એચ. એન. ગોલીબારની નવલકથા

પરંતુ… પરંતુ એની આંખો એ ઓળખી શકતી નહોતી કે હીનાની બાજુમાં બ્ોઠેલો આદમી કોણ છે? એનેે ક્યાંક જોયો છે, એવું એની આંખો કહી રહી હતી
———
‘કોઈ પાગલ છે. કહે છે કે જિન્નાતભાઈ બોલું છું, રાજનને આપો.’ વિજયે કહ્યું એ સાથે જ રાજન ઝડપથી ફોન તરફ આગળ વધ્યો. એને થયું કે વિજયે જિન્નાતભાઈને પાગલ કહ્યા એટલે એ ગુસ્સ્ો ન થયા હોય તો સારું, છંછેડાયા ન હોય તો સારું
—-
રાજન ઝડપી ચાલે હીના પાસ્ો પહોંચ્યો. એના હાથમાંથી ચાનો કપ લઈન્ો બાજુ પર મૂકયો અન્ો ‘હીના…મારી હીના…’ કહેતાં એન્ો ગળે લગાડી લીધી. એની આંખમાંથી પણ ખુશીનાં આંસુઓ વહેવા લાગ્યાં. હીના પણ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી.
રાજન હીનાની પીઠ પર વહાલથી હાથ ફેરવવા લાગ્યો. ‘ભાઈ… ભાઈ.. તમે.. તમે.. કયાં… હતાં.?’
‘હીના…. મેં તન્ો કયાં-કયાં નથી શોધી… હું તન્ો શોધવા માટે કયાં-કયાં નથી ગયો… હું… હું… તન્ો શોધતો શોધતો જ અહીં સુધી પહોંચ્યો છું.’
‘મેં પણ તમન્ો દિલ્હીમાં ઘણા શોધ્યા… ભલ્લા-ભાઈએ તમન્ો દિલ્હીમાં શોધવા માટે કોઈ જ કમી રાખી નથી. પરંતુ તમારો કોઈ પત્તો લાગ્યો નહોતો.’
‘ત્ોં બાજુમાં શંકરકાકાન્ો પ્ાૂછી જોયું હોત મારા વિશે તો ખબર પડી જાત…!’ રાજન્ો હીનાન્ો પોતાનાથી આલગ કરતાં કહૃાું.
‘ભલ્લાભાઈ પોત્ો આપણા ઘર સુધી ગયા હતા, ત્યારેે એમણે બાજુમાં શંકરકાકાની તપાસ કરી હતી, પરંતુ શંકરકાકાના ઘરે તાળું હતું. ભલ્લાભાઈ ત્યાં બીજા ચાર દિવસ રહૃાા હતા. રોજ શંકરકાકાન્ો ત્યાં તપાસ કરવા જતા હતા. પરંતુ એમન્ો તાળું જ જોવા મળતું હતું. એ પછી એ પોલીસની નજરે ચઢી ગયા હતા અન્ો એમન્ો એ જ વખત્ો ત્યાંથી ભાગી આવવું પડયું હતું. એ પછી ફરી વાર ભલ્લાભાઈ તમારી તપાસ માટે જવા ત્ૌયાર થયા હતા પરંતુ મેં જ એમન્ો રોકયા હતા. એમણે મન્ો બહેનની જેમ રાખી હતી, બીજી વખત એ તમન્ો શોધવા આવે અન્ો પોલીસના હાથમાં ઝડપાઈ જાય તો….અન્ો પછી તમે પણ ન મળો તો મારે તો બન્ન્ો ભાઈ ગુમાવવા પડેન્ો…એટલે ભલ્લાભાઈનો ખૂબ આગ્રહ જતાં મેં એમન્ો જવા દીધા નહોતા અન્ો આજે… આજે… તમે…. મન્ો શોધતા…’ હીના ફરી રડી પડી.
‘હા, હીના… આજે હું તન્ો લેવા માટે છેક અહીં સુધી આવી પહોંચ્યો છું.’
