કૉંગ્રેસે ભાઈ જગતાપ અને ભૂતપૂર્વ પ્રધાન ચંદ્રકાંત હંડોરેને આપી વિધાન પરિષદની ઉમેદવારી

આમચી મુંબઈ

મુંબઈ: ભાજપે વિધાન પરિષદના પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ પોતાનાં ઉમેદવારનાં નામ જાહેર કર્યાં છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપ અને ભૂતપૂર્વ પ્રધાન ચંદ્રકાંત હંડોરેને કોંગ્રેસે વિધાન પરિષદની ઉમેદવારી આપી છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માથા પર હોવાનું ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ભાઈ જગતાપ અને ચંદ્રકાંત હંડોરેનાં નામ પર મહોર મારી છે. કોંગ્રેસના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિકની સહીથી હંડોરે અને જગતપાની ઉમેદવારના નામનું પત્રક બહાર કાઢ્યું હતું.
રાજ્યસભાની ચૂંટણીનો વિવાદ શમી નથી રહ્યો ત્યાં વિધાન પરિષદની ચૂંટણી આગામી ૨૦મીએ થવાની છે. ૧૦ બેઠક માટે આ ચૂંટણી થવાની છે. અનેક દિગ્ગજ નેતા વિધાન પરિષદમાંથી નિવૃત્ત થઇ રહ્યા છે. દરમિયાન ભાજપ અને શિવસેના બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારનાં નામની જાહેરાત કરી છે. મુંબઈની એક હોટેલમાં કોંગ્રેસની મહત્ત્વની બેઠક પાર પડી. આ બેઠકમાં પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, મહેસૂલપ્રધાન બાળાસાહેબ થોરાત, પ્રધાન અશોક ચવ્હાણ, પ્રધાન સુનીલ કેદાર સહિત પદા-ધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ પત્રકાર પરિષદ પણ બોલાવવામાં આવી હતી.
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ૧૦ બેઠક માટે આગામી ૨૦મી જૂને ચૂંટણી થવાની છે. વિધાનસભામાં સંખ્યાબળ અનુસાર ભાજપના ચાર, એનસીપી, શિવસેનાના અને કોંગ્રેસના દરેકના બે સભ્ય ચૂંટાઈ આવે એવી શક્યતા છે. જોકે આવશ્યક સંખ્યાબળ ન હોવા છતાં ભાજપે પાંચમા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હોવાથી ખરાખરીનો જંગ ખેલાય એવી શક્યતા છે.
ભાજપે બુધવારે વિધાન પરિષદ ચૂંટણી માટે પાંચ ઉમેદવારની અધિકૃત યાદી જાહેર કરી હતી. પ્રવીણ દરેકર, પ્રસાદ લાડ, રામ શિંદે, ભારતીય અને ઉમા ખાપરેને ભાજપે વિધાન પરિષદની ઉમેદવારી જાહેર કરી છે. એનસીપીમાંથી આવેલા સચિન અહિર અને નંદુરબારના કટ્ટર શિવસૈનિક આમશ્યા પટેલને તક આપવામાં આવી છે.

કોણ છે ચંદ્રકાંત હંડોરે
ચંદ્રકાંત હંડોરે મુંબઈના ચેમ્બુર વિધાનસભા મતદારસંઘમાંથી ભૂતપૂર્વ વિધાનસભ્ય છે. કોંગ્રેસ-એનસીપી આઘાડી સરકારના સમયમાં તેમણે સામાજિક ન્યાય પ્રધાન તરીકે ધુરા સંભાળી હતી. મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના તેઓ ઉપાધ્યક્ષ છે. જોકે ગયા વર્ષે તેમણે કોંગ્રેસ પર નારાજગી વ્યક્ત કરી હતી. અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે, એવો આરોપ હંડોરેએ કર્યો હતો અને એ સમયે તેઓ કોંગ્રેસને રામ રામ કરવાના છે એવા સમાચાર પ્રસરતાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, પક્ષ છોડી જવાની તૈયારીમાં રહેલા હંડોરેને ટિકિટ અપાતા બીજા એક ઈચ્છુક નસીમ ખાનનું જૂથ નારા જ થયું છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.