જિન્નાત

પ્રકરણ: ૧૦

જિન્નાતભાઈએ રાજનન્ો પોતાન્ો બરાબર અગિયાર વાગ્યે અહીં મળવા માટે આવવાનું કહૃાું હતું, પરંતુ અત્યાર સુધી જિન્નાતભાઈ કેમ આવ્યા નહોતા? ‘શું જિન્નાતભાઈ નહીં આવે? ‘શું જિન્નાતભાઈનો દોસ્ત હીના ક્યાં છે?’ એ શોધીન્ો નહીં લાવી શક્યો
હોય? એવા એક વિચારે રાજનન્ો થથરાવી મૂક્યો

રાજન્ો હાથ લંબાવીન્ો જિન્નાતભાઈનો જમણો હાથ પોતાના હાથમાં લીધો અન્ો પોતાના હોઠથી ચૂમ્યો, ‘જિન્નાતભાઈ !’ જો…જો…તમે મારી બહેન હીનાન્ો શોધી આપશો તો હું તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું.
‘આમાં તારે વારેઘડીએ મારો આભાર માનવાની જરૂર નથી. જિન્નાત્ો કહૃાું,’ ‘મેં પહેલાં પણ તન્ો કહૃાું છે કે હું તારો મોટો ભાઈ છું અન્ો મોટો ભાઈ નાના ભાઈ માટે કંઈ કામ કરે તો એમાં નાના ભાઈએ આભાર માનવાની કંઈ જ જરૂર નથી.’
રાજન્ો પોતાના આંસુ લૂછ્યાં.
‘રાજન!’ હવે હું પાછો તન્ો તારા સ્કૂટર સુધી મૂકી દઉં છું. હું તન્ો કાલે હીના ક્યાં છે એ કહીશ.
‘પણ…તમારો દોસ્ત હીના ક્યાં છે?’ એ કાલે શોધી લાવી શકશે ન્ો ? રાજનના આ સવાલ પર જિન્નાત હસ્યો, ‘કેમ નહીં !’ મારો એ દોસ્ત પણ મારા જેવો જ, મારી નાત-જાતનો છે. મારી જેમ એના માટે હીનાન્ો શોધવું એ ખાસ મુશ્કેલ કામ નથી.
રાજન્ો જિન્નાતનો હાથ છોડ્યો. જિન્નાત્ો કાર ચાલુ કરી અન્ો રાજનનું સ્કૂટર જ્યાં પડ્યું હતું એ તરફ કાર ધીમી ઝડપ્ો દોડાવી.
રાજનના સ્કૂટર પાસ્ો કાર લાવીન્ો જિન્નાત્ો ઊભી રાખી. રાજન્ો જિન્નાત સામે જોયું, ‘તો કાલે હીના વિશે જાણવા માટે હું તમન્ો ક્યાં મળું?’
‘કાલ રાત્રે અગિયાર વાગ્યે, ચોપાટી પર, આજે આપણે ઊભેલા એ જગ્યા પર આવી જજે. હું તન્ો કહીશ કે હીના ક્યાં છે.’
‘સારું….હું જાઉં છું. રાજન્ો કહૃાું.’ જિન્નાત્ો પોતાની આંખો ઝુકાવીન્ો હા પાડી. રાજન કારની નીચે ઊતર્યો અન્ો કારનો દરવાજો બંધ કર્યો. વાંકા વળીન્ો એણે જિન્નાતન્ો હાથ બતાવ્યો. એક મીઠી મુસ્કુરાહટ સાથે જિન્નાત્ો કાર આગળની તરફ, ધીમી ઝડપ્ો દોડાવી. એક પછી એક પાસ્ોથી પસાર થઈ રહેલાં વાહનોની આગળ જિન્નાતની કાર ખોવાઈ ગઈ. રાજન્ો ચાવી ફેરવી, કીક મારીન્ો સ્કૂટર ઝુબ્ોરના રેડીમેડ સ્ટોર તરફ દોડાવી મૂક્યું.
એ ઝુબ્ોરના રેડીમેડ સ્ટોર પર પહોંચ્યો ત્યારે ત્યાં ઝુબ્ોરની સામે પરિમલ આવીન્ો બ્ોઠો હતો. રાજન ઝુબ્ોરની સામેની ન્ો પરિમલની બાજુની ખુરશી પર બ્ોઠો. અન્ો પછી આડીઅવળી વાત કર્યા વિના જ એણે ગઈકાલથી અત્યાર સુધીની જિન્નાત વિશેની વાત ઝુબ્ોર અન્ો પરિમલન્ો કહી સંભળાવી.
