Homeઆમચી મુંબઈજે.જે. હૉસ્પિટલમાં મળી આવ્યું બ્રિટિશકાળનું ભોયરું

જે.જે. હૉસ્પિટલમાં મળી આવ્યું બ્રિટિશકાળનું ભોયરું

૨૦૦ મીટર લાંબી ટનલ: જે. જે. હૉસ્પિટલમાં ૧૩૨ વર્ષ જૂની ૨૦૦ મીટર લાંબી ટનલ મળી હતી. (જયપ્રકાશ કેળકર)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈની પ્રખ્યાત સરકારી સર જમદેશજી જિજીભોઈ (જે.જે.) હૉસ્પિટલમાં અંગ્રેજોના જમાનાનું ભોયરું મળી આવ્યું છે. આ ભોયરું લગભગ ૧૩૦ વર્ષ જૂનું હોવાનું જણાયું છે.
સરકારી હૉસ્પિટલના પરિસરમાંથી મળી આવેલું આ ભોયરું કુતૂહલનો વિષય બની ગયો છે. લગભગ ૧૩૦ વર્ષ જૂનું આ ભોયરું અંગ્રેજોએ બનાવ્યું હોવાની માહિતી સામે આવી છે. હૉસ્પિટલના ડૉ. અરુણ રાઠોડ રાઉન્ડ પર હતા ત્યારે તેમને હૉસ્પિટલના પરિસર પાસે કંઈ અજુગતું જણાયું હતું. તેથી તેમણે તપાસ કરાવતા ભોયરા જેવું કંઈ જણાયું હતું. તેથી તેમણે તુરંત જે.જે. હૉસ્પિટલ પાસેથી આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક પ્રશાસનને આ ભોયરા બાબતે જાણ કરી હતી. આ ભોયરું ડિલિવરી વોર્ડથી ચિલ્ડ્રન વોર્ડ સુધી હોવાની માહિતી હૉસ્પિટલ પ્રશાસને મિડિયાને આપી હતી.
હૉસ્પિટલ પ્રશાસનના કહેવા મુજબ જે.જે. હૉસ્પિટલની જૂની ઈમારતની અંદર ૨૦૦ મીટર લંબાઈનું ભોયરું મળી આવ્યું છે. જે.જે. હૉસ્પિટલની સર ડી.એમ. પેટીટ હૉસ્પિટલ કે જ્યાં હાલ નર્સિંગ કૉલેજ ચાલે છે ત્યાં રેસિડન્ટ ડૉક્ટર અરુણ રાઠોડ અને સુરક્ષારક્ષકને ભોયરું મળી આવ્યું હતું. ડૉ. રાઠોડને ત્યાં એક ઢાંકણું જણાઈ આવ્યું હતું. કુતૂહલ થતા ઢાંકણું ખોલતા ત્યાં એક લાંબોલચક રસ્તો જણાયો હતો અને તેમાં અંદર એક ભોયરું હોવાનું જણાયું હતું. આ ભોયરું ડી.એમ. પેટીટ અને મોટલી બાઈ અને બંને વોર્ડને જોડતું હોવાનું ૨૦૦ મીટર લાંબું જણાયું હતું. જે.જે. હૉસ્પિટલના પરિસરમાં આવી અનેક જૂની ઈમારતો છે, તેમાંથી અમુક હેરિટેજ છે. મુંબઈની જે.જે. હૉસ્પિટલ એ સૌથી જૂની સરકારી હૉસ્પિટલ છે. ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં, પણ પૂરા દેશમાં તે પ્રસિદ્ધ છે. દેશભરથી અહીં ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે. આ હૉસ્પિટલે બૉમ્બસ્ફોટ, તોફાન અને આંતકવાદી હુમલામાં જખમી થયેલા અનેક દર્દીઓ પર સારવાર કરી છે. તો આ હૉસ્પિટલના પરિસરમાં અંડરવર્લ્ડના હુમલા પણ થયા હોવાનું કહેવાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં દક્ષિણ મુંબઈના મલબારહિલમાં આવેલા રાજભવનમાં બ્રિટિશકાળનું ભોયરું મળી આવ્યું હતું. આ ભોયરું લગભગ સવાસો વર્ષ જૂનું હોવાનું જણાયું હતું. આ ભોયરામાં અલગ અલગ આકારના ૧૩ રૂમ મળી આવ્યા હતા. ઉ

 

RELATED ARTICLES

Most Popular