‘હું ખૂબ જ ખુશ છું, મોટાભાઈ, પણ….જેમણે મન્ો બહેનની જેમ રાખી, મારી ઈજ્જતનું રક્ષણ કર્યું, અન્ો આજે સાત-સાત વરસથી મન્ો સગી બહેનની જેમ રાખી રહૃાા છે એ ભલ્લાભાઈન્ો કઈ રીત્ો છોડી..’
‘લાડો….!’ પાછળથી ભલ્લાસિંહનો અવાજ આવ્યો. રાજન્ો પાછળ ફરીન્ો જોયું, ભલ્લાસિંહ હીનાન્ો પોતાની બહેન લાડોના નામે જ બોલાવતો હતો. હીના ચાલીન્ો ભલ્લાસિંહ પાસ્ો પહોંચી અન્ો એન્ો વળગી પડી. ભલ્લાસિંહ એના માથે હાથ ફેરવવા લાગ્યો. ‘અરે, ગાંડી….! આજે તારો ભાઈ રાજન આવ્યો છે ન્ો તું રડે છે…!’ ભલ્લાસિંહના ગળે ડૂમો ભરાયો, ‘તારો…. ભાઈ જીવની પણ પરવા કર્યા વિના છેક અહીં સુધી તન્ો લેવા…!’ ગળે ભરાયેલા ડૂમાએ ભલ્લાસિંહના મોઢામાંથી આગળ શબ્દો બહાર નીકળવા દીધા નહીં. એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.
રાજન્ો ભલ્લાસિંહના ખભે હાથ મૂકયો, અન્ો ખભો દબાવીન્ો, હીનાની બ્ૉગ ઉઠાવીન્ો, ઝડપી ચાલે આવીન્ો એ હોડીમાં હીનાની બાજુમાં બ્ોઠો.
પાનાસિંહે હલેસાં મારવાનું શરૂ કર્યું. હોડી સામેના કિનારા તરફ-સરકિટ હાઉસ તરફ સરકવા લાગી.
રડતી-રડતી જ હીના ભલ્લાસિંહ અન્ો એ ડાકુઓ તરફ જોવા લાગી.
જેમ-જેમ હોડી સામેના કિનારા તરફ આગળ વધી જતી હતી ત્ોમ-ત્ોમ હીના આ બધાથી વધુ ન્ો વધુ દૂર જતી હતી.
ભલ્લાસિંહ નદી તરફ ફર્યો. હીનાની હોડી ખાસ્સ્ો દૂર નીકળી ચૂકી હતી. પરંતુ ચાંદના અજવાળામાં જોવા ટેવાયેલી ભલ્લાસિંહની આંખો અહીંથી પણ હીનાન્ો સારી રીત્ો જોઈ શકતી હતી.
ભલ્લાસિંહની આંખો પ્ોલા કિનારા તરફથી આ તરફ આવી રહેલી એક બીજી હોડી પર પડી. એ હોડી હીનાની હોડી પાસ્ોથી જ પસાર થઈ રહી હતી. જોકે, એ બન્ન્ો હોડી વચ્ચે દસ્ોક ફૂટનું અંતર હતું.
ત્યાં ઊભેલા ડાકુઓએ પણ એ હોડી જોઈ. એ હોડી જોતાં જ એમન્ો ખ્યાલ આવી ગયો હતો કે એ કોની હોડી હતી ? ભલ્લાસિંહન્ો પણ ખ્યાલ આવી ગયો કે એ હોડી ભૂષણની હતી.
હોડીમાં બ્ોઠેલા ભૂષણે દૂર જઈ રહેલી હોડી જોઈ. ચાંદના અજવાળામાં ચોખ્ખું જોવા ટેવાયેલી એની આંખોન્ો જોતાં વાર લાગી નહીં કે એ હોડીમાં પાનાસિંહ અન્ો હીના બ્ોઠી છે. પરંતુ…પરંતુ એની આંખો એ ઓળખી શકતી નહોતી કે હીનાની બાજુમાં બ્ોઠેલો આદમી કોણ છે ? એન્ો કયાંક જોયો છે, એવું એની આંખો કહી રહી હતી.