રાજનની વાત સાંભળીન્ો ઝુબ્ોર કંઈક વિચારમાં પડી ગયો.
‘રાજન!’ ત્ોં એમ કહૃાું કે જિન્નાત્ો તન્ો ફોન કરવાનું કહૃાું છે, એ વાત ત્ોં નીમુન્ો કરી અન્ો પછી ત્ોં જિન્નાતન્ો ફોન કર્યો તો એણે તારી સાથે વાત ન કરી. ત્ોં જિન્નાતની વાત બીજાન્ો કરી એટલે એણે તારી સાથે વાત ન કરી, તો પછી ત્ોં અત્યારે અમન્ો જિન્નાતની બધી વાત કરી તો શું એ કાલ રાત્રે તન્ો ‘હીના ક્યાં છે ?’ એ કહેશે ખરો ?
વિચારમાં પડેલા ઝુબ્ોરે પરિમલનો આ સવાલ સાંભળીન્ો રાજન સામે જોયું.
‘હા, કહેશે!’ કારણ કે મેં અત્યારે તમન્ો આ વાત કોઈપણ હેતુ વિના, ફકત તમે મારા દોસ્ત છો અન્ો જિન્નાત વિશે આ પહેલાં પણ ઘણુંબધું જાણો છો, એટલા માટે કહી છે. રાજન્ો કહૃાું.
‘હા…!’ ઝુબ્ોરે કહૃાું, ‘રાજનની વાત સાચી છે. કોઈપણ હેતુસર રાજન જિન્નાત વિશેની વાત કહે તો જ જિન્નાત એ વાત પ્ાૂરી ન થવા દે. જિન્નાત્ો રાજન સાથે એટલા માટે ફોન પર વાત ન કરી કે, એનો હેતુ હતો કે પોત્ો જિન્નાતન્ો મળીન્ો જ આવ્યો એ વાત નીમુ સામે સાબિત થાય. જ્યારે અત્યારે આપણી સાથે એણે જિન્નાત વિશે વાત કરી એમાં કોઈ જ હેતુ નથી.’
‘અચ્છા…!’ પરિમલે ઝુબ્ોર પરથી નજર ખસ્ોડીન્ો રાજન સામે જોયું, ‘તો હવે કાલે તું રાત્રે જિન્નાતન્ો મળવા જઈશન્ો?’
‘હા…!’ રાજન્ો ટૂંકમાં જવાબ આપ્યો.
‘તો…સાથે ઝુબ્ોરન્ો લઈ જાન્ો.’
‘ના…’ પરિમલની વાત સાંભળીન્ો ઝુબ્ોરે જ કહૃાું, ‘મારી હવે આમાં કંઈ જ જરૂર નથી. અત્યારે જિન્નાત રાજનન્ો હેરાન-પરેશાન કરતો નથી અન્ો જ્યાં સુધી રાજન જિન્નાતનું કહૃાું માનશે ત્યાં સુધી જિન્નાત એન્ો હેરાન નહીં કરે. અત્યારે જિન્નાત રાજનન્ો સામેથી મદદ કરવા તત્પર છે અન્ો હીનાન્ો શોધી આપ્ો છે. આવા વખત્ો હું એની સાથે જાઉં તો કદાચ જિન્નાત ગુસ્સ્ો થઈન્ો રાજનનું ધનોત-પનોત પણ કાઢી નાખે.’
‘હા…!’ ઝુબ્ોરની વાત બરાબર છે, હું કાલ રાત્રે એકલો જ જિન્નાતન્ો મળવા માટે જઈશ. અન્ો જિન્નાત સાથે શું વાત થઈ એ હું કાલે આવીન્ો તમન્ો કહીશ.
‘ભલે…!’ ઝુબ્ોર અન્ો પરિમલ બન્ન્ોએ સાથે કહૃાું.
‘ચલ ત્યારે ઝુબ્ોર, હું ઑફિસ્ો જાઉં છું. પરિમલ, તું આવે છે?’ રાજન્ો ઊભા થઈન્ો, ખૂણામાં પડેલી પોતાની બ્રીફકેસ હાથમાં લેતાં કહૃાું.
