જૂના સોમનાથ મંદિરના કલાત્મક અવશેષો: પ્રભાસ પાટણ મ્યુઝિયમ, સોમનાથ

ઇન્ટરવલ

ભાટી એન. – તસવીરની આરપાર

તમે સોમનાથ જોયું છે…!? પુરાણું સોમનાથ મંદિરના કલાત્મક પથ્થરના અવશેષો જોયા છે..!? પ્રાચીન સોમનાથ મંદિર બેનમૂન અને અસાધારણ બારીક નકશીકામથી ઝળહળતું હતું….! હજારો શિવભક્તો પ્રતિદિન બાર જયોતિર્લિંગમાંના પ્રથમ જયોતિર્લિંગ સોમનાથનાં હૃદયપૂર્વક દર્શન કરે છે. કલાનયન સોમનાથનું પ્રાચીન મંદિર ભગ્ન થયા પછી તેના કલાકોતરણીસભર પથ્થરોને સાચવવા માટે આયોજન કરવામાં આવ્યું અને એ માટે પ્રભાસ પાટણ (સોમનાથ)માં મ્યુઝિયમ સ્થાપના કરવામાં આવી. ૧૯૪૭થી ભગ્ન મંદિરને તોડી પાડીને ત્યાં નવું મંદિર બાંધવાનો નિર્ણય લેવાયો. આથી જૂના સોમનાથ મંદિરના કલાત્મક પથ્થરોને સાચવવા માટે અને એની કાયમી યાદગીરી પ્રસ્થાપિત કરવા એના આર્કિટેક્ચર સ્ટાઇલના પથ્થરો અને તેમાં થયેલાં નકશીકામને સાચવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે! આ મ્યુઝિયમની ગણ્યાગાંઠયા જૂજ શિવભક્તો મુલાકાત લે છ! આપણે આ પુરાણા સોમનાથ મંદિરની તસવીરી ઝલક માણીએ.
ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલ ૧૩મી નવેમ્બર ૧૯૪૭ના રોજ ભગવાન સોમનાથનાં દર્શન કરવા પધારેલા. તેમની આ મુલાકાત વેળાએ સોમનાથ મંદિરને જર્જરિત હાલતમાં નિહાળતા તેમનું દિલ દ્રવી ઊઠયું હતું..!? તેઓ વિચારવા લાગ્યા કે સોમનાથ ભારતનાં ૧૨ જયોતિર્લિંગમાંનું પ્રથમ જયોતિર્લિંગ છે. આ ભવ્ય મંદિક ભગ્નવસ્થામાં હોય તે કેટલું વાજબી ગણી શકાય..!? તેમણે ત્યારે જ મનોમન સંકલ્પ કર્યો કે આ ભગ્ન મંદિરનું પુન: નિર્માણ કરવું. તેમણે સોમનાથના મંદિરને નવેસરથી બનાવવાનો નિર્ણય કર્યો અને એ માટે તેમણે સોમનાથ ટ્રસ્ટની રચના કરી.
પ્રભાસ પાટણ સંગ્રહાલય ભગવાન સોમનાથ મંદિરનાં પુનરુદ્ધારનાં ચક્રો ગતિમાન થયા પછી સોમનાથ પ્રાચીન મંદિરનાં અવશેષોનું સંગ્રહ સ્થાન સ્થાપવાનું એ સમયનાં સૌરાષ્ટ્ર રાજ્યે સ્વીકાર્યું અને સૌરાષ્ટ્ર રાજયના પુરાતન ખાતાના અધ્યક્ષ હરિલાલ માંકડ દ્વારા કબજો સંભાળી લેવામાં આવેલો અને પ્રાચીન કલાત્મક પથ્થરો આ મ્યુઝિયમમાં લાવવામાં આવેલા. આ રીતે પ્રભાસ પાટણ સંગ્રહાલય અસ્તિત્વમાં આવ્યું. ધીરે… ધીરે… કયુરેટરો દ્વારા સંગ્રહ અને સંગ્રહાલયની પ્રગતિ કરવામાં આવી. ૧૯૬૦માં ગુજરાત સરકારે અલગ સંગ્રહાલય ખાતાની રચના કરી. આ સંગ્રહાલયને તેમાં જોડી દેવામાં આવ્યુંં. આ સંગ્રહાલયમાં મોટે ભાગે પ્રાચીન સોમનાથ મંદિરના ખંડેરથી મળી આવેલા શિલ્પો અને સ્થાપત્યોના અવશેષો છે. છતા પ્રભાસ ક્ષેત્રના ઇતિહાસ પુરાતત્ત્વ અને કુદરતી ઇતિહાસ પર પ્રકાશ નાખતા અન્ય નમૂનાઓ પણ અહીં છે. હાલમાં જ સરકારે આ સંગ્રહાલય માટે નવું ભવન બાંધી આપ્યું છે. આ નવા સંગ્રહાલયમાં પ્રભાસની વહાણવટા, લોકસંસ્કૃતિ અને સમૂહ જીવનના નમૂનાઓ પણ રાખવામાં આવ્યા છે. આ સંગ્રહાલયમાં કુલ ૧૬૩૮ નમૂનાઓ છે. તેમાં પ્રાચીન શિલ્પો, છઠ્ઠા સૈકામાં કોડીનારના રસ્તે આવતા પ્રાચીન તીર્થથી પ્રાપ્ત થયેલા વૈષ્ણવ શિલ્પોવાળું આ સંગ્રહાલય સોમનાથ જાવ તો અચૂક જો જો. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.