…અન્ો ભૂષણની આંખો હીનાની બાજુમાં બ્ોઠેલા આદમીન્ો ઓળખી ગઈ. ભૂષણ સમજી ગયો કે એ હીનાનો ભાઈ રાજન જ છે. એ રાજન હીનાન્ો અહીંથી લઈ જઈ રહૃાો છે, એ ખ્યાલ આવતાં જ હસ્ોલું બાજુમાં મૂકીન્ો ભૂષણે ચપ્પુ કાઢયું. ખટ કરતાં ખોલ્યું. ચપ્પુ ખાસ્સું લાંબું હતું અન્ો રાજનન્ો એક જ ઘાએ ખતમ કરવા પ્ાૂરતું હતું. રાજનની હોડી અહીંથી પંદરેક ફૂટ જેટલી દૂર હતી, પરંતુ ભૂષણ આ સાત વરસમાં પાક્કો નિશાનબાજ બની ગયો હતો. એના નિશાન પર તો ભલ્લાસિંહ પણ માન આપતો હતો. બંધ આંખે પણ એ નિશાન લગાવી શકતો હતો તો અત્યારે ખુલ્લી આંખે, અહીંથી ચપ્પુન્ો રાજનની તરફ ફેંકીન્ો, રાજનની પીઠમાં ખૂંપાડવું એના માટે મુશ્કેલ કામ નહોતું.
અહીંથી સત્તર ફૂટ દૂર પહોંચેલી રાજનની હોડી તરફ જોઈન્ો ભૂષણે ચપ્પુન્ો ચૂમીન્ો, રાજનની પીઠનું નિશાન લઈન્ો પ્ાૂરા જોર સાથે ચપ્પુ રાજન તરફ ફેંકયું. અન્ો પછી આંખો બંધ કરી દીધી. કાન એણે ખોલી નાખ્યા. રાજનની મરણતોલ ચીસ બીજી જ પળે સંભળાશે જ એવી એન્ો ખાતરી હતી. આજ દિવસ સુધી પોતાનું નિશાન ખાલી ગયું નહોતું. એટલે આજે પોત્ો ફેંકેલું ચપ્પુ રાજનની પીઠમાં ઘૂસીન્ો, રાજનન્ો મોતન્ો ઘાટ ઊતારશે એમાં એન્ો કોઈ શંકા નહોતી.
ચાર પળ પછી પણ રાજનની મરણતોલ ચીસ સંભળાઈ નહીં એટલે ભૂષણે આંખ ખોલીન્ો સામેની તરફ જોયું તો રાજન એ જ રીત્ો હીનાન્ો ચૂપ રાખી રહૃાો હતો અન્ો હોડી ખાસ્સી દૂર પહોંચી ચૂકી હતી.
ભૂષણન્ો પોતાની આંખો પર વિશ્ર્વાસ બ્ોઠો નહીં. ડાકુ ભલ્લાસિંહ પાસ્ો આવ્યા પછી, નિશાનબાજી શીખ્યા પછી અત્યારે પહેલીવાર એનું નિશાન ખાલી ગયું હતું. જોકે, એણે પોત્ો તો એ ચપ્પુ બરાબર નિશાન જમાવીન્ો જ ફેંકયું હતું. એટલે એ નિશાન ખાલી જવાનો સવાલ જ પ્ોદા થતો નહોતો. ત્ોમ છતાંય પોતાનું નિશાન ખાલી ગયું હતું એ સાચું. પરંતુ હવે રાજનન્ો ખાસ દૂર જવા દેવો જોઈએ નહીં. પોત્ો ઝડપથી રાજન પાસ્ો પહોંચીન્ો, એની ધોલાઈ કરીન્ો અન્ો બન્ો તો એન્ો ખતમ કરીન્ો, હીનાન્ો પાછી લાવવી જોઈએ. એણે હલેસું લીધું અન્ો એ હલેસું હલાવીન્ો હોડીન્ો ફેરવવા લાગ્યો.