‘હું આવું છું.’ કહેતાં પરિમલ પણ ઊભો થઈ ગયો.
ઝુબ્ોર અન્ો રાજન પરિમલન્ો બહાર-સ્કૂટર સુધી મૂકવા આવ્યા. રાજન અન્ો પરિમલ પોતપોતાના સ્કૂટર પર ઑફિસ્ો પહોંચ્યા અન્ો પોતપોતાના કામમાં લાગી ગયા.
એ દિવસ આખો કામમાં પસાર ક્યાં થયો એની જ રાજનન્ો ખબર પડી નહીં. નીમુ સાથે પણ રાત આનંદથી વીતી. બીજા દિવસ્ો સવારે રાજન રાબ્ોતા મુજબ ઑફિસ્ો પહોંચ્યો.
લગભગ અગિયાર વાગ્યે રાજન્ો બધી દવાઓનાં સ્ોમ્પલ બ્રીફકેસમાં ભર્યાં અન્ો બ્રીફકેસ બંધ કરી. જમણા હાથમાં પકડીન્ો એ મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યો.
‘રાજન…!’ એ માંડ ચારેક પગલાં ચાલ્યો હશે ત્યાં જ પાછળથી પરિમલનો અવાજ આવ્યો.
રાજન્ો પરિમલ બ્ોઠો હતો એ ટેબલ તરફ ફરીન્ો જોયું. ‘રાજન!’ નીમુ ભાભીનો ફોન છે. કહેતાં પરિમલ પાછો પોતાના કામમાં પડ્યો.
રાજન્ો પોતાના ટેબલ પર આવીન્ો બ્રીફકેસ મૂકી અન્ો બાજુના જ પરિમલના ટેબલ પર પડેલા ફોનનું રિસીવર ઉઠાવીન્ો કાન પર ધર્યું, ‘હેલ્લો, બોલ શું કામ હતું ?’
‘કામ તો આમ ખાસ નહોતું. સામેથી નીમુનો અવાજ આવ્યો,’ ‘આ તો ઘરે ટેલિફોન કંપની તરફથી એક કાગળ આવ્યો છે.’
‘હં…શાનો છે?’ રાજન્ો પ્ાૂછ્યું.
‘ટેલિફોન માટે આપણો નંબર આવી ગયો છે એટલે આપણે ફોનના પ્ૌસા ભરી દેવા માટેનો કાગળ છે. મને થયું કે તમન્ો કહી દઉં.’ નીમુના અવાજમાં હવે થોડાક દિવસમાં જ પોતાન્ો ત્યાં ફોન આવી જશે એ વાતનો આનંદ હતો. હવે એ પોત્ો ગમે ત્યારે ઑફિસ્ો ફોન કરીન્ો રાજન સાથે વાત કરી શકશે, એ વાતની ખુશી હતી.
‘સારું…!’ હું બહાર નીકળું છું તો કાગળ લેતો જાઉં છું. હું આજે જ પ્ૌસા ભરી દઈશ. બોલ, બીજું કંઈ કામ નથીન્ો ?
‘ના… પણ તમે આજે વહેલા આવશોન્ો ?’ સામેથી નીમુએ પ્ાૂછ્યું.
‘હા…’ રાજન્ો કહૃાું એ સાથે જ એન્ો યાદ આવ્યું કે આજે તો પોત્ો રાત્રે અગિયાર વાગ્યે જિન્નાતન્ો ‘હીના ક્યાં છે?’ એ વિશે જાણવા માટે મળવા જવાનો છે. ‘નીમુ…!’ મન્ો યાદ આવ્યું. આજે તો શેઠની એક પાર્ટી સાથે મારે રાતના જમવા ન્ો એમન્ો ફેરવવા જવાનું છે. એટલે રાત્રે હું મોડો આવીશ. રાજનના મગજે ઝડપથી જુઠ્ઠો જવાબ બનાવી લીધો.
‘સાચું કહો છો ન્ો?’ નીમુએ સામેથી સવાલ પ્ાૂછ્યો.
‘હા….તારી પાસ્ો ક્યારેય જુઠ્ઠું બોલ્યો છું…રાણી…!’ રાજન્ો કહૃાું. રાજન રાણી શબ્દ ખૂબ જ ધીમેથી બોલ્યો હતો, ત્ોમ છતાંય રાણી શબ્દ પરિમલના કાન્ો પડ્યો હતો. એણે નજર ઊંચી કરીન્ો રાજન તરફ આંખ મીંચીન્ો પાછો કામમાં લાગ્યો.
