કોપરની અમુક વેરાઈટીઓમાં સુધારો, નિકલમાં ₹ ૫૦ તૂટ્યા

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે ધાતુમાં મિશ્ર વલણ રહ્યું હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકંદરે કામકાજો પાંખાં રહ્યાં હતાં, જેમાં ખાસ કરીને કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની અને ઔદ્યોગિક વપરાશકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૭નો સુધારો આવ્યો હતો. જોકે, આજે નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ અને માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૦નો ઘટાડો આવ્યો હતો. આ સિવાય નિરસ માગે ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સમાં રૂ. ૩ અને બ્રાસ શીટ કટિંગ્સમાં કિલોદીઠ રૂ. ૧નો ઘટાડો આવ્યો હતો. આજે સ્થાનિકમાં કોપરની અમુક વેરાઈટીઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગને ટેકે સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૭ વધીને રૂ. ૬૯૦, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૬૭૯, કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૬૯૯ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૭૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૩૧૧ અને રૂ. ૧૮૫ તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને રૂ. ૫૩૪ના મથાળે રહ્યા હતા. આ સિવાય કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ અને ટીનમાં છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.