Homeઆપણું ગુજરાતગુજરાતમાં શ્રમિકોને 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન, મુખ્યપ્રધાને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું લોકાર્પણ...

ગુજરાતમાં શ્રમિકોને 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન, મુખ્યપ્રધાને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું લોકાર્પણ કર્યું

[ad_1]

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજન અંતર્ગત 33 લાખથી વધુ શ્રમિકોને માત્ર 5 રૂપિયાના દરે પૌષ્ટિક ભોજન મળી રહેશે. 2 મહિનામાં આ યોજનાનું અમલીકરણ થશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલના લોકાર્પણ કરતા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આ કાર્યક્રમ અંત્યોદયના વિચારને સાકાર કરતો લોક ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના વિચારમંત્રને સાકર કરવા રાજ્ય સરકાર કાર્યરત છે. શ્રમિકો સન્માન સાથે જીવે તે અમારી સરકારનો ધ્યેય છે. લોકો માટે ‘ઘરનું ચણતર’ કરનાર શ્રમિકો માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. જેની પડખે કોઈ નથી, તેની પડખે સરકાર છે. તેવા ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

“>

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ 22 કડિયા નાકા ઉપર ભોજન કેન્દ્રોનું લોકાર્પણ થયું છે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આવતા બે મહિનામાં આ યોજના અંતર્ગત ભોજન કેન્દ્રો ખોલવામાં આવશે, આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ સાઈટ પર 50થી વધુ શ્રમિકો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોર સ્ટેપ ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત શ્રમિકનો સમય ન બગડે અને સરળતાથી નોંધણી કરાવી શકાય તે માટે શ્રમ ‘સન્માન’ પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર કૌશલ્ય વિકાસ પ્રધાન બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, અન્ન, આવરણ અને આવાસ એ કોઈપણ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે રાજ્યના બાંધકામ શ્રમિકો માટે ‘અન્નપૂર્ણા યોજના’ શરૂ કરાઇ છે. નોંધાયેલા શ્રમિકોને તો આ લાભ મળવાનો જ છે પરંતુ જે શ્રમિકોની નોંધણી નથી થઈ તેમના માટે ‘સન્માન’ પોર્ટલ શરૂ કરાયું છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને ભોજનનું વિતરણ પણ કર્યું હતું. ઉપરાંત શ્રમિક પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસની સહાય, વીમાની સહાય, લગ્ન સહાય વગેરેના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત 1200 જેટલા શ્રમિકોને પ્રતિક સ્વરૂપે ટિફિન અને બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Google search engine[ad_2]

RELATED ARTICLES

Most Popular