કોપર અને બ્રાસ શીટ કટિંગ્સમાં આગળ ધપતો સુધારો, ટીન અને નિકલમાં પીછેહઠ

વેપાર વાણિજ્ય

મુંબઈ: ગઈકાલે અમેરિકાના જાહેર થયેલા રોજગારીના ડેટા પ્રોત્સાહક આવતાં આર્થિક વૃદ્ધિ મંદ પડવાની ચિંતા હળવી થવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર તેમ જ અન્ય ધાતુમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા.
આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે પાંખાં કામકાજો વચ્ચે ખાસ કરીને બ્રાસ શીટ કટિંગ્સ અને કોપરની વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક માગ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪થી ૭નો સુધારો આવ્યો હતો. જોકે, આજે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૩નો અને ઝિન્ક સ્લેબમાં નિરસ માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ધાતુ બજારમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૭ વધીને રૂ. ૬૭૮, કોપર સ્ક્રેપ હેવી અને કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૬૫૨ અને રૂ. ૬૪૭ અને કોપર કેબલ સ્ક્રેપ તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૪ વધીને અનુક્રમે રૂ. ૬૫૭ અને રૂ. ૫૦૮ના મથાળે રહ્યા હતા. આજે ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩ ઘટીને અનુક્રમે રૂ. ૨૧૭૫ અને રૂ. ૧૯૫૦ના મથાળે અને નિરસ માગે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને રૂ. ૩૧૫ના મથાળે રહ્યા હતા. આ સિવાય ખપપૂરતી માગને ટેકે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.