રાજનના આ ‘રાણી’ શબ્દે નીમુ પર પણ સારી અસર કરી. ખુશ થતાં નીમુએ જવાબ આપ્યો, ‘સારું !’ પણ વહેલા આવી જજો.
‘ભલે…! ફોન મૂકું છું. કહેતાં રાજન્ો ફોન મૂકી દીધો અન્ો પરિમલ સામે જોયું. પરિમલે પણ અધ્ધર ડોક કરીન્ો રાજન સામે જોયું. ‘પરિમલ !’ મેં તન્ો ગઈકાલે વાત કરી હતી ન્ો કે જિન્નાત્ો મારા ઘરે ફોન બ્ો-ત્રણ દિવસમાં જ આવી જશે એવું કહૃાું હતું.
‘હા…કેમ ?’ પરિમલે પ્ાૂછ્યું.
‘નીમુનો ફોન હતો કે પ્ૌસા ભરીન્ો, ફોન મેળવવાનો ટેલિફોન કંપનીમાંથી કાગળ
આવ્યો છે.’
‘તો….તારું એમ માનવું છે કે આ જિન્નાતન્ો કારણે તારો ફોનમાં વહેલો નંબર લાગ્યો છે ?’ પરિમલે હાથમાંથી પ્ોન ટેબલ પર મૂકતાં કહૃાું.
‘હા…’ રાજન્ો કહૃાું, ‘સમજ કે આજે તું ટેલિફોન માટે અરજી કરે તો તન્ો કેટલા સમય પછી ફોન મળે ?’ રાજન્ો પ્ાૂછ્યું.
‘લગભગ આઠ-દસ મહિના તો નીકળી જ જાય.’ પરિમલે જવાબ આપ્યો.
‘તન્ો ખબર છે ન્ો કે મેં ક્યારે ફોન માટે અરજી કરી હતી?’
‘હા…બ્ો મહિના પહેલાં…’ પરિમલ આગળ બોલતાં અટક્યો. એન્ો પણ ખ્યાલ હતો કે મેન્ોજરે રાજન પાસ્ો બ્ો મહિના પહેલાં જ ટેલિફોનની અરજી કરાવી હતી. ગઈકાલે સવારે જ રાજન્ો, ‘જિન્નાત્ો બ્ો-ચાર દિવસમાં ફોન આવશે. એવી વાત કરી હતી, અન્ો આજે જ ફોન મળ્યાનો કાગળ આવી ગયો એટલે જરૂર એમાં જિન્નાતનો જ હાથ હોવો જોઈએ.’ ‘હોઈ શકે…!’ પરિમલે કહૃાું, ‘જિન્નાતન્ો કારણે જ તન્ો આટલો જલદી ફોન મળ્યો હશે.’
‘હા…’ કહેતાં રાજન્ો જમણા હાથે ટેબલ પર પડેલી બ્રીફકેસ ઉઠાવી, ‘પરિમલ !’ આજે રાત્રે મારે જિન્નાતભાઈન્ો મળવા જવાનું છે. મેં નીમુન્ો મોડે આવવાનું કહૃાું છે. એટલે હું અહીંથી તારી સાથે જ તારા ઘરે આવીશ. ત્યાં જ જમીન્ો લગભગ રાત્રે સાડા દસ વાગ્યે જિન્નાત- ભાઈન્ો મળવા નીકળી જઈશ.
‘ભલે, હું ઝુબ્ોરન્ો પણ ફોન કરી દઈશ.’ એ પણ આવી જશે. પરિમલે કહૃાું, ‘બા પણ તન્ો કેટલાય દિવસથી યાદ કરે છે.’
‘બરાબર છે…હું નીકળું છું.’ કહેતાં રાજન શેઠની ઑફિસ તરફ આગળ વધી ગયો.
શેઠ સાથે વાત કરીન્ો, મેન્ોજર પાસ્ોથી ચેક લઈન્ો અન્ો નીમુ પાસ્ોથી ટેલિફોનનો એ કાગળ લઈન્ો રાજન્ો ટેલિફોન કંપનીમાં એ ચેક ભરી દીધો. ટેલિફોનવાળાએ બ્ો-ચાર દિવસમાં જ ફોન લાગી જશે એવું રાજનન્ો કહૃાું.
