Homeપુરુષકુંભ રાશિના જાતકોને ઘૂંટણની સમસ્યા સતાવશે તેમ જ નોકરી ધંધામાં તકલીફનો કાલ્પનિક...

કુંભ રાશિના જાતકોને ઘૂંટણની સમસ્યા સતાવશે તેમ જ નોકરી ધંધામાં તકલીફનો કાલ્પનિક ભય

-જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહની પ્રથમ દિવસે નવેમ્બર મહિનાનો પ્રારંભ થાય છે. અંકશાસ્ત્ર મુજબ આ માસનો માસંક ૧+૧=૨
ચંદ્ર થાય છે.અંક ૧ સૂર્ય અંક ૨ ચંદ્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. રાજા, રાણી માટે ગણાય છે. આરોગ્ય માટે ડાયરેકટ અંક ૧ સંબંધ આવે છે. આ માસ તમામ જાતકો માટે આરોગ્યમય સુખમય સમય બની રહેશે. અન્ય ગોચર ગ્રહોનું રાશિ પરિવર્તન થતું નથી, જ્યારે મંગળ ગ્રહ મિથુન રાશિમાં વક્રી પરિભ્રમણ કરે છે જેને કારણે
વાદ-વિવાદ કે મતમતાંતર થવાથી માનસિક સ્થિત બગાડે, અકારણ ચર્ચા-વિમર્શ કરવી નહીં તેમ જ કોઇની ગુપ્ત બાબતો પૂછવી નહીં જે વધારે હિતાવહ બની રહેશે. સીઝનલ રોગો તાત્કાલિક અસરથી કાબૂમાં આવશે. યુવાવર્ગ વ્યસનો શિકાર થાય તેમજ પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતા મળવાથી હતાશા નિરાશાનું પ્રમાણ વધે. આવા સમયમાં નિત્ય શિવલિંગના દર્શન સાથે જળાભિષેક કરવો ઉત્તમ ગણાશે.
શનિ માર્ગી થયેલ હોવાથી હઠીલા દર્દોથી પીડીત દર્દીઓને ખૂબ જ રાહત અનુભવાશે.
ધરકામ કરતી મહીલાઓને કમર કે પગના તળિયાની તકલીફોની સમસ્યાઓ હલ થઈ જશે. આરોગ્ય બાબતે સુખમય બની રહે માટે મગની દાળ, કોદરી તથા મગની ચીજવસ્તુઓ ખાવી આરોગ્યની સુખાકારી માટે રહેશે.
મેષ રાશિના જાતકો ને શક્ય હોય તો સામાજિક પ્રસંગમાં જવાનું ટાળજો
કારણ કે ફૂડ પોઇઝન થવાની શક્યતાઓ. તેના નિવારણ માટે સૂર્ય ગ્રહના મંત્ર કરશો. વૃષભ રાશિવાળા ને લગતી
દંત પીડા સંભવ જેને કારણે સ્વભાવમાં ચીડીયાપણું આવી શકે માટે ચકલીને ચણ નાખશો. આ ઉપરાંત ધર ના મંદિરમા બે દિપ પ્રગટાવવા જેમાં એક શુદ્ધ ઘી અને બીજો તેલનો.જેનાથી શારીરિક માનસિક વ્યથામા રાહત જણાશે. મિથુન રાશિના જાતકોને માનસિક ગાંડપણ આવે કે યાદશક્તિ ભૂલી જવાની પરિસ્થિતિ વધુ બગડી શકે
ઊંઘ હરામ થાય વારંવાર ડોક્ટરો બદલવા પડે. નાના નાના ભૂલકાઓને
ભેટ સોગાદ આપવાથી બીમારીમાં રાહત જણાય. કર્ક રાશિના જાતકોને
જળધાત ગણાવી શકાય માટે શક્ય હોય તો બહારગામના પ્રવાસ પર્યટન ટાળજો.ચંદ્ર દર્શન કરશો.સિંહ-ક્ધયા રાશિના જાતકોઓને આ સપ્તાહમા કોઇજ પ્રકારની નાની-મોટી આરોગ્ય સંબંધી તકલીફ રહેશે નહીં પરંતુ અચાનક પેટ સંબંધી તકલીફ આવી શકે. ચિંતા કરવાનું કોઈ કારણ બની રહેશે નહીં.
તુલા રાશિના જાતકોને યુરીનની સમસ્યાઓ યથાવત રહેશે. વધુ પાણી પીવુ. દવા લીધેલ ડોક્ટર બદલવવો નહીં. ડાયાબિટીસ વધી શકે. કોલેસ્ટોરલ પથરી જેવી સમસ્યાઓ હશે તો રાહત જણાશે.
આ જાતકો એ વહેલી સવારે ચાલવું તેમ જ પ્રાણાયામ અવશ્ય કરવા તેનાથી વધુ શારીરિક સુખાકારી બની રહેશે.
વૃશ્ર્ચિક જાતકો માટે પેટમા બળતરા, એસીડીટી વધી શકે યોગ્ય દાક્તર મળવાથી સમસ્યાઓ હળવી થશે.
ધન રાશિ ના જાતકો ને જૂની બીમારીઓમા રાહત ચોક્કસ જણાશે. તેના નિવારણ માટે ગુરુવારે દંત બાવનીનો અવશ્ય પાઠ હજુ ચાલુ રાખશો. આંખોમાં, ડાયાબિટીસ ની સમસ્યાઓ હશે તો હજુ પણ
વધુ રાહત દિન પ્રતિદિન જણાશે. મકર રાશિના જાતકોને આંતરડાની તકલીફ હશે તો હજુ વધશે તેમ જ
કબજિયાતની બીમારી હજુ પણ સતાવશે. કુંભ રાશીના જાતકોને ઘૂંટણનાની સમસ્યા લાગશે તેમ જ નોકરી ધંધામાં તકલીફનો કાલ્પનિક ભય, ચિંતા વધારે સતાવશે જેને કારણે તબિયત પર અસર પડે તેના ઉપાય તરીકે નિત્ય હનુમાન ચાલીસાના પાઠ અને શનિદેવના દર્શન કરશો.
મીન રાશિના જાતકોને પીઠ સંબંધિત સમસ્યા થઈ શકે.
અનેકવિધ દેવમંદિરના દર્શન બહારગામ કરવાના પ્રવાસથી બગડેલ આરોગ્ય વધુ કથળે માટે વારંવાર મુસાફરી ના કરશો. ચણાના લોટની ચીજવસ્તુઓ ખાવી તેમ જ મીઠાઈ ન ખાવી. જીવ દયા કરશો. ગરીબો ને મદદ કરશો.
યુવા તેમજ મહિલા વર્ગ માટે આ સમય આરોગ્ય માટે એકંદરે સાનુકૂળ બની રહેશે. દરેક રાશિના જાતકોએ સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ગ આપશો. આયુ, આરોગ્યમાં રાહત ચોક્કસ જણાશે. શુદ્ધ ઘીનો દીપ પગટાવવો.

RELATED ARTICLES

Most Popular