જન્માષ્ટમીના દિવસે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મંગળા આરતી વખતે અકસ્માત, બેના મોત અનેક ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. વૃંદાવન, મથુરા જેવા સ્થળોએ તો આ દિવસે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. એવામાં એક દુઃખદ સમાચાર જાણવા મળ્યા છે. કૃષ્ણ જન્માષ્ટમીના પર્વ પર વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ  બાંકે બિહારી મંદિરમાં ઉમટેલી ભક્તોની ભારે ભીડ દરમિયાન નાસભાગને કારણે કરુણાંતિકા સર્જાઇ હતી. મથુરાના એસએસપીએ જણાવ્યુ હતું કે ‘મથુરાના બાંકે બિહારીમાં મંગળા આરતી દરમિયાન મંદિરના એક્ઝિટ ગેટ પર એક ભક્ત બેભાન થઈ ગયો હતો, જેના કારણે ભક્તોની અવરજવર અટકી ગઈ હતી. ભારે ભીડ હોવાથી પરિસરની અંદર ગૂંગળામણને કારણે ઘણા લોકોના શ્વાસ રૂંધાયા હતા, જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકની ઓળખ નોઈડાના રહેવાસી નિર્મલા દેવી અને જબલપુર મૂળના વૃંદાવનના રહેવાસી રાજકુમાર તરીકે થઈ છે.

કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે સેકડો વિદેશીઓ સહિત મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ વિવિધ કૃષ્ણ મંદિરમાં પૂજા કરી હતી વ્રજભૂમિમાં પણ ભારે ઉત્સાહ અને ધામધૂમથી લોકોએ ઉત્સવમાં ભાગ લીધો હતો. ઉત્સવમાં હજારો ભક્તોએ શ્રીકૃષ્ણ જન્મ સ્થાનના વિશાળ પ્રાંગણમાં સવારે શહેનાઇ અને ઢોલના તાલે નૃત્ય કરીને ખુશી વ્યક્ત કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.