ગ્રંથ મહર્ષિ મહેન્દ્રભાઈ મેઘાણીની વિદાય

આમચી મુંબઈ

મુંબઈ: ગ્રંથમહર્ષિ મહેન્દ્રભાઈ મેઘાણીનું ભાવનગર ખાતે બુધવારે સાંજે ૮ વાગે ૧૦૦ વર્ષની વયે અવસાન થયું હતું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર મહેન્દ્રભાઈએ ગુજરાતી વાચકોને ગુણવત્તાસભર સંસ્કારક્ષમ વાચનનો જંગમ ખજાનો છેલ્લા ૭૦ વરસથી આપ્યો હતો. તેમનો જન્મ મુંબઈમાં, શાળાનું શિક્ષણ મુંબઈ, ભાવનગર અને બોટાદ ખાતે થયું હતું. તેમણે ૧૯૪૮માં ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ બાદ તેઓ ૧૯૪૯માં સ્વદેશ પાછા ફર્યા હતા અને મુંબઈ ખાતે તેમણે અંગ્રેજી ડાઈઝસ્ટ જેવું મિલાપ માસિક શરૂ કર્યું હતું. મહેન્દ્રભાઈ ૧૯૫૧માં મુંબઈથી ભાવનગર આવ્યા. ૧૯૫૪માં લોકમિલાપ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. મિલાપમાં દુનિયાભરના સાહિત્યમાંથી ચૂંટેલી કૃતિઓ પ્રગટ કરવામાં આવતી હતી. ગુજરાતી
મહેન્દ્રભાઈની અંતિમ ક્ષણોમાં તેમના ચારેય સંતાનો અબુલભાઈ, ગોપાલભાઈ, મંજરીબેન અને અંજુબેન હાજર હતા. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.