ક્રિકેટ જગતમાં ઘાટકોપર જોલી જિમખાનાનો નવો અધ્યાય

આમચી મુંબઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર જોલી જિમ-ખાનાએ તેની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરતા રવિવાર ૨૯ મે લેડિઝ ક્રિકેટ સીંગલ વિકેટ સીઝન બોલ ટૂર્નામેન્ટનું આયોજન કરેલ હતું. ટૂર્નામેન્ટની ઉદ્ઘાટનવિધિ મુંબઈ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમ જ ઘાટકોપર જોલી જિમખાનાના ચેરમેન રજનીકાંત શાહ તથા ટ્રસ્ટીઓ અને મેનેજિંગ કમિટિના સભ્યોની ઉપસ્થિતિમાં ભારતની જાણીતી મહિલા ક્રિકેટર પૂનમ રાઉતના હસ્તે થઈ હતી. સમગ્ર મુંબઈમાંથી ૩૨ ઉત્કૃષ્ટ લેડિઝ ક્રિકેટરોને ૧૬-૧૬ના બે વિભાગમાં વહેંચી લક્કી ડ્રૉ દ્વારા એક-૧ ઑવરની નૉક-આઉટ ધોરણે મેચો રમાડવામાં આવી હતી, જેનું સ્પોર્ટ્સ વર્લ્ડના નેજા હેઠળ રાજેશ ડિજિટલ નેટવર્કના સંકલન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ટૂર્નામેન્ટના પ્રથમ ચાર વિજેતા લેડિઝ ક્રિકેટરો અનુક્રમે દીક્ષા પવાર, સમીક્ષા બંગલ, ઝીલ ડીમેલો તથા જુલી બેકરે તેમ જ જાગવી પવાર અને જાન્હવી કાટેને બેસ્ટ ફીલ્ડરના એવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા. સમગ્ર ટૂર્નામેન્ટમાં સહભાગી થનાર લેડીઝ ક્રિકેટરોને પણ મૅડલથી નવાજવામાં આવેલ હતા. ટુર્નામેન્ટના અંતમાં ઘાટકોપર જોલી જિમખાનાના મેનેજિંગ કમિટીના સભ્ય શ્રી નીશીથભાઈ ગોળવાલાએ ઘાટકોપર જોલી જિમખાનાની મેનેજિંગ કમિટી, ક્રિકેટ સબ કમિટી, મહિલા અમ્પાયરો તથા ટૂર્નામેન્ટને યશસ્વી બનાવવામાં ઉમદા સહકાર આપનાર સંજય ગાઈતોન્ડેનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.