કેતકી ચિતલેને થાણે સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા

આમચી મુંબઈ

NCP સુપ્રીમો શરદ પવાર વિરુદ્ધ અપમાનજનક ફેસબુક પોસ્ટ લખવા બદલ પોલીસ કસ્ટડીમાં રહેલી કેતકી ચિતલેને વધુ પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. કેતકીને એટ્રોસિટી કેસમાં થાણે સેશન્સ કોર્ટે 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે. 25મી મેના રોજ કોર્ટમાં હાજર થયા બાદ આગળનો ચુકાદો આપવામાં આવશે.

કેતકી ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના વિચારો વ્યક્ત કરે છે.  તે વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતી છે. કેતકીએ 1 માર્ચ, 2020 ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેમાં ઘણા ધર્મોનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં તેણે નિયો-બૌદ્ધ ધર્મ પર તેના વિચારો વ્યક્ત કર્યા. આથી તેના પર એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કેતકી ચિતાલે

કેતકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે નિયો-બૌદ્ધ 6 ડિસેમ્બરે મફતમાં મુંબઈની મુલાકાત લે છે, તેમને ધર્મના વિકાસ માટેનો અધિકાર છે’. પણ, આપણે હિંદુ શબ્દ પણ ઉદગાર્યો તો ઘોર પાપી, કટ્ટરવાદી! અલબત્ત, દોષ બીજા કોઈનો નથી,  આપણો છે. આપણે આપણી વચ્ચે દલીલબાજીમાં એટલા વ્યસ્ત છીએ, આપણને એવા નેતાઓ ગમે છે જે આપણને વિભાજિત કરે અને આપણે એમને ભાગવા દઈએ કે આપણે આપણો જ ધર્મ ભૂલી જઈએ.’

નિયો-બૌદ્ધ ધર્મ અંગેના તેના નિવેદન પર તેની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો .

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.