ગુજરાતી રંગભૂમિ, સંગીતજગત અને સાહિત્યજગતે રંગ જમાવ્યો

ઉત્સવ

ગુજરાતી રંગભૂમિના માંધાતા કહેવાતા મોટા ભાગના કલાકારો અને સર્જકોએ ઈ-મેઇલ દ્વારા મળેલા એક નિમંત્રણને સહર્ષ સ્વકારી મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. રંગમંચનું ખૂબ જ સન્માનનીય નામ એવાં અભિનેત્રી સરિતા જોશી, ફિલ્મ અભિનેતા હિતેન કુમાર, અભિનેતા દિલીપ જોશી, નિર્માતા આશિત મોદી, નાટ્યલેખક પ્રવીણ સોલંકી, જાણીતા સેક્સોલોજિસ્ટ ડોક્ટર પ્રકાશ કોઠારી, લેખક-ફિલ્મસર્જક સંજય છેલ, નાટ્યકલાકાર અને લેખક અરવિંદ વેકરિયા, રાગિણી શાહ, અભિનેતા અને સર્જક જેડી મજેઠિયા, અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય, ગાયક મનહર ઉધાસ, નાટ્યસર્જક કૌસ્તુભ ત્રિવેદી, નિમેશ દિલીપરાય, સૂજાતા મહેતા, લતેશ શાહ, અમી ત્રિવેદી, લેખક આશુ પટેલ, લેખિકા માધવી ભૂતા, અભિનેતા મનોજ જોશી, ફિલ્મ નિર્માતા મનોજ દેસાઈ, એડ્વર્ટાઈઝર યોગેશ લાખાણી સહિત મોટા ગજાના કલાકાર, કસબીઓએ હાજરી આપી હતી. ઘણા વ્યસ્તતાને કારણે આવી નહોતા શક્યા, તેમણે પણ શુભેચ્છાઓ મોકલી ‘મુંબઈ સમાચાર’ પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમની ઉપસ્થિતિ બદલ અખબાર તેમનું આભારી છે. આ સાથે ડાયમંડ બુર્સના કિરીટ ભાનુશાળી, જાણીતા અગ્રણી રમેશ મોરબિયા, નીતિન સંઘવી, બિલ્ડર મુકેશ મહેતા, જેઠાલાલ દેઢિયા, રાજેશ કેબલના જીતેશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.