દૂર ઊભેલા ભલ્લાસિંહન્ો સમજતાં વાર લાગી નહીં કે ભૂષણ હીનાન્ો રોકવા માટે, રાજનની હોડીનો પીછો કરવા આગળ વધી રહૃાો છે. ‘ભૂષણ…! સિંહની ત્રાડ જેવી ભલ્લાસિંહે બ્ાૂમ મારી. ભૂષણે આ બ્ાૂમ સાંભળી પાછળ ફરીન્ો મોટા અવાજે કહૃાું, ‘સરદાર… હું હમણાં જ પાછો આવું છું.’
‘ભૂષણ…!’ ભલ્લાસિંહે પોતાની ત્રાડ મોટી કરી, ‘હીના પાછળ એક હલેસું પણ આગળ વધતો નહીં, પાછો અહીં આવ.
ભૂષણન્ો ચાટી ગઈ. એણે મનમાં જ ભલ્લાસિંહન્ો એક ગાળ દીધી. એ હલેસા મારતાં હોડીન્ો પાછો કિનારા પાસ્ો આવ્યો. હોડીમાંથી ઊતરીન્ો એ ભલ્લાસિંહ પાસ્ો આવ્યો.
‘કેમ ભૂષણ..!’ તું હીનાની પાછળ જઈ રહૃાો હતો?’ ભલ્લાસિંહે ભૂષણના ચહેરા પર નજર જમાવતાં પ્ાૂછયું.
‘સરદાર…! હીના આપણી સાથે સાત-સાત વરસથી રહે છે. એ રીત્ો એનો ભાઈ આવે તો આપણે એન્ો કઈ રીત્ો જવા દઈ શકીએ?’ ભૂષણે કહૃાું.
‘ભૂષણ…તારી વાત સાચી છે. પરંતુ એ વાત પણ સાચી છે કે તું એન્ો એની મરજી નહોતી છતાંય એના ઘરેથી ઉઠાવી લાવ્યો હતો. હવે એન્ો એના ભાઈ સાથે જવા દે.
‘તમે જેમ કહો એમ, સરદાર’ કહેતાં ભૂષણ નીચી નજરે કિલ્લા તરફ આગળ વધી ગયો.
રાજન અન્ો હીના હોડીમાં પાનાસિંહ સાથે કિનારે પહોંચ્યા.
પાનાસિંહ સરકીટ હાઉસમાં આવેલા કમરામાં રાજન અન્ો હીનાન્ો લઈ આવ્યો અન્ો પછી પોત્ો બીજા કમરામાં જતો રહૃાો.
હીનાએ કમરાના સામેના ખૂણાનો પલંગ ઊંઘવા માટે ચોખ્ખો કર્યો અન્ો પછી રાજનની બાજુમાં આવીન્ો પલંગ પર બ્ોઠી. ‘હીના… હું આજે એટલો ખુશ છું કે ના પ્ાૂછ વાત. આ સાત વરસમાં એકેય દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં તન્ો યાદ ન કરી હોય… પણ… તું એ તો બતાવ કે ત્ોં આ સાત વરસ કઈ રીત્ો કાઢયા? તું કઈ રીત્ો ભલ્લાસિંહ પાસ્ો પહોંચી?’ રાજન્ો હીનાના માથે હાથ ફેરવતાં પ્ાૂછયું.
‘ભાઈ! તમન્ો માથામાં લાકડીઓ ફટકારીન્ો બ્ોહોશ બનાવ્યા પછી ભૂષણ, બલરાજ અન્ો હરદેવે મન્ો ઉઠાવીન્ો બહાર નુક્કડ પર ઊભેલી ટૅકસીમાં બ્ોસાડી હતી. પછી…’ હીના પોતાની કહાણી બોલીન્ો કહી રહી હતી અન્ો એ કહાણી રાજનન્ો દૃશ્ય બનીન્ો દેખાતી હતી.