ત્યાંથી રાજન ત્રણ ડૉક્ટરોન્ો મળ્યો અન્ો એમન્ો સ્ૉમ્પલ આપ્યાં અન્ો ત્યાં સુધી તો પાંચ વાગી ગયા.
રાજન ઑફિસ્ો પાછો આવ્યો ત્યારે પરિમલ એની વાટ જોઈન્ો જ બ્ોઠો હતો. બ્રીફકેસ ઑફિસ્ો જ મૂકીન્ો રાજન પરિમલ સાથે એના ઘરે પહોંચ્યો, ત્યાં ઝુબ્ોર તો ક્યારનોય આવીન્ો બ્ોઠો હતો.
પરિમલના ઘરમાં ફકત બ્ો જ જણ હતા. પરિમલ અન્ો એની બા રેવતીબ્ોન. પરિમલનાં બા ખૂબ જ સંસ્કારી, સીધાં-સાદાં, પ્રેમાળ અન્ો લગભગ પંચાવન વરસની ઉંમરનાં હતાં. રાજન અન્ો ઝુબ્ોર પણ એમન્ો બા કહીન્ો જ બોલાવતા હતા. પરિમલના પિતાનું લગભગ ચાર વરસ પહેલાં જ હૃદયરોગના હુમલાન્ો કારણે અવસાન થયું હતું. પરિમલના પિતા ઘરમાં સારો એવો પ્ૌસ્ો મૂકી ગયા હતા. પરિમલ અત્યારે સીકા લૅબોરેટરીઝમાં એટલું કમાઈ લેતો હતો કે એ અન્ો એની બા ઠાઠ-માઠથી જીવન વિતાવતાં હતાં.
ટેબલ પર બધું જમવાનું પીરસીન્ો પરિમલની બા, રાજનની બાજુમાં બ્ોસતાં બોલ્યાં, ‘ઝુબ્ોર તો વચ્ચે બ્ો-ત્રણ વખત સલમા સાથે આવી ગયો, પણ તું તો ઘણા દિવસ્ો દેખાયો, રાજન.’
‘હા, બા…જરાક કામમાં રહેતો હતો એટલે આવી નહોતો શકતો. પણ બા…!’ તમે ઘરે આવતાં હો તો…!
‘મન્ો પણ નીમુન્ો મળવાનું કેટલાય દિવસથી મન થાય છે, પરંતુ એકલી કોની સાથે આવું?’ મારી નીમુ અન્ો સલમા જેવી જ એક ત્રીજી પણ વહુ હોય, તો ઝટ લેતીક્ધો ચાલી નીકળું.
‘બા…શું હવે…!’ બાએ વહુની વાત કરી એટલે પરિમલે મોઢામાં કોળિયો મૂકતાં કહૃાું.
‘શું-શું હવે ?’ રાજન્ો ચહેરા પર મીઠું હાસ્ય લાવતાં કહૃાું, ‘બાની વાત સાચી જ છે ન્ો !’ તારે હવે લગ્ન કરી લેવા જોઈએ.
‘હા…પણ મન્ો ગમે એવી છોકરી પણ હોવી જોઈએન્ો…!’ પરિમલે ‘તું પણ શું યાર…!’ એવા ચહેરા પર ભાવ સાથે રાજનન્ો કહૃાું.
‘તન્ો કેવી છોકરી ગમે, બોલ?’ ઝુબ્ોરે પરિમલની પટ્ટી ઉતારવાના હેતુથી કહૃાું, ‘તારે શ્રીદેવી જેવી પત્ની જોઈએ કે પછી…!’
‘બા જેવી-સુંદર, સુશીલ અન્ો સમજુ.’ ઝુબ્ોર આગળ કોઈ હીરોઈનનું નામ ગણાવે એ પહેલાં જ પરિમલે કહૃાું.
‘મારા જેવી તો આપણી નાત-જમાતમાં એક નહીં એકસો છે…તું કહેતો…હોય…
‘મા…!’ પરિમલે માન્ો આગળ બોલતી અટકાવી, ‘તારા જેવી આપણી નાત-જમાતમાં તો શું પણ આખીય દુનિયામાં એકેય છોકરી નથી. કોઈ છોકરી સુંદર હોય છે તો એ તારા જેવી સમજુ નથી હોતી.
