપશે એનો.
વિહાબહેનને એમ હતું કે દાદા-દાદી બપોરની ઊંઘમાંથી ઊઠશે અને મમ્મી જોબ પરથી આવશે એ પહેલાં ઝટ્-ઝટ્ પોતે થોડું-ઘણું શીખી લેશે. પણ વિહાબહેનનાં બધાં ગણિત ઊંધાં પડ્યાં કારણ કે, ક્યારેય નહીં ને એ જ દિવસે કોઈ કમસર તેના પપ્પા ઘરે આવ્યા ને વિહાની ખબર લેવાઈ ગઈ.
“વિહા, તને કોઈનો ડર જ નથી રહ્યો??..કોઈ વાત, વ્યક્તિ કે વર્તનમાં તને જોખમ દેખાતું કેમ નથી?? પપ્પાના આ પ્રશ્ર્નોના જવાબ વિહા પાસે ક્યાંથી હોય, જ્યારે એ આવી કોઈ વાતને રીસ્ક કે જોખમવાળી સમજતી ના હોય ત્યારે???
ટીનએજરના શબ્દકોશમાંથી ડર નામના શબ્દની હકાલપટ્ટી કરવામાં જોખમનો પૂરેપૂરો હાથ હોય છે એ વાત ના તરુણો જાણે છે અને ના તેઓના પેરેન્ટ્સ.
રિસ્ક હે તો ઈશ્ક હે!.. ટીનેજમાં રીસ્ક સાથે જ ઈશ્ક થઈ જવો એકદમ નોર્મલ ગણાય છે. જે કોઈ પણ વાતમાં રિસ્ક, જોખમ, થ્રિલિંગ ફીલિંગ આવતી હોય એ તરફ ફટાક દેતાંને તરુણો વળી જતાં હોય છે.
વિચારીને કોઈ પગલું ભરવું, આમ કરવું ને તેમ ના કરવું આવુ બધું તેઓના મગજમાં પ્રોસેસ થતું હોતું નથી. આવું શા માટે? કારણકે, તેઓએ તમારો વિરોધ કરવો છે એટલાં માટે? કે પછી દુનિયા જીતી લેવાની ખેવના છે એટલાં માટે!??
બહુ સ્પીડમાં વાહન ચલાવવું, ઉંચાઈનો ડર ના હોવો, કોઈપણ પ્રકારના એડવેન્ચર તરફ આકર્ષાઈ જવું, નિયમો તોડવા, જે વસ્તુ કરવાની ના પાડવામાં આવી હોય એ સૌથી પહેલા કરવી અને ધરાર કરવી એવું બધું આ ઉંમરે તેઓ માટે સામાન્ય એટલા માટે છે કે, રિસ્ક લઈને કંઈ શીખવું એ તેઓના વિકાસનો એક અભિન્ન હિસ્સો છે. પરંતુ એમ કરવાં જતાં જો તેઓ પોતાની જાતને નુકસાન કરી બેસતાં હોય એવા સંજોગોમાં જેને “ભફહભીહફશિંદય શિતસ કહેવાય એ મુજબ વર્તન કરતા તેઓએ શીખવું અથવા શીખવાડવું કઈ રીતે? એ જો જાણી લેવામાં આવે તો રિસ્ક તમને જગ અને જીવન વિશે જેટલું શીખવી જશે એટલું કદાચ બીજે ક્યાંયથી પણ અનુભવનું ભાથું બંધાશે નહીં. (ક્રમશ:)ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.