Homeઆપણું ગુજરાતચૂંટણીની તારીખો અંગે સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન, ભાજપે કરી ચૂંટણીપંચને આ રજૂઆત –...

ચૂંટણીની તારીખો અંગે સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન, ભાજપે કરી ચૂંટણીપંચને આ રજૂઆત – બોમ્બે સમાચાર

[ad_1]

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના જંગનું રણસિંગુ ફૂંકાઈ ચુક્યું છે. ભાજપ, આપ અને કોંગ્રેસ ચૂંટણી માટે રણનીતિ બનાવી રહી છે. વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને ચુંટણીપંચના અધિકારીઓ આજે ફરી ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલએ ચૂંટણીની તારીખો અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.
એક કાર્યક્રમમાં કાર્યકર્તાઓને સંબોધતા સી.આર પાટીલે જણાવ્યુ હતું કે, ‘નવેમ્બરના અંત સુધીમાં તો ચૂંટણી પૂરી થઇ જાય એવુ મને લાગે છે. ગયા વખતે 2017માં તો ડિસેમ્બરની 12મી તારીખે ચૂંટણી હતી. આ વખતે ચૂંટણી 10-12 દિવસો વહેલી આવી જાય તેવું મારું માનવું છે. મને કોઇએ આ વિષે કઈ કહ્યુ નથી. મારી સાથે કોઇની વાત થઇ નથી. ચૂંટણીની તારીખ જાહેર કરવાની મને કોઇ સત્તા નથી. પરંતુ હું કાર્યકરોને કહેવા માંગુ છુ કે, તેઓ દિવાળીમાં સુષુપ્ત ન થઇ જાય.’
નોંધનીય છે કે ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાઈ નથી. દિવાળીની આજુબાજુ અધિકારીક રીતે ચૂંટણીની તારીખો જાહેર કરાઈ તેવી ધારણા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે 26 સપ્ટેમ્બર અને આવતીકાલે 27 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે ઇલેક્શન કમિશનના અધિકારીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. બે સભ્યોનું આ કમિશન વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે. રાજ્યના તમામ જીલ્લાના કલેકટરો સાથે પણ બેઠક કરશે. આ બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સમીક્ષા પણ કરવામાં આવશે.
આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય ચૂંટણી પંચને કેટલીક રજૂઆત કરી છે. ભાજપે ચૂંટણી જાહેર થયા બાદ રોકડ મામલે સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવાની રજૂઆત પણ પંચમાં કરી છે. ભાજપે કહ્યું કે રોકડ મામલે માત્ર રાજકીય પક્ષોના કાર્યકરો કે હોદ્દેદારોની તપાસ થવી જોઈએ. સામાન્ય નાગરિકોને બિનજરૂરી અટકાવવા ન જોઈએ.
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદીમાં સુધારાની છુટ આપવાની રજૂઆત પણ કરી છે. તો સ્ટાર પ્રચારકનો ખર્ચ ઉમેદવારના બદલે રાજકીય પક્ષોના ખર્ચમાં ગણવાની રજૂઆત પણ કરવામાં આવી છે. ભાજપે રજૂઆત કરતા કહ્યું કે વડાપ્રધાન સ્ટાર પ્રચારકોથી અપવાદ છે અને તેમના પ્રવાસનો ખર્ચ ઉમેદવારને બદલે રાજકીય પક્ષમાં ગણવો જોઈએ.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ ચકાસણી માટે ઓછામાં ઓછો એક દિવસનો સમય મળવો જરૂરી. તો વેબસાઇટ પર નામાંકન પત્ર અપલોડ કરવા સમયે નોમિનેશન ફોર્મ અપલોડ કરવાની રજૂઆત ભાજપે કરી છે. મતદાન મથકથી રાજકીય પક્ષનું કાર્યાલય 200ના બદલે 100 મીટરના અંતરે રાખવાની રજૂઆત કરવામાં આવી છે. રાજકીય પક્ષોને જિલ્લા-શહેર માટે 3 વાહનો સુધી મંજૂરી આપવાની રજૂઆત પણ કરી છે.Post Views:
28
[ad_2]

RELATED ARTICLES

Most Popular