Homeદેશ વિદેશકોન્સોલિડેસનની સંભાવના: નિફ્ટી માટે ૧૮,૬૦૦ પાસે તીવ્ર પ્રતિરોધ

કોન્સોલિડેસનની સંભાવના: નિફ્ટી માટે ૧૮,૬૦૦ પાસે તીવ્ર પ્રતિરોધ

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા

મુંબઇ: ફેડરલ રિઝર્વના કૂણાં વલણના આશાવાદ વચ્ચે વૈશ્ર્વિક ઇક્વિટી બજાર સાથે તાલ મિલાવતા ભારતીય શેરબજારે પણ એકાદ ટકાના વધારા સાથે સમીક્ષા હેઠળના સપ્તાહનો અંત વિક્રમી ઊંચા સ્તરે આપીને રોકાણકારોને રાજી કર્યા છે. આગામી પોલિસી બેઠકોમાં દરમાં વધારાની ગતિ હળવી બનવાની આશા, ક્રૂડતેલના ઘટતા ભાવ, એફઆઇઆઇ દ્વારા ખરીદી અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાથી પણ સેન્ટિમેન્ટમાં સુધારો થયો હતો.
સેન્સેક્સ ૬૦૦થી વધુ પોઈન્ટ વધીને ૬૨,૨૯૪ના સ્તરે અને નિફ્ટી ૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળીને ૧૮,૫૧૩ પર પહોંચી ગયો હતો, જ્યારે તાજેતરના કોન્સોલિડેશન પછી વ્યાપક બજારો પણ એક્શનમાં હતા, જેમાં નિફ્ટી મિડકેપ ૧૦૦ અને સ્મોલકેપ દરેક ઈન્ડેક્સ બે કરતા વધુ ટકા વધ્યા હતા. ઓટો, બેન્ક, ટેક્નોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓઈલ એન્ડ ગેસ શેરોએ બજારને ટેકો આપ્યો હતો, જ્યારે પાવર અને રિયલ્ટી શેરો દબાણ હેઠળ હતા.
આ સપ્તાહમાં પણ કોન્સોલિડેશન સાથેની ગતિ જળવાઈ રહેવાની ધારણા છે, જેમાં નિફ્ટી ૧૮,૬૦૪ની તેની ઇન્ટ્રા-ડે વિક્રમી ઊંચી સપાટીએ પહોંચવાની સંભાવના છે. બજારનું ધ્યાન માસિક ઓટો વેચાણના આંકડા અને સ્થાનિક મોરચે બીજા ક્વાર્ટરના જીડીપી ડેટા અને વૈશ્ર્વિક સંકેતોપર રહશેે.
સપ્તાહની શરૂઆત અમેરિકાના શેરબજારમાં કેવા સંકેત મળે છે, તેમા પર આધારિત હોઇ શકે છે. નિફ્ટી ૧૮૬૦૦ પોઇન્ટ પાસે ભારે પ્રતિરોધનો સામનો કરી શકે છે. આગામી સપ્તાહોમાં નિફ્ટી માટે ૧૮૬૯૦ પોઇન્ટની સપાટી પાર કરવાનું મુશ્કેલ બની શકે છે.
નિફ્ટી માટે સપોર્ટ લેવલ ૧૮૪૦૦ અને ૧૮૨૫૦ના સ્તરે બની શકે છે. આ સપ્તાહમાં નિફ્ટી ૧૮૬૦૪ના પ્રતિરોધને તોડવાની કોશિશ કરી શકે છે. એ જોવું રસપ્રદ બની રહેશે કે શેરબજાર આ લેવલ ઉપર નીકળતા પહેલા ક્ધસોલિડેટ કરવાની કોશિશ કરશે. વીકલી આરએસઆઈની વાત કરીએ તો તે ૬૫.૫૩ ઉપર છે. તેને ૧૪ પીરિયડની હાઈ બનાવી છે. તેનાથી સંકેત મળી રહ્યા છે કે શેરબજારમાં આગામી સમયમાં તેજી જોવા મળી શકે છે. વીકલી એમએસીડી પણ મજબૂત છે અને તેના સિગ્નલ લાઈનથી ઉપર ચાલી રહ્યા છે. નિફ્ટી તેના ઉચ્ચ સ્તર પર ક્ધસોલિડેશનનો સામનો કરી શકે છે.
અગ્રણી ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, વિતેલા સપ્તાહે પહેલા ત્રણ ટ્રેડિંગ સત્રમાં નિફ્ટીએ ક્ધસોલિડેશન મોડમાં કામ કર્યું હતું. આખરી બે સત્રમાં નિફ્ટીએ તેની રેન્જમાંથી બહાર નીકળીવાની કોશિશ કરી અને ૧૮૬૦૪ના લેવલની લાઈફટાઈમ હાઈ તરફ વધી ગયો. આ સાથે જ નિફ્ટી ઈન્ડેક્સની ટ્રેડિંગ રેન્જ પણ થોડી વધી ગઈ છે. લાઈફટાઈમ હાઈ પર પહોંચ્યા બાદ નિફ્ટીની ટ્રેડિંગ રેન્જ ૪૦૧ પોઇન્ટની થઈ ગઈ છે. છેલ્લા બે સત્રમાં નિફ્ટીમાં જોવા મળેલી શાનદાર તેજીને કારણે હેડલાઈન ઈન્ડેક્સ નિફ્ટીએ ૨૦૫ પોઇન્ટની તેજી નોંધાવી છે.
પાછલા બે ટ્રેડિંગ સત્રમાં નિફ્ટીએ ૧.૧૨ ટકાથી વધુની તેજી નોંધાવી છે. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ, બેન્ચમાર્ક નિફ્ટીની તેજીની આગેવાની કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સે તેજી દર્શાવ્યા બાદ હવે ક્ધસોલિડેટ કરવાનું શરૂ કર્યું છે.
બેન્ક નિફ્ટી ઈન્ડેક્સે ૪૧,૮૪૦ પોઇન્ટના લેવલની ઉપર નીકળ્યા બાદ ક્ધસોલિડેશન શરૂ કરી દીધું છે. આ ઇન્ડેક્સે ૪૧,૮૪૦ પોઇન્ટના બ્રેકઆઉટ બાદ ૧૧૫૦ પોઇન્ટની તેજી કરી લીધી છે. લાઈફ ટાઈમથી હવે નિફ્ટી માત્ર ૯૨ પોઇન્ટ દૂર છે. શેરબજારમાં ઉતારચઢાવ જારી રહેવાની આશંકા છે. ઈન્ડિયા વીઆઇએક્સ ૭.૩૫ ટકા ગગડીને ૧૩.૩૩ પર રહ્યો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular