જબલપુરની હૉસ્પિટલમાં આગ: આઠનાં મોત, મૃતકોમાં ચાર દરદી

દેશ વિદેશ

 

નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં સોમવારે બપોરે એક ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં આઠ જણનાં મોત થયાં હતાં, જેમાં ચાર દરદીનો પણ સમાવેશ થતો હોવાનું અધિકારીઓએ કહ્યું હતું. આગમાં પાંચ જણ ઘાયલ થયા હોવાનું પણ તેમણે કહ્યું હતું. ઘાયલોને સારવારાર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી બે જણની હાલત ગંભીર હતી.
તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું. હોસ્પિટલ ત્રણ માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હતી એમ જણાવતાં જબલપુરના કલેક્ટર ડૉ. ઈલિયારાજા ટી.એ કહ્યું હતું કે આગમાં ચાર દરદી, ત્રણ કર્મચારી તેમ જ અન્ય એક સહિત આઠ જણનું મોત થયું હતું. ૩૦ બૅડ ધરાવતી હોસ્પિટલ ખાલી કરાવી દેવામાં આવી હતી અને ત્યાં કોઈ જ ફસાયેલું ન હોવાનું તેમણે કહ્યું હતું. આગ ફાટી નીકળી ત સમયે હોસ્પિટલમાં ૨૦થી ૨૫ જણ હતા. જબલપુરના ગોહાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દામોહ નાકા નજીક આવેલી ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સોમવારે બપોરે ૨:૩૦ વાગે આગ લાગી હતી, એમ એસપી સિદ્ધાર્થ બહુગુણાએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. શોર્ટ સરકિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૈહાણે ઘટના અંગે ખદ વ્યક્ત કર્યો હતો અને પ્રત્યેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયાનું અને ઈજાગ્રસ્તોના પરિવારને રૂ. ૫૦,૦૦૦નું વળતર આપવાની જાહેરાત કરી હતી. (એજન્સી) ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.