ગરબાને હેરિટેજ ટૅગ આપવાની યુનેસ્કોને ભલામણ

દેશ વિદેશ

નવી દિલ્હી: ગુજરાતના પરંપરાગત લોકનૃત્ય ગરબાને યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન)ના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ પર આવતા વર્ષની કાર્યવાહી દરમિયાન વિચારણા કરવામાં આવનાર હોવાનું યુનેસ્કોના ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સેક્રેટરી ટિમ કર્ટિસે જણાવ્યું હતું. નવી દિલ્હીના નેશનલ મ્યુઝીયમમાં આયોજિત
કાર્યક્રમમા કોલકાતાના ‘દુર્ગા પૂજા’ ઉત્સવને ં હેરિટેજ ટૅગ એનાયત કરવાના નિમિત્તે પ્રસ્તુતિ દરમિયાન ટિમ કર્ટિસે ગરબાને હેરિટેજ ટૅગ આપવાની ભલામણની વિગતો જાહેર કરી હતી. ગયા ડિસેમ્બર મહિનામાં બંગાળની દુર્ગા પૂજાને
ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો. હાલ રામલીલા, વેદમંત્રો અને કુંભમેળા સહિત ભારતની ૧૪ પરંપરાઓને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં છે. છેલ્લે હેરિટેજ લિસ્ટમાં દુર્ગા પૂજાનો ઉમેરો કરાયો હતો. (એજન્સી)

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.