Homeસ્પેશિયલ ફિચર્સક્યા? મુંબઈના 50 પતિએ તેમની જીવંત પત્નીનું કર્યું પિંડદાન, કારણ જાણીને તમને...

ક્યા? મુંબઈના 50 પતિએ તેમની જીવંત પત્નીનું કર્યું પિંડદાન, કારણ જાણીને તમને પણ લાગશે આંચકો

[ad_1]

શ્રાદ્ધના અવસરે લોકો તેમના પૂર્વજોના આત્માને શાંતિ મળે તે માટે પિંડદાન કરે છે, પરંતુ મુંબઈમાં રવિવારે એક વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેને જાણીને તમે પણ ચોંકી જશો. દક્ષિણ મુંબઈ સ્થિત બાણગંગા કુંડના કિનારે આશરે 50 પતિએ તેમની જીવંત પત્નીઓનું પિંડદાન કર્યું હતું. આ એ પતિઓ હતાં જેઓ પત્ની પીડિત હોવાને કારણે છુટાછેડા થઈ ચૂક્યા છે અથવા તેમનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. લગ્નજીવનની તમામ ખરાબ યાદો અને અનુભવથી છુટકારો મેળવવા આ પતિઓએ વિધિપૂર્વક તેમની જીવંત પત્નીઓનું પિંડદાન કર્યું હતું. આમાંથી એક પતિએ મુંડન પણ કરાવ્યું હતું, જ્યારે બાકીના લોકોએ વિધિપૂર્વક પૂજા કરી હતી. આ સંપૂર્ણ કાર્યક્રમ એક સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો.Post Views:
137
[ad_2]

RELATED ARTICLES

Most Popular