ગુટખાની જાહેરાતો માટે અમિતાભ, શાહરૂખ, અજય દેવગણ સામે બિહાર કોર્ટમાં અરજી

ફિલ્મી ફંડા

બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અજય દેવગણ પર બિહારની એક કોર્ટમાં ગુરુવારે દાખલ કરવામાં આવેલી અરજીમાં “ગુટખા અને તમાકુના સેવનને પ્રોત્સાહન આપવા”નો આરોપ મૂકવામાં આવ્યો છે.

બિહારના સામાજિક કાર્યકર્તા તમન્ના હાશ્મી દ્વારા મુઝફ્ફરપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તેમણે આરોપ લગાવ્યો છે કે આ કલાકારો દર્શાવતી કમર્શિયલ લોકોને જાહેરાત કરવામાં આવતી વસ્તુઓ ખાવા માટે પ્રોત્સાહિત કરે છે.  તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે એવી તેમણે માગણી કરી છે. 

તમન્ના હાશમી રાજકીય અગ્રણીઓ અને સેલિબ્રિટીઓ સામેની તેમની અરજીઓ માટે સમાચારમાં રહે છે. તેમણે અભિનેતા રણવીર સિંહ માટે પણ જણાવ્યું હતું કે  તે ગુટખા અને પાન મસાલાની જાહેરાતોમાં દેખાવા માટે સંમત થઈને “તેના સેલિબ્રિટી સ્ટેટસનો દુરુપયોગ” કરે છે. 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.