ગોંડલમાં કામદારની દીકરીને ૯૯.૯૯ પીઆર

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: જિલ્લાના ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં ધોરણ ૧૦ અભ્યાસ કરતી મહેક રૈયાણીએ ૯૯.૯૯ પીઆર મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. મહેકના પિતા હરેશભાઈ ફેક્ટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમ છતાં મહેક હિંમત હાર્યા વગર અભ્યાસમાં મન પરોવી ધો.૧૦ની પરીક્ષા આપી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું હતું.
મહેકે જણાવ્યું હતું કે, ધોરણ ૧૦માં સ્કૂલનાં સાત કલાક સિવાય રોજની હું છથી સાત કલાકની નિયમિત મહેનત કરતી હતી. સ્કૂલની પરીક્ષા પદ્ધતિ, આખા વર્ષનું શ્રેષ્ઠ આયોજન, પ્રેક્ટિસ અને શિક્ષકોનું સતત માર્ગદર્શનને કારણે આજે હું આવું ઉત્તમ પરિણામ મેળવી શકી છું. મારા શિક્ષકોએ મને સતત માર્ગદર્શન પૂરું પાડ્યું છે. હવે આગળ સાયન્સનો અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું મારું સપનું છે. હું મારા આ પરિણામનું તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરુજનોને
આપું છું. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.