જમ્મુ-કાશ્મીરમાં નિર્માણાધીન સુરંગનો ભાગ તૂટી પડ્યો! એકનું મોત, ચારનો બચાવ, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

ટૉપ ન્યૂઝ

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હોવાની ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી.

પોલીસે અધિકારીએ જણાવ્યાનુસાર યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 10થી 12 મજૂર ફસાયા હોવાની માહિતી મળી હતી, જેમાંથી ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે અને તેના મૃતદેહને કાટમાળમાંથી કાઢવામાં આવ્યો છે.

આ ઘટનામાં અનેક મશીનો અને ટ્રકોને નુકસાન થયું છે. ગુરુવારે રાતે લગભગ 10.15 વાગ્યાની આસપાસ, રામબનમાં ખૂની નાલા પાસે હાઇવે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેમાં ત્યાં કામ કરતી કંપનીના મજૂરો ફસાઈ ગયા હતા એમ એક વરિષ્ઠ અધિકારીએ  જણાવ્યું હતું.

બચાવ કામગીરી મધ્યરાત્રિએ શરૂ થઈ હતી અને ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે રોડ બ્રેકર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે રામબન અને રામસુ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડવાની ઘટનાને “દુર્ભાગ્યપૂર્ણ” ગણાવી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.