‘ભૂષણે રસ્તા ટૅકસી દોડાવી એ સાથે જ છૂટવા-છટકવા માટે મેં ધમપછાડા શરૂ કરી દીધા. મારી ડાબી બાજુ બ્ોઠેલા બલરાજે ખિસ્સામાંથી એક રૂમાલ અન્ો બાટલી કાઢી. બાટલીનું કલોરોફોર્મ રૂમાલમાં લઈન્ો એણે મારા નાક પર દબાવ્યું. ચોથી જ પળે હું બ્ોહોશ થઈ ગઈ.
ત્યાંથી એ લોકો મન્ો દૌલપુર ગામમાં લઈ ગયા. દૌલપુરમાં હરદેવનું એક જૂનું-પુરાણું મકાન હતું. ત્યાં પહોંચીન્ો એમણે મન્ો એક કમરામાં હાથ-પગ બાંધીન્ો સુવડાવી દીધી.
ત્યાં જ તબડાક… તબડાક…તબડાક..ઘોડાનો અવાજ મારા કાન્ો પડયો.’ બલરાજ અન્ો હરદેવન્ો ખ્યાલ હતો કે અહીં-આ ગામમાં જ્યારે ન્ો ત્યારે ડાકુઓ લૂંટ કરવા ત્રાટકતા હતા. ‘આ ડાકુઓ સીધા ગામ તરફ જાય તો સારું.’ હરદેવે મનોમન પ્રાર્થના કરી.
સહુથી આગળ ઘોડા પર દોડી રહેલા સરદાર ભલ્લાસિંહની નજર આ ઘરમાં સળગી રહેલી લાઈટ પર પડી. એ સાથે જ એણે ઘોડાની લગામ ખેંચી, ઘોડો આ ઘર તરફ વળ્યો. એ સાથે જ એની પાછળના સાથીઓના ઘોડાઓ પણ આ તરફ વળ્યા.
ભલ્લાસિંહે ઘોડા પરથી નીચે ઊતરીન્ો ઘરના દરવાજાન્ો જોરદાર લાત મારી, એ સાથે જ દરવાજો ખૂલી ગયો.
અંદરનું દૃશ્ય જોતાં જ ભલ્લાસિંહ ચોંકી ઊઠયો. અંદર પલંગ પર હાથ-પગ બંધાયેલી હીના તરફડી રહી હતી અન્ો ત્રણ ગુંડા જેવા દેખાતા યુવાનો દારૂની બોટલ સાથે બ્ોઠા હતા.
ડાકુ ભલ્લાસિંહની આંખોની ચમક જોતાં જ જાણે હીનામાં નવું જોર-નવી શક્તિ આવી હોય એમ ઝડપથી બોલી, ‘ભાઈ…. ભાઈ… મન્ો બચાવો… આ ત્રણે જણાથી… એમણે… એમણે…!’ હીના આગળ બોલી શકી નહિ. એ ફરીથી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી.
ભલ્લાસિંહ હીના પાસ્ો પહોંચ્યો અન્ો એણે હીનાના બંધાયેલા હાથ-પગ છોડી નાખ્યા. એ પછી ભલ્લાસિંહ ભૂષણ, હરદેવ અન્ો બલદેવ તરફ ફર્યો. એની આંખોમાંથી અંગારા વરસી રહૃાા હતા.
ડાકુ ભલ્લાસિંહની બંદૂકમાંથી ગોળી નીકળે એ પહેલાં જ ભૂષણે દોડીન્ો ભલ્લાસિંહના પગ પકડી લીધા. બલરાજ અન્ો હરદેવ પણ પરિસ્થિતિ સમજીન્ો દોડયા. એ પણ ડાકુ ભલ્લાસિંહના પગ પકડીન્ો બ્ોસી ગયા.
‘સરદાર…અમન્ો માફ કરી દો, સરદાર..! અમારી હીનાના ભાઈ સાથે દુશ્મની હતી એટલે એનો બદલો લેવા એન્ો ઉઠાવી લાવ્યા હતા. અમન્ો… મારશો નહીં…અમે….અમે…આખીય જિંદગી તમારી ગુલામી કરીશું.’ ત્રણે એકસાથે બોલી ઊઠયા.
