Homeઆપણું ગુજરાતખેડામાં આરોપીઓને થાંભલા સાથે બાંધી માર મારનાર પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ

ખેડામાં આરોપીઓને થાંભલા સાથે બાંધી માર મારનાર પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ

[ad_1]

ખેડામાં ગરબા સ્થળ પર કથિત રીતે પથ્થર ફેંકવાના આરોપસર પકડાયેલા કેટલાક મુસ્લિમ પુરુષોને સ્થાનિક પોલીસે માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં કેટલાક લોકો આરોપીઓને થાંભલા સાથે બાંધીને લાકડીઓ વડે માર મારતા જોવા મળે છે, જ્યારે સેંકડો લોકોની ભીડ તાળીઓ પાડી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને ભારે આક્રોશ વચ્ચે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. આશિષ ભાટિયાએ ગુરુવારે કહ્યું હતું કે મેં તપાસના આદેશ આપ્યા છે. હું આરોપોની ગંભીરતાને આધારે શિસ્તભંગના પગલાં લઈશ.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવા માટેનું પેનલ આગામી કેટલાક દિવસોમાં રીપોર્ટ સોંપશે. વિડિયોની સત્યતાની પુષ્ટિ થયા બાદ આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ખેડાના માતરમાં આવેલા ઉંઢેલા ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન પથ્થરમારો થતાં અફરાતફરી સર્જાઈ હતી. પથ્થરમારાના બનાવ અંગે પોલીસે 43 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી હતી. બનાવના બીજા દિવસે અટકાયત કરેલા કેટલાક લોકોને પોલીસે ગામના ચોકમાં લાવીને વીજના થાંભલા પાસે ઊભા રાખીને ડંડાથી ફટકાર્યા હતા. વાયરલ વિડિયોમાં સાદા કપડામાં પોલીસકર્મીઓ પુરુષોને મારતા દેખાય છે.
આરોપીને જાહેરમાં માર મારવા અને જાહેરમાં માફી મગાવા બાબતે માઈનોરિટી કો-આર્ડિનેશન કમિટી દ્વારા ગુજરાતના ડીજીપી, ખેડાના એસપી, ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરીને નોટિસ મોકલી છે. ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલા લેવા માગણી કરવામાં આવી છે.

Google search engine

[ad_2]

RELATED ARTICLES

Most Popular