ગેરકાયદે મોડિફાઈડ ઈ-બાઈક બનાવનારા ડીલરો સામે સરકાર કડક કાર્યવાહી કરશે: અનિલ પરબ

આમચી મુંબઈ

મુંબઈ: ગેરકાયદે રીતે ફેરફાર કર્યા પછી ટુ-વ્હીલર વેચનારા ઈ-બાઈક ડીલરો અને ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવી ચેતવણી મહારાષ્ટ્રના પ્રધાન અનિલ પરબે આપી હતી. મહારાષ્ટ્રમાં આરટીઓ અધિકારીઓએ પહેલાંથી જ બે હજારથી વધુ વાહનોની તપાસ કરી છે અને તેમાંથી ઘણા સામે કાર્યવાહી કરવામાં આવી છે, એવું પત્રકારો સાથે વાતચીત કરતાં પરબે જણાવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ઈ-બાઈકના મુદ્દા અંગે એક બેઠક બોલાવી હતી, જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મોડિફાઈડ ઈ-બાઈકના ડીલરો અને ઉત્પાદકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું પરબે જણાવ્યું હતું. જો તમે ઈ-બાઈક ચલાવવા માગતા હોવ તો નિયમોનું કોઇ પણ પ્રકારનું ઉલ્લંઘન ચલાવી નહીં લેવાય, એવું પણ તેમણે વધુમાં કહ્યું હતું. ઈ-બાઈકની સ્પીડ ૨૫ કિમી પ્રતિ કલાકથી ઓછી સ્પીડ ધરાવે છે અને રજિસ્ટ્રેશનની કોઇ જરૂર રહેતી નથી, પણ તેમાં કેટલાંક ચેડાં કરીને તેને વધુ ઝડપથી ચલાવવામાં આવી રહી છે, એવું પરબે જણાવ્યું હતું. ઈ-બાઈક માટે પરમિટ, લાઈસન્સ અને હેલ્મેટની જરૂર નથી હોતી. ઓછી સ્પીડની ઈ-બાઈકને સામાન્ય રીતે સાઈકલનો વિકલ્પ માનવામાં આવે છે, પરંતુ ઘણી ફરિયાદો આવી હતી કે આ બાઈકો વધુ ઝડપે ચલાવવામાં આવી રહી છે, એવું પરબે જણાવ્યું હતું.
ગેરકાયદે રીતે મોડિફાઈડ કરાયેલાં ઈ-વાહનોના વેચાણ માટે ડીલરો પર ૧ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો અને ઉત્પાદકોને આવા ટુ-વ્હીલર બનાવવા બદલ ૧૦૦ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, એવું પરબે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઈ)ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.