ઘણા દિવસોથી ઑક્સિજન ન મળતા વડોદરાના તળાવમાં સેંકડો માછલાંનાં મોત

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરાના જાણીતા સુરસાગર તળાવમાં ઑક્સિજન ઘટી જતા એકસાથે સેંકડો માછલાંના મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોત પાછળ કોર્પોરેશન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સુરસાગર તળાવમાં એરેશનનો ઈજારો પૂરો થયો હતો. જેના બાદ લગભગ વીસેક દિવસથી ઑક્સિજન અપાયો ન હતો. ઑક્સિજનના અભાવે માછલાઓ ટળવળીને મોતને ભેટી હતી. તળાવમાં ડીઝોલ્વ ઑક્સિજનનું પ્રમાણ આઠ પીપીએસ હોવું જોઈએ, તેને બદલે ૪.૧ પીપીએસ કરતાં પણ નીચે જતું રહ્યું હતું. ઑક્સિજનની માત્રા ઘટી જતાં બહું મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હતા. જેથી તળાવમાંથી દુર્ગંધ આવવા લાગી હતી. સ્થાનિકો દ્વારા મનપાને ગુરુવારે જાણ કરતા ૫૦થી વધારે કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કઢાઈ હતી. ઘટનાને પગલે શહેરીજનોએ અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી હતી. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.