Homeઆપણું ગુજરાતગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચાયુ – બોમ્બે સમાચાર

ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બીલ પરત ખેંચાયુ – બોમ્બે સમાચાર

[ad_1]

ગુજરાતમાં રખડતા ઢોર મુદ્દે સરકરે પીછેહઠ કરી છે. ગુજરાતમાં રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટે કરેલી ફટકાર બાદ સરકારે આ માટે એક કાયદો લાવવાનું નક્કી કર્યું હતું. ગત સત્રમાં ઢોર નિયંત્રણ બીલ વિધાનસભામાં રજુ કરાતા માલધારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. હવે ચૂંટણી નજીક હોવાથી માલધારી સમાજનો રોષ ઠારવા સરકારે પશુ નિયંત્રણ બીલ પાછું ખેંચવાનું નક્કી કર્યું હતું. આજે ચૂંટણી પહેલાના છેલ્લા વિધાનસભા સત્રમાં બીલને બહુમતીથી પાછું ખેંચાયું હતું.
નોંધનીય છે કે, આજે ગુજરાતભરના માલધારીઓ હડતાળ પર ઉતર્યા છે. અગાઉ પશુપાલક અને માલધારી સમાજના આગેવાનોની આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી. વિધાનસભામાં રખડતા ઢોર અંગેનું બીલ પસાર થયું ત્યારથી માલધારી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી હતી. આ બીલને મંજુરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું હતું. વિરોધને લઈને અગામી ચૂંટણીમાં ભજપને મોટા પ્રમાણમાં નુકશાન થવાની વકી હતી. આથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પશુપાલકોની નારાજગી ખાળવા ભાજપના ઈશારે રાજ્યપાલે આ બીલને મંજુરી આપવાને બદલે પુનર્વિચાર મારે વિધાનસભા પાસે પરત મોકલ્યું હતું. આજે કોંગ્રેસના વોકઆઉટ છતાં ભાજપના વિધાનસભ્યોની બહુમતી ધરાવતી વિધાનસભામાં બીલ પાછું ખેંચવાનો મત પસાર થયો હતો.
રજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આજે કોંગ્રેસને આડે હાથે લેતા જણાવ્યુ કે, ‘કોંગ્રેસને આજે અમે અવારનવાર જણાવ્યુ કે, ગૃહની કામગીરીમાં ભાગ લો, ચર્ચા કરો. પરંતુ કોંગ્રેસની નકારાત્મક માનસિકતા છે. ગુજરાતની જનતા તેમને જાણી ગઇ છે. કોંગ્રેસનું પ્રજા વિરોધી માનસ છતુ થયુ છે. કેટલાક લોકોને ચૂંટણી આવે ત્યારે પ્રશ્નો યાદ આવે છે એમા કોંગ્રેસ પહેલા નંબરે છે. અમે સંવાદમાં માનીએ છીએ. બધાને અનુલક્ષીને ગુજરાત સરકારે નિર્ણયો લીધા છે.’
ઉલ્લેખનીય છે કે કેટલાક માલધારી સમાજના આગેવાનોએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ને મળીને પણ આ બાબતે રજૂઆત કરી હતી. તે સમયે માલધારી સમાજની માગને વ્યાજબી ગણાવતા પાટીલે કહ્યું હતું કે, આના પર યોગ્ય નિર્ણય લેવા સરકારને સુચન કરવામાં આવશે. આખરે આજે આ બીલને પરત ખેંચવાનું નક્કી કરાયું છે.Post Views:
108
[ad_2]

RELATED ARTICLES

Most Popular