Homeઆમચી મુંબઈકિંગ સર્કલના બ્રિજનું જોખમ? બ્રિજ નીચે ક્ધટેનરના વધતા અકસ્માતોથી પ્રશાસન ત્રસ્ત

કિંગ સર્કલના બ્રિજનું જોખમ? બ્રિજ નીચે ક્ધટેનરના વધતા અકસ્માતોથી પ્રશાસન ત્રસ્ત

પાલિકાએ બ્રિજના ગેજની ઊંચાઈ
વધારવા રેલવેને આપી મંજૂરી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાર્બર લાઈનમાં કિંગ સર્કલ નજીકના રોડઓવર બ્રિજ (આરઓબી)ની નીચેથી અવરજવર કરતા ભારે અને ઊંચા ક્ધટેનર અકસ્માતોનું પ્રમાણ નિરંતર વધી રહ્યું છે, જે બ્રિજ ભવિષ્યમાં સ્થાનિકો માટે જોખમ ઊભું કરી શકે છે. વધતા અકસ્માતોને રોકવા માટે પાલિકા સહિત રેલવે પ્રશાસન સક્રિય બન્યા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
ગયા રવિવારે કિંગસર્કલ ખાતેના બ્રિજ નીચેથી ક્ધટેઈનર પસાર થઈ રહ્યું હતું ત્યારે બ્રિજ સાથે ક્ધટેઈનર
ટકરાયું હતું. મહિનામાં એકાદ વખત તો ભારે વાહનોની બ્રિજ સાથે ટક્કર થાય છે, તેથી આ બ્રિજની નીચેથી અવરજવર કરનારા લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે, જ્યારે ક્યારેક ટ્રેન પસાર થતી વખતે આવો અકસ્માત થાય તો મોટી હોનારતનું નિર્માણ થઈ શકે છે. અકસ્માતો વધી રહ્યા હોવાને કારણે પાલિકાએ આ બ્રિજના મરમ્મત કામકાજ માટે મધ્ય રેલવેને લેખિતમાં જણાવ્યું હતું. કિંગ સર્કલ નજીકથી પસાર થનારા ભારે અને ઊંચા ક્ધટેઈનરને કારણે બ્રિજ સાથે ટક્કર થવાને કારણે વાહનોને નુકસાન થવાના કિસ્સા વધ્યા છે, તેથી પાલિકાએ રેલવેને સાયન હૉસ્પિટલ નજીકના બ્રિજના ગેજને વધારવાની પાલિકાએ મંજૂરી આપી છે. પાલિકાએ મંજૂરી આપી હોવા છતાં હજુ સુધી બ્રિજનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું નથી, કારણ કે ટ્રાફિક પોલીસ તરફથી ટ્રાફિક બ્લોક માટે મંજૂરી મળવાનું જરૂરી છે. બીજી બાજુ ટ્રાફિક પોલીસ તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) આપ્યું છે. ઉપરાંત, બ્રિજ નીચેથી પસાર થનારા ભારે અને મોટા વાહનચાલકોને દૂરથી વંચાય તેના માટે ‘નો એન્ટ્રી ફોર હેવી, ટોલ વ્હિકલ’નું બોર્ડ રાખવાની સાથે બ્રિજ નીચે બ્લિન્કર લાઈટ્સ રાખવાનો અનુરોધ કર્યો છે. આમ છતાં અત્યાર સુધીમાં રેલવે પ્રશાસન દ્વારા કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી, એવો દાવો ટ્રાફિક વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

 

RELATED ARTICLES

Most Popular