ચિયર્સ! સિંગાપોરમાં બનાવાયો ગટરના પાણીમાંથી ઇકોફ્રેન્ડ્લી બિયર!

ઇન્ટરવલ

પ્રાસંગિક – અનંત મામતોરા

બહુ જાણીતી વાત છે કે ભારતના પહેલા ગુજરાતી વડા પ્રધાન મોરારજી દેસાઈ દીર્ઘાયુ હતા. કહેવાય છે કે તેમના આ દીર્ઘાયુનું રહસ્ય તેમનો નિયમિત ‘શિવામ્બુ’ પ્રયોગ હતો. શિવામ્બુ એટલે જાણો છોને? યુરિન. હવે જાણવા મળ્યું છે કે સિંગાપોરમાં ગટરના મલિન પાણી અને યુરિન પર પ્રક્રિયા કરીને બિયર બનાવાયો છે. દુનિયાના બધા દેશો ભારતની જેમ સુજલામ નથી. ઘણા દેશો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરે છે. વિદેશ જતા ભારતીયોએ આ વાતની નોંધ લીધી જ હશે. જે દેશોમાં પીવાનું પાણી મેળવવાનાં ફાંફાં હોય ત્યાં પાણીનો ઉપયોગ થતો હોય તેવા ઉદ્યોગોનો વિકાસ અત્યંત મુશ્કેલ હોય છે. સિંગાપોરમાં આ સમસ્યાનો સાવ અનોખો ઉપાય શોધીને બિયરનું ઉત્પાદન થયું છે.
બિયર દુનિયાના સૌથી વધુ લોકપ્રિય પેય પદાર્થોમાંથી એક છે. તેને બનાવવા પાણીનો નિયમિત સ્રોત જરૂરી છે, કેમ કે તેને બનાવવામાં ખૂબ પાણી વપરાય છે. પાણીની સમસ્યાનો સામનો કરતી સિંગાપોરની એક કંપનીએ ‘ન્યુબ્રુ’ નામનો નવો બિયર લોન્ચ કર્યો છે. આ બિયર અન્ય કોઈ પણ બિયર જેવો જ દેખાય છે અને તેનો સ્વાદ પણ બિયરનો હોવો જોઈએ તેવો જ છે. તેમ છતાં તેની નવીનતા જાણીને તમે ચોંકી જ જશો એ ચોક્કસ! આમ તો બિયર ફળો અને જવનો ઉપયોગ કરીને બનાવાય છે, પણ આ ‘ન્યુબ્રુ’ને બનાવવા નાળાના ગંદા પાણી અને યુરિનનો ઉપયોગ થયો છે!! આ બિયરને અત્યારે દુનિયાના સૌથી ઇકોફ્રેન્ડ્લી બિયરનું બિરુદ મળ્યું છે. સિંગાપોરની દારૂનું ઉત્પાદન કરતી એક કંપનીએ (દેશી ભાષામાં દારૂની ભઠ્ઠી!) એક અજબગજબના પ્રયોગમાં આ પ્રકારે બિયર બનાવ્યો છે, જેમાં મનુષ્યોનાં મળ અને મૂત્ર સામેલ હોય તેવા નાળાના ગંદા પાણીને રિસાઇકલ કરીને તે પાણીનો જ ઉપયોગ ફિલ્ટરેશન કરીને બિયર બનાવવા થાય છે. આ ‘ખાસ પ્રકારના’ પાણીને એક ખાસ નામ પણ આપ્યું છે, ‘નીવોટર.’ ટેક્નિકલી વાત કરીએ તો ન્યુબ્રુ બિયર બનાવવામાં ૯૫% નીવોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પાણી પેયજલના આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબનું તો છે જ, ઉપરાંત તેને બિયર બનાવવા વાપરતાં પહેલાં ફિલ્ટર પણ કરવામાં આવે છે. તેનો એક ઉદ્દેશ્ય એ પણ છે કે જેથી લોકો તે દેશની પાણીની સમસ્યાઓ પ્રત્યે જાગૃત પણ થાય. સિંગાપોર અત્યારે એ દેશોની શ્રેણીમાં છે જે પાણીની અછતની ગંભીર સમસ્યા ભોગવે છે.
ભારતના લોકો કદાચ આ ગંદા પાણીના રિસાઇકલ વિષે એટલું જાણતા નથી, પણ સિંગાપોરમાં આ નીવોટર છેલ્લાં ૨૦ વર્ષથી વપરાય છે. આ પાણી સિંગાપોર નીવોટર સપ્લાયમાં પણ પહોંચાડાય છે. સિંગાપોરની વોટર ઓથોરિટીએ પાણીની સમસ્યાને હલ કરવા નાવીન્યપૂર્ણ વિકલ્પો પ્રત્યે જાગૃતિ વધારવા આ ખાસ બિયર લોન્ચ કર્યો છે. કહેવાય છે કે આ બિયર પીધા પછી મોઢામાં મધ જેવો સ્વાદ રહે છે! તે ઉપરાંત તેમાં પ્રીમિયમ ક્વોલિટીના જર્મન બાર્લી માલ્ટ, એરોમેટિક સિટ્રા, કેલિપ્સો હોપ્સ, કેવિક જેવી સામગ્રીઓનો ઉપયોગ થાય છે. સિંગાપોર વોટર ઓથોરિટી મુજબ દેશમાં પાણીની ભારે અછત છે. ચારેય તરફથી સમુદ્રથી ઘેરાયેલો હોઈ, પીવાના પાણી માટે તો તેનો ઉપયોગ થઈ ન શકે, તેથી સિંગાપોર સરકાર વર્ષોથી પેયજલના વિકલ્પો પર કામ કરે છે. આપણને આશ્ર્ચર્ય થાય એવી વાત છે કે સિંગાપોર વર્ષોથી મલેશિયા પાસેથી પીવાનું પાણી ખરીદે છે. ‘રેઇન વોટર હાર્વેસ્ટિંગ’ની જેમ વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને પણ રિસાઇકલ કરાય છે. આટઆટલી મહેનત પછી પણ સિંગાપોર પોતાની જરૂરિયાતનું માત્ર ૫૦ % પાણી જ મેળવી શકે છે. બાકીની જરૂરિયાત માટે નાળાના પાણી પર પ્રક્રિયા કરીને ચલાવવું પડે છે. એક રિપોર્ટ અનુસાર વધતી વસ્તી સાથે વર્ષ ૨૦૬૦ સુધીમાં સિંગાપોરમાં પીવાના પાણીની માગ બે ગણી વધી જશે. માટે જ સરકાર નીવોટરના ઉપયોગ પર ભાર મૂકે છે. ન્યુબ્રુ આ રીતે બનેલો પહેલો બિયર નથી. આ પહેલાં ક્રાફ્ટ બિયર કંપની ‘સ્ટોન બ્રૂઇંગ’ દ્વારા ‘સ્ટોન ફૂલ સર્કલ પેલ એલે’ લોન્ચ થયો હતો, ‘ક્રસ્ટ બ્રુઅરીઝ’ અને ‘સુપર લોકો ગ્રુપ’ જેવી કંપનીઓ દ્વારા પણ નાળાના રિસાઇકલ પાણીના ઉપયોગથી ક્રાફ્ટ બિયર લોન્ચ થયા છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.