‘અન્ો સમજુ હોય છે તો એ છોકરી તમારી જેવી સુશીલ નથી હોતી. ઝુબ્ોરે પરિમલનું વાક્ય અડધેથી પકડીન્ો અડધે જ છોડયું.
‘અન્ો સુશીલ હોય છે તો એ તમારા જેવી સુંદર નથી હોતી. રાજન્ો ઝુબ્ોરનું વાકય પકડી લીધું. ‘બા ! પરિમલની આ વાત તો સાચી જ છે. આ જમાનામાં તમારા જેવા આ ત્રણેય ગુણ ધરાવનારી છોકરી તો…
‘બસ, બસ, હવે…તમારા ત્રણેયનો આ જ તો વાંધો છે. હું જ્યારે પણ પરિમલનાં લગ્નની વાત કરું છું ત્યારે તમે બન્ન્ો અડધે સુધી તો મારો સાથ આપો છો, અન્ો પછી તમારા દોસ્ત પરિમલનો સાથ આપવા લાગો છો. બાએ મીઠો ગુસ્સો કરતાં કહૃાું.’
આ સાંભળીન્ો રાજન, ઝુબ્ોર અન્ો પરિમલ ત્રણે હો-હો કરતાં હસી પડ્યા.
સાડા દસ વાગ્યા સુધી પરિમલ અન્ો ઝુબ્ોર સાથે વાતો કરી, રાજન્ો ઝુબ્ોરન્ો જિન્નાતની મદદથી ફોન આવી ગયાની વાત પણ કરી. અન્ો પછી રાજન જવા માટે ઊભો થયો.
‘તન્ો જિન્નાત હીના વિશે જે કહે એ જાણવા હું તન્ો ફોન કરુંન્ો?’ ઝુબ્ોરે રાજનન્ો પ્ાૂછ્યું.
‘ના…હું કાલ સવારે આજની જેમ તારા સ્ટોર પર જ આવી જઈશ.
‘એ જ બરાબર રહેશે. હું પણ કાલ સવારે ત્યાં જ આવીશ. પરિમલે કહૃાું.
‘હું નીકળું છું.’ કહેતાં રાજન બાન્ો મળીન્ો પરિમલના ઘરની બહાર નીકળ્યો અન્ો સ્કૂટરની કીક મારીન્ો એ સ્કૂટર પર ચોપાટી તરફ, જિન્નાત્ો કહેલી જગ્યા તરફ આગળ વધ્યો.
રાજન એ જગ્યા પર પહોંચ્યો ત્યારે અગિયાર વાગ્યા ન્ો દસ મિનિટ થઈ હતી. દિવસ્ો તો અહીં થોડા-ઘણા લોકો દેખાતા હતા, પરંતુ ચોપાટીના આ ભાગમાં અત્યારે સન્નાટો હતો. ચાંદીની થાળી જેવા ગોળ ચાંદના અજવાળામાં અત્યારે દરિયો ઘૂઘવાતો હતો. આટલા વરસમાં આજે પહેલી વાર રાજનન્ો ચોપાટી ભયાનક લાગતી હતી.
જિન્નાતભાઈએ રાજનન્ો પોતાન્ો બરાબર અગિયાર વાગ્યે અહીં મળવા માટે આવવાનું કહૃાું હતું. પરંતુ અત્યાર સુધી જિન્નાતભાઈ કેમ આવ્યા નહોતા?
‘શું જિન્નાતભાઈ નહીં આવે?’
‘શું જિન્નાતભાઈનો દોસ્ત હીના ક્યાં છે?’-એ શોધીન્ો નહીં લાવી શક્યો હોય ? એવા એક વિચારે રાજનન્ો થથરાવી મૂક્યો.
પછી….પછી શું થયું…? દરિયાકિનારે જિન્નાતભાઈ રાજનન્ો મળવા આવ્યા…? જિન્નાત્ો રાજનની ખોવાયેલી બહેન હીનાન્ો શોધી કાઢી…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

રાજન્ો કહૃાું, ‘હા…!’ ઝુબ્ોરની વાત બરાબર છે, હું કાલ રાત્રે એકલો જ જિન્નાતન્ો મળવા
માટે જઈશ અન્ો જિન્નાત સાથે શું વાત થઈ એ હું કાલ આવીન્ો
તમન્ો કહીશ

Google search engine