ગુજરાતની ગૌરવવંતી કલાનયન રાણીની વાવ: પાટણ

ઇન્ટરવલ

તસવીરની આરપાર – ભાટી એન.

મહેસાણા નજીક આવેલું નગર ‘પાટણ’ ગામ આમ તો ઘણું નાનું છે! પણ કળા- સંસ્કૃતિ અને ઈતિહાસ ક્ષેત્રે એની આગવી દાસ્તાન છે. પાટણના પટોળા તો વિશ્ર્વ વિખ્યાત છે…! પરંતુ પાટણના રાજા સોલંકી ભીમદેવની પત્ની ‘ઉદયમતી’ પાટણના પાદરમાં ૧૦૨૨ થી ૧૦૬૩ સુધીની સાલમાં સાત માળની ભૌમિતિક કલાનો ભંડાર એવી ‘રાણીની વાવ’ બનાવડાવી જે શિલ્પ અને સ્થાપત્યનો ઉત્કૃષ્ટ અને અનન્ય નમૂનો છે. અનેકાનેક સુંદર કલાત્મક મૂર્તિઓ આ વાવની શોભા છે…!! જેમાં પાર્વતી, ગણેશ, સૂર્ય, કુબેર, વિષ્ણુ, ભૈરવ વગેરેનો સમાવેશ થાય છે. આ વાવ બનાવવા અને કલા કોતરણી કરવા માટે પૂરા ૪૧ વર્ષનો સમય લાગ્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને કલાને ચાર ચાંદ લગાવતી આ વાવને ‘રાણીની વાવ’ નામ અપાયું જેમ પાટણના પટોળા વખણાય છે એમ આ વાવ પણ વખણાય છે. આ વાવને ૨૦૧૪માં વર્લ્ડ હેરિટેજ સ્થાપત્યમાં સ્થાન મળતા તેનું મૂલ્ય અતુલ્ય થઈ ગયું છે. ૧૯૬૮માં પુરાતન ખાતાએ ખોદકામ કરી વાવના વાસ્તુ શિલ્પને ઉજાગર કર્યું છે! વિશાળ વાવની લંબાઈ ૨૦૦ ફૂટ અને પહોળાઈ ૧૦૦ ફૂટ અને ઊંડાઈ ૧૦૦ ફૂટ જેટલી છે…! આ વાવનું મુખ બાજુથી ગોળાકાર કૂવા જેટલી ત્રિજયા ધરાવે છે. જેમાં ગોળાકાર દીવાલમાં કલા કોતરાણીથી ભરપુર મૂર્તિઓ છે. આ ‘રાણીની વાવ’ ગરવી વસુંધરાની અલગ ઢબની મનમોહક વાવ છે.ગુજરાતની નહીં સમગ્ર ભારતની શ્રેષ્ઠતમ વાવ હોય’તો રાણીની વાત છે. તે કાળક્રમે ખેતરમાં દટાયેલી હતી. વર્ષોના વર્ષો સુધી આ વાવ પર ખેતીકામ થતું હતું…!? આ વાવમાં હિન્દુ ધર્મના અનેક દેવોની પ્રતિમા વિશ્ર્વ શાસ્ત્રમાં બતાવેલા ૧૦૨૪ અવતારો આ સાત માળની વાવમાં બતાવવામાં આવેલ છે. વાવની ત્રણે દિવાલોને ગોળાકાર કુવામાં હજારોની સંખ્યામાં મૂર્તિઓ… મૂર્તિઓ નિહાળવા મળે છે. તે સમયના કલાકારોના વખાણ જેટલા કરીએ તેટલા ઓછા પડે તેમ છે. તે સમયે કોઈ અત્યાધુનિક ટેક્નિક હતી જ નહીં કે વિજ્ઞાન પણ હતું નહીં….!? તેમજ ભારેખમ પથ્થરોની હેરાફેરી માટે કરવા કોઈ મોટી ક્રેન પણ હતી નહીં. આજે તો અત્યાધુનિક ટેક્નિક, વિજ્ઞાન છે. તેમ છતાં આવા સ્થાપત્યો કેમ નથી બનતા…!? આવો લાખેણો સવાલ થાય છે. તે સમયના કલાકારો પાસે ધગસ, ધીરજ, ખંતથી કામ કરતાને વર્ષોના વર્ષો સુધી નિર્માણ કાર્ય અવિરત ચાલુ જ રાખતા. તે માટે તો તે સમયના રાજા મહારાજાએ ૪૧ વર્ષ સુધી ‘રાણીની વાવ’ પાછળ ખર્ચી નાખી પોતાની ચિરકાળ સુધીની યાદ અંકિત કરી ગયા છે. આજનો યુગ છઈઈના પીલરવાળો બની ગયો છે. ઝડપી કામ કરો તેના લીધે કલાત્મકતા ઓછી જોવા મળે છે. ખરેખર ‘રાણીની વાવ’ વર્લ્ડ હેરિટેઝમાં સ્થાન પામતા આપણા ગુજરાતીઓનું ગૌરવ વધારેલ છે. તેની સાથે આપણી ચલણી ૧૦૦ રૂપિયાની નોટમાં આ ‘રાણીની વાવ’નો ફોટો પ્રિન્ટ થાય છે. વાચક મિત્રો આપ ઉત્તર ગુજરાતની ટૂર કરો તો રાણીની વાવ સાથે બીજા અસંખ્ય કલાનયન સ્થાપત્યોની શૃંખલા જોવા મળશે. તો ઠઊકઈઘખઊ રાણીની વાવ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.