ભલ્લાસિંહે હીના સામે જોયું. હીના જાણે એ સવાલ સમજી ગઈ હોય એમ ધીમા અવાજે બોલી, ‘ભાઈ…જેવી તમારી મરજી.
ડાકુ ભલ્લાસિંહે વિચાર્યું, ‘આ ત્રણેયન્ો જિંદગી આપીન્ો, પોતાના ગુલામ બનાવી લેવા જોઈએ.
‘ચલો… આ ત્રણેયન્ો સાથે લઈ લો.’ કહેતાં ડાકુ ભલ્લાસિંહ હીનાનો હાથ પકડીન્ો બહાર નીકળી ગયો.
પાછળ ભૂષણ, બલરાજ અન્ો હરદેવન્ો લઈન્ો બીજા દસ ડાકુઓ પણ નીકળ્યા.
હીના આગળ બોલી, ‘એ પછી ભલ્લાભાઈ ભૂષણ, બલરાજ અન્ો હરદેવન્ો એના અડ્ડામાં લઈ ગયા. એ જ અરસામાં એમની પાછળ પોલીસ પડી. એટલે એમણે મન્ો આ સામેના કિલ્લામાં રાખી.’
રડતાં-રડતાં હીના વાત કરતાં અટકી એટલે થોડીવાર પછી રાજન્ો પ્ાૂછયું, ‘પણ પછી ભૂષણ, બલરાજ અન્ો હરદેવનું શું થયું?’
‘ભલ્લાસિંહે બલરાજન્ો દારૂનું પીઠું ખોલી આપ્યું છે. બલરાજ ભલ્લાભાઈના સાથીઓ માટે સમયસર દારૂ મોકલતો રહે છે, જ્યારે હરદેવન્ો ભલ્લાભાઈએ કારત્ાૂસોની વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું છે. જ્યારે ભૂષણ ભલ્લાભાઈ સાથે જ રહે છે.
‘તો…એ પછી ભૂષણ, બલરાજ અન્ો હરદેવે તન્ો હેરાન…!’
‘ના…એક તો ભલ્લાભાઈની એમન્ો બીક હતી. વળી ભલ્લાભાઈના બધા સાથીઓએ મન્ો બહેન બનાવી એટલે એ પછી એમણે કયારેય મારી સામે ઊંચી નજર કરીન્ો જોઈ નથી.’ હીનાએ કહૃાું.
એ પછી રાજન્ો અન્ો હીનાએ મોડી રાત સુધી વાતચીત કરી અન્ો પછી સ્ાૂઈ ગયા.
બીજા દિવસ્ો વહેલી સવારે બન્ન્ો પાનાસિંહની રજા લઈન્ો બસમાં બ્ોસીન્ો ગ્વાલિયર આવ્યા. ત્યાંથી પછી એ બન્ન્ો મુંબઈની ગાડીમાં બ્ોસી ગયા.
સોમવારના સાંજના આઠ વાગ્યે એ મુંબઈ પહોંચ્યા. ટૅકસીમાં એ હીના સાથે પોતાના ફલેટ નીચે ઊતર્યો ત્યારે એનું તન-મન ખુશીથી ઝૂમી રહૃાું હતું.
રાજન એક હાથમાં પોતાની બ્ૉગ અન્ો બીજા હાથમાં હીનાની બ્ૉગ લઈન્ો લિફટમાં આવ્યો. રાજનના બગલથેલા સાથે હીના પણ લિફટમાં આવી.
લિફટ દસમા માળે આવીન્ો ઊભી રહી.
