Homeઆપણું ગુજરાતગિરનાર પરિક્રમામાં લાખો યાત્રાળુ ઊમટતાં એક દિવસ પહેલાં ગેટ ખોલાયો

ગિરનાર પરિક્રમામાં લાખો યાત્રાળુ ઊમટતાં એક દિવસ પહેલાં ગેટ ખોલાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢ: ગિરનારના જંગલમાં વર્ષોથી યોજાતી જૂની લીલી પરિક્રમા આમ તો વિધિવત્ રીતે અગિયારસની મોડી રાત્રેથી સાધુ સંતો અને તંત્રના સહયોગથી પ્રારંભ થતો હોય છે પરંતુ કોરોનાના કપરા સમય ગયા બાદ લોકોને પ્રકૃતિનો આનંદ માણવા માટે એક લાખથી વધુ યાત્રાળુઓ ઉમટી પડતા જંગલમાં ભીડ ન થાય અને યાત્રાળુઓની સલામતી જળવાય તે હેતુથી એક દિવસ પહેલા ગુરુવાર સવારથી જ પરિક્રમાના ગેટ ખોલી દેવાયા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર જૂનાગઢમાં લીલી પરિક્રમા આ વર્ષે દેવ દિવાળીની મોડી રાત્રેથી વિધિવત્ રીતે પ્રારંભ કરવામાં આવશે પરંતુ યાત્રાળુઓના સતત વધતા પ્રવાહને ધ્યાને રાખી યાત્રાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને જંગલ તરફ વધુ ભીડ ન થાય તે બાબતને ધ્યાનમાં લઈ એક લાખથી વધુ યાત્રાળુઓ ભવનાથ ખાતે આવી પહોંચતા તંત્ર દ્વારા વહેલી સવારે પરિક્રમા રૂટ પરનો પ્રવેશ ગેટ ખોલવામાં આવ્યો હતો. આ બાબતે પરિક્રમામાં આવનાર યાત્રાળુએ પણ તંત્રનો આભાર માન્યો હતો. ગિરનારની પરિક્રમામાં પહેલાના સમયમાં ભોજન માટે પણ યાત્રાળુઓ દ્વારા શાકભાજી, મસાલા, લોટ , તેમ જ રાશન અને ભોજનની સામગ્રી સાથે લઈ જવામાં આવતી હતી. પરંતુ હવે પરિક્રમામાં અન્ન ક્ષેત્રો ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે પૂરી પાડી રહ્યા છે ત્યારે યુવા વર્ગ પણ દર વર્ષે પરિક્રમામાં બહોળી સંખ્યામાં જોવા મળે છે. પરિક્રમા રૂટ પર ૫ લિટરની પાણીની ૧૦ ટાંકી મૂકવામાં આવી છે. ભવનાથમાં ૧૦ હાઇમાસ્ટ ટાવર, એલઇડી, મેટલ લાઇટ, ૩ સ્થળે જનરેટર સેટ ગોઠવવામાં આવ્યા છે તેમ જ સફાઇ માટે ૭૫ કર્મચારીઓનો સ્ટાફ હાજર રહેશે. પરિક્રમાના રૂટ પર સ્થળે પે એન્ડ યુઝ ટોઇલેટ મૂકવામાં આવ્યા છે તેમ જ આરોગ્ય ટીમ દ્વારા ૧૦૮ની ૩ એમ્બ્યુલન્સ, ૬ અન્ય એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે. પહેલા લીલી પરિક્રમામાં વધુ પડતા વયોવૃદ્ધ લોકો આવતા હતા, પરંતુ સમયના બદલાવ સાથે પ્રકૃતિનો આનંદ માણવા માટે યુવાનો પણ લાખોની સંખ્યામાં પરિક્રમામાં આવે છે. તો તંત્રદ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે હજુ તો પરિક્રમાને એક દિવસ બાકી છે ત્યારે જ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવવાના શરૂ થઈ ગયા છે ત્યારે આ વર્ષે પરિક્રમામાં ૧૫ લાખથી વધુ યાત્રાળુ આવવાની સંભાવના દર્શાવાઈ રહી છે. ઉ

RELATED ARTICLES

Most Popular