રાજન અન્ો હીના લિફટમાંથી બહાર નીકળ્યા. પોતાના ફલેટ પાસ્ો આવીન્ો રાજન્ો બ્ૉલ વગાડી. થોડીકવાર પછી દરવાજો ખૂલ્યો. સામે રાજન અન્ો હીનાન્ો જોતાં જ નીમુની આંખોમાંથી ખુશીનાં આંસુ નીકળવા લાગ્યાં. એ બોલવાનું કે બાજુ પર ખસવાનું પણ ભૂલી ગઈ.
‘નીમુ, તારી નણંદન્ો અંદર પણ બોલાવીશ કે પછી આ રીત્ો બહાર જ ઊભી રાખીશ?’ રાજન્ો કહૃાું એટલે ઝબકતાં, નીમુએ હીનાનો હાથ પકડયો અન્ો આવેશ સાથે અંદર લેતાં કહૃાું, ‘આવો, આવો, હીનાબહેન..!’
હીના અંદર આવી, એ સાથે જ આખાય ઘરમાં ખુશી ફરી વળી. પમ્મી અન્ો પાયલ પણ હીનાફોઈન્ો વળગી પડયાં. પરિમલની બાએ હીનાન્ો પોતાની પાસ્ો બ્ોસાડી અન્ો એના માથે હાથ ફેરવવા લાગ્યાં.
રાજન નહાવા માટે બાથરૂમ તરફ આગળ વધ્યો, ત્યાં જ દરવાજાની ઘંટડી વાગી.
રાજન્ો દરવાજો ખોલ્યો તો બાજુના મહેતાકાકાનો દીકરો વિજય ઊભો હતો. વિજય લંડનમાં એની પત્ની સાથે રહેતો હતો.
‘વિજય, તું…તું કયારે આવ્યો?’
‘હજુ ગઈ કાલે જ આવ્યો.’
વિજયન્ો સોફા પર બ્ોસવાનું કહીન્ો રાજન બાથરૂમમાં ઘૂસી ગયો.
ટ્રીન…ટ્રીન…ટ્રીન…ટ્રીન…
રસોડામાં પહોંચી ચૂકેલી નીમુએ બ્ાૂમ મારી, ‘વિજયભાઈ, જરા ફોન ઉપાડજો તો!
વિજયે બાજુના ટેબલ પર પડેલો ફોન ઉઠાવ્યો અન્ો કાન પર ધર્યો, ‘હેલ્લો…!’
‘હું જિન્નાત બોલું છું.’ સામેથી અવાજ આવ્યો.
‘કોણ જિન્નાત…!’ વિજયે કહૃાું.
‘હું જિન્નાતભાઈ બોલું છું. તમે રાજનન્ો ફોન આપો.’ સામેથી થોડોક કડક અવાજ આવ્યો.
‘કોણ છે, વિજય..?’ ટુવાલથી માથું લૂછતાં બાથરૂમમાંથી બહાર નીકળતાં રાજન્ો પ્ાૂછયું.
‘કોઈ પાગલ છે. કહે છે કે જિન્નાતભાઈ બોલું છું, રાજનન્ો આપો.’ વિજયે કહૃાું એ સાથે જ રાજન ઝડપથી ફોન તરફ આગળ વધ્યો. એન્ો થયું કે વિજયે જિન્નાતભાઈન્ો પાગલ કહૃાા એટલે એ ગુસ્સ્ો ન થયા હોય તો સારું, છંછેડાયા ન હોય તો સારું.
વિજય પાસ્ો પહોંચી ગયેલા રાજન્ો, ગભરાટથી ધ્રૂજતા હાથે વિજયના હાથમાંથી ફોન લીધો.
પછી….પછી શું થયું…? છંછેડાયેલા જિન્નાતભાઈએ શું કર્યું..? એમણે રાજનની મદદ કરી…? હીનાનું શું થયું…? રાજનની પત્ની નીમુનું શું થયું…? રાજનના દોસ્ત ઝુબ્ોર અન્ો પરિમલનું શું થયું…? એ બધું જ જાણવા માટે આપ્ો રસ, રહસ્ય અન્ો રોમાંચથી ભરપ્ાૂર આવતો અંક વાંચવો જ પડશે.

 

 

Google search engine